આપણાં મહાનુભાવો - ભાગ 18 - શ્રી રંગ અવધૂત મહારાજ

  • 6.9k
  • 2.1k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો લેખિકા:- શ્રીમતી સ્નેહલ જાની ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીની શરૂઆતમાં ભારતનાં જેટલા સંતો છે એમાંના મોટા ભાગના તેમનાં વિદ્યાર્થી અને યુવાવસ્થામાં દેશની સ્વતંત્રતાની ચળવળમાં જોડાયેલા હતા. આવા જ એક સંત જેમનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ આદરપૂર્વક નામ લેવાય છે, એ સંત શ્રી રંગ અવધૂતનો આજે ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે પરિચય મેળવીએ. શ્રી રંગ અવધૂતનો જન્મ 21 નવેમ્બર 1898, કારતક સુદ નોમનાં રોજ ગુજરાતના ગોધરા મુકામે થયો હતો. જન્મ સમયે તેમનું નામ પાંડુરંગ વિઠ્ઠલ વળામે હતું. તેમનાં પિતાનું નામ વિઠ્ઠલ પંત અને માતાનું નામ કાશીબેન હતું.તેઓ હિંદુ ધર્મના દત્તપંથ (દત્તાત્રેયની ગુરૂચરિત્ર પરંપરા)ના સંત કવિ હતા. તેમને ગુજરાતમાં દત્ત પંથના