દાદા કંથડ નાથ

  • 6.3k
  • 1.7k

દાદા કંથડનાથકચ્છનો પુરાતન કિલ્લો કંથકોટ, જેના નામને આજે પણ જીવંત રાખી રહેલ છે, એ દાદા કંથડનાથ એક મહાન યોગીરાજ હતા. એમનું અસલ વતન જાણી શકવા તો આજે કોઈ સાધન ઉપલબ્ધ નથી. પરંતુ એટલું ખરું કે દાદા કોઈ દૂરદરના પ્રદેશથી તપશ્ચર્યા માટેના શાન્ત સ્થળની શોધમાં કચ્છ આવ્યા હતા. જપતપ માટેના સુયોગ્ય સ્થાન માટે એમની પસંદગી વાગડના આ ડુંગર પર ઊતરી હતી.આ ઘટના પર આજે લગભગ ૧૨૦૦વર્ષનાં વહાણાં વાઈ ગયાં છે છતાં કંથડનાથ નામ આજે કચ્છમાં એમના શ્વેત સુશોભિત મંદિર જેવું જ તાજું અને ઊજળું રહેલ છે. અહીં આવીને દાદાએ આ ઉજ્જડ જેવા ડુંગર પર પોતાની તપશ્ચર્યા ચાલુ કરી દીધી.દાદાનું મન સંસારમાંથી