OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Jivan Sathi by Jasmina Shah | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. જીવન સાથી - Novels
જીવન સાથી by Jasmina Shah in Gujarati
Novels

જીવન સાથી - Novels

by Jasmina Shah Matrubharti Verified in Gujarati Love Stories

(713)
  • 63.4k

  • 104.9k

  • 61

આજ રોજ આપ સૌની સમક્ષ હું એક નવી નવલકથા મૂકવા જઈ રહી છું. જેનું નામ છે." જીવન સાથી " મને આશા છે કે આપ સૌને તે જરૂરથી પસંદ આવશે. આપ સૌ તે વાંચીને તેના વિશેના પ્રતિભાવ આપતા ...Read Moreતેવી આપ સૌને વિનંતી છે. આ એક પ્રેમકથા છે. બરાબર આઠ વાગ્યા છે અને ડૉ.વિરેન મહેતા, શહેરના ખ્યાતનામ ડૉક્ટર પોતાના ક્લિનિક ઉપરથી ઘરે આવે છે અને તેમની પત્ની મોનિકા, જે એક ડાયેટીશીયન છે તે તરત જ તેમને ટકોરે છે કે, "ક્યાં છે તમારી લાડલી..?? ફોન કરો એને સવારની ગઈ છે ઘરેથી પિક્ચર જોવાનું કહીને આઠ વાગ્યા હજી સુધી આવી નથી. ડૉ.વિરેન મહેતા: આવી જશે હમણાં, આટલી બધી બૂમાબૂમ શું કામ કરે છે..?? મોનિકા: અરે અત્યારે જમાનો ખૂબ ખરાબ છે, ધ્યાન રાખવું જ પડે છોકરીઓનું.

Read Full Story
Download on Mobile

જીવન સાથી - Novels

જીવન સાથી - 1
" જીવન સાથી " પ્રકરણ-1નમસ્તે, મારા પ્યારા વાચક મિત્રો 1. પ્રિયાંશી2. વરસાદી સાંજ3. જીવન એક સંઘર્ષ4. સમર્પણ5. પારિજાતના પુષ્પ6. ધૂપ-છાઁવ7. પરીઆ બધીજ મારી નવલકથાઓને આપ સૌએ ભરપૂર પ્રેમ આપ્યો છે તે બદલ હું આપ સૌની દિલથી ખૂબજ આભારી ...Read Moreરોજ આપ સૌની સમક્ષ હું એક નવી નવલકથા મૂકવા જઈ રહી છું. જેનું નામ છે." જીવન સાથી " મને આશા છે કે આપ સૌને તે જરૂરથી પસંદ આવશે. આપ સૌ તે વાંચીને તેના વિશેના પ્રતિભાવ આપતા રહેશો તેવી આપ સૌને વિનંતી છે. આ એક પ્રેમકથા છે.બરાબર આઠ વાગ્યા છે અને ડૉ.વિરેન મહેતા, શહેરના ખ્યાતનામ ડૉક્ટર પોતાના ક્લિનિક ઉપરથી ઘરે આવે છે
  • Read Free
જીવન સાથી - 2
આપણે પ્રકરણ-1 માં જોયું કે, શોર્ટ રેડ ટી-શર્ટ, બ્લુ હાફ પેન્ટ અને છુટ્ટા વાળમાં આન્યા એક બ્યુટી ક્વીનને પણ શરમાવે તેટલી સુંદર લાગી રહી હતી અને તેના ચહેરા પરની લાલી કહી આપતી હતી કે તે આજે ખૂબજ ખુશ છે ...Read Moreજેવી ઘરમાં પ્રવેશી કે તરત જ પોતાના પપ્પાને, "માય ડિયર ડેડ, આઈ લવ યુ " કહેતી વળગી પડી અને પોતાના ડેડને પૂછવા લાગી કે, " ડેડ, તમે આજે જલ્દી ઘરે આવી ગયા..?? " એટલે આન્યાની મમ્મી મોનિકા બેન ગુસ્સે થયા અને હાથ લૂછતાં લૂછતાં રસોડામાંથી બહાર આવ્યા અને આન્યાને બોલવા લાગ્યા કે, " એ વહેલા નથી આવ્યા બેન તમે મોડા આવ્યા
  • Read Free
જીવન સાથી - 3
