માણસાઈ

  • 2.8k
  • 1
  • 806

જમનાદાસ શેઠ અને એની પત્નિનું અકસ્માતમાં મૃત્યુ થયું. દિલના ઉદાર એવા શેઠે ખુલ્લા હાથે દાન-ધર્માદો કરેલો. ચાર દીકરા હતા શેઠને ! એના એક મિત્રને મરવા સમયે આપેલા વચન નિભાવવા એની દીકરીને દત્તક લીધેલી. ચારે વહુઓને આ દીકરી બહુ નડતી. દીકરી ફક્ત વારે-તહેવારે જ આવતી. એ પણ બધાના વર્તનને સમજતી પણ શેઠની ભલમનસાઈ એને ત્યાં ખેંચી લાવતી. જ્યારે આ દીકરીને એના આ મા-બાપના મોતની જાણ થઈ ત્યારે એને તો બહુ મોટો આઘાત લાગ્યો. એ એના સાસરીપક્ષના સાથે શબની અંતિમવિધિમાં આવી. હરકોઈને દેખાડવા બેનને બધાએ બહુ સાચવી. જેવી બધી વિધી પૂરી થઈ કે ચારે ભાઈનો પરિવાર અને દીકરીની