ગમતાંનો કરીએ મલાલ - 2

(39)
  • 2.9k
  • 2
  • 1.3k

ગમતાંનો કરીએ મલાલ.’પ્રકરણ-બીજું/૨ફાઈલ મૌલિકના હાથમાં આપ્યાં પછી, ડોકટર સુભદ્રાબેનની સામું જોઈ બે ઘડી ચુપ રહેતાં સુભદ્રાબેનની આંખમાં ઝળઝળિયાં આવવાના બાકી હતાં... ત્યાં ડોકટર બોલ્યાં... ‘આ રીપોર્ટસ જોઇને મને નવાઈ લાગે છે કે, ત્રેસઠ વર્ષે કોઈ માણસ આટલો સ્વસ્થ કઈ રીતે રહી શકે ? હી ઈઝ અબ્સોલ્યુલી ફિટ એન્ડ ફાઈન.’આટલું સાંભળતા તો સુભદ્રાબેનની આંખોથી હર્ષાશ્રુની જલધારા વહેવાં લાગી..એટલે તરત જ જમનાદાસ સુભદ્રાને સંબોધતા બોલ્યા.. ‘લ્યો.. સરકાર હવે તમારાં હૈયે ટાઢક વળી ? છતાં ઢીલાં હ્રદયના સુભદ્રાબેને તેની શંકાના સચોટ સમાધાન માટે ડોકટરને પૂછ્યું..‘તો પછી દાસજીને આ નબળાઈ અને બેચેની જેવું કેમ લાગે છે, સાહેબ ?‘ઉંમર, બહેન ઉંમર. અંતે ઉંમર ઉંમરનું કામ કરે કે