આપણે પ્રકરણ-2 માં જોયું કે, આન્યાને સંયમ પોતાની કારમાં તેના ઘર સુધી ડ્રોપ કરવા આવે છે અને તેને પોતાની સાથે પોતાના અંકલને ત્યાં લઈ જવા માટે રીક્વેસ્ટ કરતાં કહે છે કે "મારી સાથે આવતીકાલે બરોડા મારા અંકલના ત્યાં ચલને" ...Read Moreઆન્યા પોતાના મોમ-ડેડને પૂછીને તેને જવાબ આપવા કહે છે. આન્યા પોતાના ડેડને આખા દિવસની બધીજ વાતો કરે છે અને પછી પોતાને ખૂબ થાક લાગ્યો હોય છે તેથી પોતાના રૂમમાં ચાલી જાય છે. આન્યા: (કેદીને કેદમાંથી મુક્તિ મળે અને તેને જે આનંદ અને સુકૂન મળે તેવો આનંદ અને સુકૂન અત્યારે આન્યા, બાર સાયન્સની ઍક્ઝામ આપ્યા પછી અનુભવી રહી હતી. અને ગીત ગણગણતાં
  • Read Free
જીવન સાથી - 4
આપણે પ્રકરણ-3 માં જોયું કે, આન્યા જેટલી ભણવામાં હોંશિયાર હતી તેટલી જ ચેસ રમવામાં પણ પાવરધી હતી. વેકેશન પડે એટલે બાપ-બેટીની ચેસની રમત ચાલુ થઈ જ જાય અને આન્યા સાથે ચેસ રમવા માટે ડૉ.વિરેન મહેતા પોતાના ક્લિનિક ઉપરથી વહેલા ...Read Moreઘરે આવી જતાં. આજે ચેસ રમતાં રમતાં બાર સાયન્સ પછી શેમાં અને કઈ જગ્યાએ ઍડમિશન લેવું તેની ચર્ચા બાપ-બેટી વચ્ચે ચાલી રહી હતી. ડૉ.વિરેન મહેતા દીકરીને એમ.બી.બી.એસ. ન કરવા અને આઈ.ટી. એન્જીનિયરીંગ કરી ફોરેઈન જવા માટે સમજાવી રહ્યા હતાં. પરંતુ આન્યા પોતાના વિચાર ઉપર અડીખમ જ હતી કે તે પોતાના પપ્પા જેવી એક કાબેલ ડૉક્ટર જ બનશે અને અહીં ઈન્ડિયામાં
  • Read Free
જીવન સાથી - 5
આપણે પ્રકરણ-4 માં જોયું કે,બાપ-બેટીની ચેસની રમત ચાલી રહી હતી અને એટલામાં સંયમ આવ્યો અને આન્યાની સામે એક ઓફર મૂકી કે, " હું, કંદર્પ અને સીમોલી હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂરમાં જઈ રહ્યા છીએ તો તારી આવવાની ઈચ્છા છે..?? " ...Read Moreમનમાં વિચારી રહી હતી કે, ઓફર તો સરસ છે ઈચ્છા પણ ગળા સુધીની છે પણ મમ્મી-પપ્પાની સંમતિ લેવી એ અઘરું કામ છે. અને આન્યાએ આશાભરી નજરે તરત જ મમ્મી-પપ્પાની સામે જોયું. આન્યાએ અને ડૉ.વિરેન મહેતાએ બંનેએ તરત જ પછી મોનિકા બેનની સામે જોયું. પણ આન્યાને અત્યારે જ જવાબ આપી દેવો યોગ્ય ન લાગ્યો એટલે તેણે સંયમને કહ્યું કે, " મને વિચારવાનો
  • Read Free
જીવન સાથી - 6
આપણે ગયા પ્રકરણમાં જોયું કે, આન્યા પોતાના ફ્રેન્ડસ સાથે હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂરમાં જવા માટે ખૂબજ ઉત્સુક હતી, હમઉમ્ર અને ફ્રેન્ડસ સાથે ફરવા જવાની મજા જ કંઈક ઓર હોય છે..... પરંતુ દીકરી મોટી થાય એટલે તેની ચિંતા દરેક માતા-પિતાને ...Read Moreતેમ વિરેન મહેતાને પણ સતાવી રહી હતી અને પથ્થર દિલના પુરુષને પણ પોતાની દીકરીની વાત આવે એટલે આંખમાંથી ધડ ધડ આંસુ વહેવા લાગે તેમ ડૉ.વિરેન મહેતા થોડા ઈમોશનલ અને દુઃખી થઈ ગયા તેમજ મોનિકા બેનની આંખમાં પણ આંસુ આવી ગયાં. વાતાવરણ થોડું શાંત અને ગંભીર થઈ ગયું પણ આન્યા તેમ ચૂપ રહે તેમ ન હતી એટલે હસતાં હસતાં તરત જ
  • Read Free
જીવન સાથી - 7
