લવ રિવેન્જ-2 Spin Off - Chapter 18

(46)
  • 6.2k
  • 1
  • 2.2k

લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-18 ત્રીજા નોરતે....! (સગાઈના દિવસે) વહેલી સવારે.... “તું મેહતાં ડેરીવાળાંને પૂછીલે કે મોહનથાળ કેટલાં વાગે મોકલાવે છે..!?” કરણસિંઘ સિદ્ધાર્થને ઇન્સટ્રકશન આપી રહ્યાં હતાં “અને દૂધીનો હલવો પણ કીધો છે...!” “હાં...! હું....વાત કરી લવ છું...!” સિદ્ધાર્થ બોલ્યો. ડ્રૉઇંગરૂમમાં સોફાં પાસે ઊભાં રહીને કરણસિંઘ ઘરમાં સગાઈના ફંક્શનની તૈયારીઓ મેનેજ કરી રહ્યાં હતાં. “અને આ લાટ સાહેબને જગાડો હવે..!” કરણસિંઘ સોફામાં સૂતેલાં આરવને જોઈને ચિડાયેલાં સ્વરમાં બોલ્યાં. “અમ્મ...! પપ્પા એ હમણાંજ અમદાવાદથી ડ્રાઇવ કરીને આયો છે...!” સિદ્ધાર્થ બોલ્યો “બે-ત્રણ કલ્લાક ઊંઘી લેવાંદો એને...! એમ પણ મે’માન તો હજી બપોરે આવાનાં છેને...! હજીતો સાતજ વાગ્યા છે...!”