લવ રિવેન્જ-2 Spin Off - Chapter 19

(48)
  • 6.7k
  • 2
  • 2.1k

લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-19 “કોની જોડે જઈ આવી ગઈ કાલે...!?” “કોની જોડે જઈ આવી ગઈ કાલે...!?” કૉલેજ કેમ્પસમાં આવતાંવેંતજ અંકિતાએ લાવણ્યાને જે રીતે પૂછ્યું હતું, લાવણ્યાના કાનમાં હજીપણ એ શબ્દોના પડઘા પડી રહ્યાં હતાં. આગલી રાત્રે લાવણ્યા પાર્થ વગેરે જોડે મણિનગર ગરબા સેલિબ્રેશનમાં ગઈ હતી.“તને શરમ નઈ આવતી.!?” “પાર્થ...યશ...! આવાં લોકોને ચોંટતાં...!? એમને વળગતાં..!? તું..તું...એ લોકોને તારાં શરીરને ટચ પણ કેમની કરવાં દેછે...!? હેં...!? ગંદુ નઈ લાગતું તને...!?” આરવે આગલી રાત્રે કહેલાં એ શબ્દો હજીપણ લાવણ્યાના કાનમાં ગુંજી રહ્યાં હતાં. “કોની જોડે જઈ આવી ગઈ કાલે...!?”રાતની એ ઘટનાને લીધે ઓલરેડી લાવણ્યા મૂડલેસ હતી ત્યાં બીજાં દિવસે સવારે કોલેજ કેન્ટીન તરફ જઈ