આપણે પ્રકરણ-6 માં જોયું કે, પંદર દિવસ તો ક્યાં પૂરા થઈ ગયા તેની કોઈને ખબર જ ન પડી..!! અને આન્યાની હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂર પણ પૂરી થઈ ગઈ અને ઘરે પાછા આવવાનો સમય પણ થઈ ગયો. આન્યાએ તેમજ તેના ...Read Moreખૂબજ મજા કરી આખીયે ટ્રીપ ખૂબ એન્જોય કરી, ખૂબ ફોટોગ્રાફ્સ પણ લીધાં. જિંદગીને જાણે આ પંદર દિવસમાં, જીવી લીધી અને માણી પણ લીધી...!! બસ હવે બધાજ ફ્રેન્ડ્સ ફ્લાઇટમાં ગોઠવાઈ ગયા હતાં અને ફ્લાઈટ ટેક ઓવર થઈ ગયુ હતું કલાકોની ગણતરીમાં ફ્લાઇટ અમદાવાદના એરપોર્ટ ઉપર લેન્ડ પણ થઈ જશે. પણ અચાનક, અચાનક આ શું થઈ ગયું...?? એક જબરદસ્ત ધડાકા સાથે ફ્લાઈટ
  • Read Free
જીવન સાથી - 8
ડૉ. વિરેન મહેતા ખૂબજ નિરાશ થઈ ગયા અને ભાંગી પડ્યા. શું કરવું ? કંઈજ તેમને સૂઝતું ન હતું. હવે તો ઈશ્વર કરે તે જ ખરું...!! તેમ વિચારી રહ્યાં હતાં. એટલામાં તેમના સેલફોનમાં રીંગ વાગી જોયું તો મોનિકા બેનનો ફોન ...Read Moreશું કરવું ? શું જવાબ આપવો મોનિકાને ? શું કહેવું ? ડૉ. વિરેન મહેતાની હિંમત ચાલતી નહોતી. તેમણે બે વખત તો ફોન ઉઠાવ્યો જ નહીં પરંતુ મોનિકા તો ઉપરાછાપરી ફોન ઉપર ફોન કરી રહી હતી એટલે ફોન ઉઠાવ્યા વગર છૂટકો પણ ન હતો. ડૉ. વિરેન મહેતા: (મોનિકાનો ફોન ઉઠાવે છે.) મોના, આપણી આન્યા.... આપણી આન્યા.... એમનો દર્દનાક અવાજ સાંભળીને જ
  • Read Free
જીવન સાથી - 9
આન્યા બચી તો જાય છે પણ બેભાન અવસ્થામાં છે તે ભાનમાં ક્યારે આવશે તે નક્કી નથી અને ભાનમાં આવ્યા બાદ તેનો ભૂતકાળ તેને યાદ હશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે. ડૉક્ટર સાહેબ દિપેનને સમજાવતાં કહે છે કે, ...Read Moreતેની જવાબદારીમાંથી મુક્ત થવું હોય તો તમે પોલીસમાં કમ્પલેઈન લખાઈ શકો છો અને તેને તમે સરકારી હોસ્પિટલમાં પણ દાખલ કરી શકો છો." દિપેન કંઈક ઉંડા વિચારમાં ડૂબી જાય છે કે, શું કરવું કંઈ ખબર પડતી નથી ? ઘણુંબધું વિચાર્યા બાદ તેણે નક્કી કરી લીધું કે, આ છોકરીને મારે કોઈ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવી નથી તેની હું ઘરે જ સારવાર કરાવીશ
  • Read Free
જીવન સાથી - 10
દિપેને આન્યાને ભાનમાં લાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે ભાનમાં આવી શકી નહીં. તેનાં માથામાંથી અને આખા શરીર ઉપરથી લોહી વહ્યે જતું હતું એટલે તેને ખભે ઉપાડીને તે પોતાના ઘરે લઈ આવ્યો. આન્યાને માથામાં ઘા પડ્યો હતો તેની પાટાપીંડી ...Read Moreબાદ તેને માથામાંથી લોહી નીકળતું બંધ થઈ ગયું હતું અને શરીર ઉપરથી પણ લોહી નીકળતું બંધ થઈ ગયું હતું પણ તે હજુ ભાનમાં આવી ન હતી. દિપેન નિર્દોષ, સારા ઘરની દેખાતી ભોળી ભાળી, દેખાવમાં સુંદર આન્યાને પોલીસને સોંપવા કે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માંગતો ન હતો. દિપેન રહેતો હતો તે ખૂબજ નાનકડું ગામડું હતું તેથી ગામના માણસો થોડા સંકુચિત માનસ
