લવ રિવેન્જ-2 Spin Off - Chapter 14

(62)
  • 6.6k
  • 3
  • 2.3k

લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-14 આરવનાં પ્રશ્નોથી લાવણ્યા ડરી ગઈ અને સીટમાં બેસવાથી પોતાનાં અતિશય ટૂંકા ડ્રેસને વધુ નીચે ખેંચી તેનાં પગ ઢાંકવા લાગી. તેણી હજી હાંફી રહી હતી. “જ...જલ્દી...!” હજી પણ ઉભેલાં ટ્રકનાં ડ્રાઈવર સામે ભયભીત નજરે જોઈ લાવણ્યા કરગરતી હોય એમ રડમસ સ્વરમાં આરવ સામે જોઈને બોલી “ચ...ચલ...! અહિયાંથી....!” “શું થયું...!? કેમ આમ ડરી ગઈ છે...!?” આરવે લાવણ્યા સામે જોઈને પૂછ્યું “અને તારાં કપડાં...!? કેમ આવાં ચોળાયેલાં છે...!?” “તું ઠીક છેને...!? શું થયું....!?” આરવે ફરીવાર ચિંતાતુર સ્વરમાં પૂછ્યું. “ક...કંઈ નઈ થયું....! ત..તું ક...ક...કાર ચલાવને....!” લાવણ્યા પોતાનો સ્વર શક્ય એટલો સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરતાં બોલી અને