ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-8.

(64)
  • 4.6k
  • 3
  • 2.3k

"કોણ છવાયેલું છે? સવારથી મને લાગ્યું કે તું ખોવાયેલી ખોવાયેલી છે."અહાનાએ આવીને પુછ્યું.કિઆરા અચાનક આમ પ્રશ્ન પુછાવાના કારણે ભડકી ગઇ. "ચલ મારા રૂમમાં."કિઆરા અહાનાને તેના રૂમમાં લઇ ગઇ.તે અહાનાને પોતાના રૂમમાં લઇ ગઇ અને દરવાજો બંધ કર્યો.તેણે તેના લેપટોપમાં ગુગલ ઓપન કરીને સર્ચ કર્યું ' એલ્વિસ બેન્જામિન' ગુગલમાં તુરંત જ એલ્વિસના ઢગલાબંધ ફોટોગ્રાફ્સ અને તેના ડાન્સના વીડિયો આવી ગયાં.તેના વિશે તેણે વિકિપીડિયામાં વાંચ્યું. "ઓહ,બોલીવુડ અને હોલિવુડનો નંબર વન કોરીયોગ્રાફર છે.તેને ડેશિંગ." કિઆરાને બોલતા અટકાવીને અહાના બોલી, "ઓહો,આના વિશે સર્ચ કેમકરે છે?તું નથી ઓળખતી તેને?હા,તને તો ફિલ્મોમાં બિલકુલ રસ નથી.કિઆરા,આ છે એલ્વિસ બેન્જામિન ધ ડેશિંગ સુપરસ્ટાર.તે છે તો કોરીયોગ્રાફર પણ તે