વિશ્વાસ - ભાગ-15

  • 2.3k
  • 1k

આપણે આગળના અંકમાં જોયું કે રાધિકા ગેસ્ટહાઉસ જોવા માટે જાય છે ત્યાંથી પાછી આવતી નથી,માધવ રાધિકાને ખુબ શોધે છે પણ ક્યાંય મળતી નથી, તેના સાસુ જાણતા હોય છે છતાં કહેતા નથી.હવે આગળ..) ભાગ-15 પુનઃમિલન બે દિવસ થઇ ગયા પણ રાધિકાનો કોઈ પત્તો નથી,માધવે પોલીસ માં ફરિયાદ નોંધાવી પણ પોલીસ ને પણ કઈ જાણકારી મળતી નથી,પાણી વગર માછલી જેમ તડપે તેવી જ રીતે માધવ રાધિકા વિના તડપતો હતો. માધવ સોફામાં બેસીને રડતો હતો ત્યાં તેના મમ્મી આવે છે અને બોલે છે, "માધવ તુએ કેવી હાલત બનાવી દીધી છે તે બે દિવસથી ખાધું પણ નથી અને કશું બોલતો પણ નથી,દીકરા એમ તો