જીવન સાથી - 4

(33)
  • 8.7k
  • 1
  • 6k

આપણે પ્રકરણ-3 માં જોયું કે, આન્યા જેટલી ભણવામાં હોંશિયાર હતી તેટલી જ ચેસ રમવામાં પણ પાવરધી હતી. વેકેશન પડે એટલે બાપ-બેટીની ચેસની રમત ચાલુ થઈ જ જાય અને આન્યા સાથે ચેસ રમવા માટે ડૉ.વિરેન મહેતા પોતાના ક્લિનિક ઉપરથી વહેલા જ ઘરે આવી જતાં. આજે ચેસ રમતાં રમતાં બાર સાયન્સ પછી શેમાં અને કઈ જગ્યાએ ઍડમિશન લેવું તેની ચર્ચા બાપ-બેટી વચ્ચે ચાલી રહી હતી. ડૉ.વિરેન મહેતા દીકરીને એમ.બી.બી.એસ. ન કરવા અને આઈ.ટી. એન્જીનિયરીંગ કરી ફોરેઈન જવા માટે સમજાવી રહ્યા હતાં. પરંતુ આન્યા પોતાના વિચાર ઉપર અડીખમ જ હતી કે તે પોતાના પપ્પા જેવી એક કાબેલ ડૉક્ટર જ બનશે અને અહીં ઈન્ડિયામાં