જજ્બાત નો જુગાર - 20

(19)
  • 2.7k
  • 1k

કલ્પના ઘરે આવી ખૂબ જ ડર લાગી રહ્યો હતો. પપ્પા કંઈ કહેશે? સવાર થી સાંજ સુધી કલ્પના ઘરની બહાર હતી તો ગભરાતી ગભરાતી ઘરના મુખ્ય દ્વાર પર પ્રવેશ કરતા જ સામેથી પ્રકાશભાઇને જોઈ કલ્પના તો ધબકાર ચૂકી ગઈ, એને એમકે પપ્પા ગુસ્સો કરશે. પણ ગુસ્સાની જગ્યાએ પ્રકાશભાઈએ પુછ્યું કેવો રહ્યો દિવસ? કલ્પનાને હૈયે ટાઢક વળી, શ્વાસ હેઠો બેઠો ને નીચી નજરે ફક્ત એટલું જ બોલી શકી સારો. કલ્પના તો ખોવાઈ ગઈ. કંઈ ચૈન પડતું નથી. બીજીતરફ વિરાજની હાલત પણ એવી જ હતી. બેચૈની બેબાકળી બની વિરહમાં પરોવાઈ ગઈ. પણ કામ કરવું જરૂરી હોય છે