નબળી: રાજવીની સંઘર્ષ કથા - 10

(12)
  • 2.4k
  • 1
  • 1.1k

(10) ડ્રોઈંગરૂમમાં દમયંતીબા, રમેશભાઈ, નયનાબેન અને નિહાલ લગ્નમાં આવેલી ગીફટ ખોલી રહ્યા હતા અને જોવાની સાથે એક નોટમાં નોંધ કરી રહ્યા હતા અને કોને કેટલી શીખ કરવી તે પણ નક્કી કરી રહ્યા હતા. વનિતા બધા માટે ચા જોડે ભજીયાનો નાસ્તો લાવી. એક પ્લેટ બનાવી રાજવીને તેના રૂમમાં આપી. બધા ચા નાસ્તાને ન્યાય આપવા લાગ્યા. પછી વનિતા પણ તે ગીફટસ ખોલવામાં મદદ કરવા લાગી. દમયંતીબા બોલ્યા કે, "વહુ બેટા, તને જે ગમે તે લઈ લે જો. તારા સિવાય વાપરનાર પણ કોણ છે આ ઘરમાં?" "ના દાદી, આમ જ મૂકી રાખો. મારી પાસે તમે આપેલું ઘણું બધું છે. આ બધું તો રાજવીના