સત્યજીત રે ની બંગાળી વાર્તા

  • 7.9k
  • 2.1k

ટીપુએ તેની ભૂગોળ પુસ્તક બંધ કરી દીવાલની ઘડિયાળ તરફ જોયું. છેલ્લી સુડતાલીસ મિનિટથી અભ્યાસ કરીને ટીપુ થાકી ગયો હતો. અત્યારે સવા વાગ્યો છે. થોડી વાર બહાર રખડવામાં શું વાંધો છે! ટીપુએ વિચાર્યું. લગભગ આજ સમયે આવેલા પેલા માણસે ફરી આવવાનું વચન આપ્યું હતું. કહ્યું હતું કે ટીપુ જયારે ઉદાસ હશે ત્યારે તે પાછો આવશે. તો હવે? આનાથી વધુ મોટું ઉદાસીનું કયું કારણ હોઈ શકે? અરે એક કારણ જ હોત તો બરાબર પણ આ તો કારણોની આખી વણઝાર હતી. શું પોતે બહાર ન જઈ શકે? થોડીક જ વાર માટે પણ નહિ? ના. માં કોઈ કારણોસર વરંડા માં જ બેઠી હતી. હમણાં