  • Read Free
જીવન સાથી - 11
આન્યાને દિપેને પોતાના ઘરે રાખી છે તેવી ખબર પડતાં જ ગામવાળા દિપેનને મારવા માટે આવ્યા અને તેના ઘરમાં તોડફોડ કરીને તેનું નુકસાન પણ કર્યુ. દિપેને શાંતિથી ગામવાળાને સમજાવ્યા કે, કયા કારણથી તેણે આવી કોઈ છોકરીને એટલે કે આન્યાને પોતાના ...Read Moreરાખી છે અને પોતે તેને પોતાની નાની બહેન સમજે છે તેમ પણ જણાવ્યું. વધુમાં દિપેને કહ્યું કે, "બસ, હું ખાલી સમયની રાહ જોતો હતો કે ક્યારે તે ભાનમાં આવે અને તેનાં માતા-પિતા ક્યાં છે તે જણાવે જેથી હું તેને તેનાં માતા-પિતાના હાથમાં હેમખેમ સોંપીને આવું. દિપેનની આ વાત સાંભળીને ગામનાં લોકો શાંત પડી ગયા અને તેમના મનમાં જે ભ્રમ હતો
  • Read Free
જીવન સાથી - 12
દિવસો ઉપર દિવસો પસાર થયે જતાં હતાં પરંતુ આન્યાના કોઈ સમાચાર હજી ડૉ.વિરેન મહેતાને અને મોનિકા બેનને મળ્યાં ન હતાં. તેથી બંને ખૂબજ ઉદાસ રહેતાં હતાં. આ બાજુ દિપેન પણ આન્યાને જલ્દીથી સારું થઈ જાય અને તે જલ્દીથી ભાનમાં ...Read Moreજાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો. પરંતુ આન્યાની પરિસ્થિતિમાં કોઈ ફરક દેખાતો ન હતો. દિપેને આજે ડૉક્ટર સાહેબને ફોન કરીને પૂછ્યું પણ ખરું કે, આન્યાને સારું તો થઈ જશે ને ? અને તે ભાનમાં ક્યારે આવશે ? એટલે ડૉક્ટર સાહેબે પણ એવું જ કહ્યું કે આન્યાને સારું તો થઈ જશે પણ ક્યારે થશે અને તે ક્યારે તે ભાનમાં આવશે
  • Read Free
જીવન સાથી - 13
સૂર્યનું પહેલું કિરણ આન્યાની આંખ ઉપર પડતાં જ આન્યાના શરીરમાં સળવળાટ થયો અને તે ફરીથી બબડાટ કરવા લાગી. તે શું બોલી રહી હતી તેનું તેને પોતાને કંઈજ ભાન ન હતું. રાત્રે બે વખત પોતાની સાથે આવું જ બન્યું હતું ...Read Moreસંજુના મગજમાં એ વાત ઘર કરી ગઈ હતી. તેથી આ વખતે આન્યાનો અવાજ સાંભળતાં જ સંજુની આંખ ખુલી ગઈ અને તે સફાળો બેઠો થઈ ગયો અને દિપેનની સામે જોવા લાગ્યો કે દિપેન તો કંઈ બબડી રહ્યો નથીને ? ના, દિપેન તો ઘસઘસાટ ઉંઘે છે અને આ દિપેનનો અવાજ પણ નથી આ ચોક્કસ પેલી છોકરીનો જ અવાજ છે તે વાતની સંજુને
  • Read Free
જીવન સાથી - 14
આન્યા ભાનમાં આવી જાય છે અને કુતૂહલપૂર્વક દિપેનને પૂછે છે કે, "તમે ક્યાંથી મને અહીંયા લઈ આવ્યા અને મને માથામાં અને આખા શરીર ઉપર શું વાગ્યું છે?" દિપેન આન્યાના આ પ્રશ્નથી થોડો હચમચી ગયો કે આ નાદાન છોકરીને પોતાની ...Read Moreવાત યાદ નથી કે શું અને તે ફ્લાઇટમાં મુસાફરી કરતી હતી અને તે ફ્લાઈટ ક્રેશ થઈ ગયું અને પોતે બચી ગઈ છે શું આમાંની કોઈપણ વાત આ છોકરીને યાદ નહીં હોય? ઑ માય ગૉડ, હવે શું? અને તેને પોતાનું નામ તો યાદ હશેને? કે એ પણ નહીં હોય? અને નહીં હોય તો તેનાં મમ્મી-પપ્પા પાસે હું તેને કઈ રીતે પહોંચાડીશ?"
