લવ રિવેન્જ-2 Spin Off - Chapter 16

(42.3k)
  • 7.5k
  • 3
  • 3.3k

લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-16 “અરે નેહા...!? કેમ આમ ખોવાયેલી-ખોવાયેલી છે....!?” કેન્ટીનમાં બેઠેલી નેહાને સામે બેઠેલી કામ્યાએ પૂછ્યું “બે-ત્રણ દિવસથી આમ અલગજ દુનિયામાં ફર્યા કરે છે....!?” બે-ત્રણ દિવસ પછી છેવટે લાવણ્યાએ કોલેજ આવાનું પાછું શરું કરી દેતાં આરવ અને લાવણ્યાની ફ્રેન્ડશીપ પાછી અગાઉની જેમજ “કંટિન્યૂ” થઈ ગઈ. આરવ અને લાવણ્યાને કોલેજની બહાર સાથે ફરતાં જોઈને નેહાનું હ્રદય ઉકળી ઊઠતું. આરવ સાથે જેમ-જેમ લાવણ્યા સમય વિતાવતી ગઈ તેમ-તેમ તે ફાર્મ હાઉસવાળી ઘટનાને પણ ભૂલતી ગઈ. એજરીતે ક્લાસમાંથી બંક મારીને ફરવા જવું, મૂવી કે લોન્ગડ્રાઈવ ઉપર જવું, ડિનર કે લંચ, ફૂડ ટ્રક પાર્કમાં આરવનું લાઈવ સિંગિંગ માટે જવું વગેરે. લાવણ્યા વિષે આરવ