લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-17 નોંધ: આ ચેપ્ટરના અંતમાં સિદ્ધાર્થની સગાઈને લગતી એક નાનકડી હિંન્ટ મૂકવામાં આવી છે. વાચકો શોધી બતાવે તો ખરાં. (જો મળી જાય તો કોમેન્ટમાં અવશ્ય લખજો). “શું ખબર આ છોકરો કેમ આવું બિહેવ કરે છે...!?” વધું એક વખત આરવને કૉલ કર્યાબાદ પણ જ્યારે તેણે લાવણ્યાનો ફોન ના ઉઠાવતાં તેણી કંટાળી ગઈ. ગરબામાં જવાનો સમય થઈ ગયો હતો. આરવ અને લાવણ્યાના ગ્રૂપના ફ્રેન્ડ્સ જેઓએ સાથે ગરબામાં જવાનું નક્કી કર્યું હતું. તેઓ નક્કી થયાં એસજી હાઇવે ખેતલાપા ટી-સ્ટૉલ ભેગાં પણ થઈ ગયાં હતાં. આરવ અને લાવણ્યાના ગ્રૂપના બધાં તૈયાર થઈ ટોળુંવળીને ઊભાં હતાં. જ્યારે બધાંથી કંટાળેલી અને વિચારે ચઢેલી લાવણ્યા