ચમત્કાર

(12)
  • 4.1k
  • 3
  • 1.1k

વિચાર કરતાં કરતાં આજે હું ઘણી દૂર ચાલી ગઈ.. મારા ભૂતકાળમાં.... મારા ગામડે... શહેરની ગલીઓ વચ્ચે અટવાયેલી હું મારા મીઠાં-મધુરા ગામને કઈરીતે ભૂલી શકું..?? ન જ ભૂલી શકું...!! મારું ઘર ગામની સીમાડે હતું... શહેરના કોલાહલથી દૂર ત્યાં નિરવ શાંતિ છવાયેલી રહેતી.. મારા ઘરની બાજુમાં જ એક ભીખી બા પોતાના દિકરા-વહુ અને પૌત્ર સાથે નાનકડા ઘરમાં રહેતા. દિકરો-વહુ અને પૌત્ર એક દિવસ બહારગામથી પાછા વળી રહ્યા હતા અને અચાનક તેમને ગોઝારો અકસ્માત થયો. દિકરો અને વહુ ત્યાં ને ત્યાં સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા, ભીખીબાનો પૌત્ર બચી ગયો પરંતુ તેને બંને પગમાં ભયંકર ઈજા પહોંચી, જે ઑપરેશન કરવામાં આવે તો બરાબર