  • Read Free
જીવન સાથી - 15
આ બાજુ કંદર્પ અને સીમોલીની તબિયત એકદમ સરસ હતી અને તેમને હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે પણ લાવી દીધા હતા પરંતુ આન્યાના પપ્પા ડૉ.વિરેન મહેતા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ખાઈને પણ હવે થાકી, હારી અને કંટાળી ગયા હતા પરંતુ આન્યાના ...Read Moreસમાચાર ન હતા તેથી તેમની મન:સ્થિતિ ખૂબજ બગડતી જતી હતી. તેમની તબિયત થોડી વધુ ગંભીર બનતી જતી હતી અને તે ડિપ્રેશનમાં આવી ગયા હતાં મોનિકા બેનને તો શું કરવું હવે ક્યાં જવું તે જ સમજમાં આવતું ન હતું ફકત ભગવાન ઉપર પૂરેપૂરો ભરોસો હતો કે મારી આન્યા ચોક્કસ સહી સલામત હશે પણ તે ક્યારે મને મળશે અને મળશે પણ ખરી
  • Read Free
જીવન સાથી - 16
અને એ દિવસે રાત્રે જ જાણે કંઈ ચમત્કાર થયો હોય તેમ આન્યા અડધી રાત્રે ફરીથી ઝબકીને જાગી ગઈ અને મનમાં ને મનમાં કંઈક ને કંઈક બબડવા લાગી.દિપેન પણ સફાળો જાગી ગયો અને તેની બાજુમાં જઈને ઉભો રહી ગયો અને ...Read Moreબોલેલા શબ્દો ધ્યાનથી ઉકેલવા પ્રયત્ન કરી રહ્યો હતો.આન્યા: પપ્પા બચાવો, પપ્પા બચાવો બચાવો, પપ્પા મને બચાવી લો...અને પાછી ચૂપ થઈ ગઈ.દિપેનને આજે ખૂબજ નવાઈ લાગી અને આનંદ પણ થયો અને આશા પણ બંધાઈ કે, હાશ હવે કદાચ આન્યાને બધું જ યાદ આવી જશે.અને થોડી વાર તે આન્યા ફરીથી કંઈ બોલે છે તે સાંભળવા માટે ત્યાં જ ઉભો રહ્યો પરંતુ એટલીવારમાં
  • Read Free
જીવન સાથી - 17
મોનિકા બેન પણ માં અંબેને ખૂબ માનતા હતા તેમણે તો બાધા પણ રાખી હતી કે, આન્યા તેમને પાછી મળી જશે તો તે માં અંબેના દરબારમાં તેને લઈને આવશે અને તેના હાથે માં અંબેને ચાંદીનું છત્ર ચઢાવશે. અને અચાનક તેમને ...Read Moreમાં અંબેનો હુકમ થયો હોય તેમ તેમણે પણ ડૉ. વિરેન મહેતાને પોતાને અંબાજી લઈ જવા માટે ફોર્સ કર્યો અને વિરેન મહેતાને લઈને અંબાજી પહોંચ્યા. દર્શનાર્થીની લાઈનમાં મોનિકા બેન અને ડૉ. વિરેન મહેતા આગળ હતા અને તે જ લાઈનમાં તેનાથી થોડેક જ પાછળ ઉભા હતા આન્યા, દિપેન અને સંજુ. માં અંબેના નામની ધૂન ચાલી રહી હતી અને આખુંય વાતાવરણ માં અંબેના
  • Read Free
જીવન સાથી - 18
આન્યા: આ જગ્યા જોઈને મને એવું લાગે છે કે હું પહેલા અહીંયા બહુ વખત આવેલી છું. સંજુ: તને આટલું જ યાદ આવે છે કે બીજું કંઈ પણ યાદ આવે છે કે તું પહેલા કોની સાથે અહીં આવી હતી ? ...Read Moreદિપેન ભાઈ સાથે જ આવી હોઉં ને વળી બીજા કોની સાથે આવવાની ? દિપેન: સંજુ બસ હવે, અત્યારે ક્યાં આ બધી વાતો કરે છે તું પણ અને ચલો હવે અહીંયા ધ્યાન આપો આપણો નંબર આવશે હવે. તેમનો નંબર આવ્યો એટલે દિપેન, આન્યા અને સંજુ એક જ રોપ-વેમાં સામ સામે ગોઠવાઈ ગયા. રોપ-વેએ થોડી સ્પીડ પકડી અને અધવચ્ચે પહોંચ્યું ત્યાં તો
  • Read Free
જીવન સાથી - 19
મોનિકા બેનની સ્પીડ એક્સપ્રેસ કરતાં પણ વધી ગઈ અને આ સ્પીડ સાથે તે દિપેન અને આન્યા જ્યાં બેઠેલા હતા ત્યાં પહોંચી ગયા. આન્યાને જોઈને જ મોનિકા બેનની આંખો આશ્ચર્ય ચકિત થઈ ગઈ અને એકસાથે તેમને રડવું કે હસવું કે ...Read Moreકરવું તેની કંઈજ ખબર ન પડી તેમનાં મોઢામાંથી શબ્દો સરવાની રાહ જોઈ રહ્યા હતા પણ જાણે તેમની વાચા છીનવાઈ ગઈ હોય તેમ શબ્દો મોંમાંથી નીકળી રહ્યા ન હતા. તેમને શું બોલવું કંઈજ સમજાઈ રહ્યું ન હતું. આન્યાને જોઈને તે આન્યાને જેમ ગાય પોતાના વાછરડાને પંપાળે તેમ પંપાળવા લાગ્યા અને પપ્પીઓ કરવા લાગ્યા. તે આન્યાને આખાય શરીર ઉપર પંપાળી રહ્યા હતા
  • Read Free
જીવન સાથી - 20
ડૉ. વિરેન મહેતા: મેં એરપોર્ટના કેટલા ધક્કા ખાધા છે ? ધક્કા ખાઈ ખાઈને મારી ચંપલ પણ ઘસાઈ ગઈ પરંતુ એક આશા મારા હ્રદયમાં જીવંત હતી કે તું મને ગમે ત્યારે મળી જઈશ અને ચોક્કસ મળીશ મારા ભગવાન ઉપર અને ...Read Moreમારી માં અંબે ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ હતો અને એટલે જ હું જીવતો રહ્યો નહીં તો ક્યારનોય ઉપર પહોંચી ગયો હોત બેટા પણ હવે હવે તું મળી ગઈ છે ને એટલે બધું બરાબર થઈ જશે મારી તબિયત પણ સારી થઈ જશે. હું તારી માંને દરરોજ કહેતો હતો કે, મારી આન્યા મને ખૂબ યાદ કરે છે અને પછી મારી નજર સામે
  • Read Free
જીવન સાથી - 21
ડૉ. વિરેન મહેતા તેમજ મોનિકા બેન થોડા ચિંતામાં પડી ગયા પણ પછી દિપેને તેમને સમજાવ્યું કે, તમે મારી સાથે મારા ઘરે આવો આન્યાની દવા ચાલે છે તે ડૉક્ટર સાહેબને પણ મળી લો અને મારા ગામવાસીઓને પણ મળી લો તેમજ ...Read Moreતમારી સાથે તમારા ઘરે લઈ જવા માટે તેમની પાસેથી સંમતિ મેળવી લો અને ત્યારબાદ તમે આન્યાને તમારી સાથે લઈ જઈ શકો છો. " આ બધી જ વાતો ચાલી રહી હતી અને આન્યા એકદમથી ભાનમાં આવી એટલે આટલા બધા માણસો પોતાની આજુબાજુ જોઈને દિપેનને પૂછવા લાગી કે, મને શું થયું છે ? કેમ અહીંયા આટલી બધી ભીડ ભેગી થઈ છે ?
  • Read Free
જીવન સાથી - 22
દિપેન પણ પોતાની નોકરી છોડીને જઈ શકે તેમ નથી તેથી આન્યાને ફરીથી ખૂબ સમજાવે છે કે, " તું થોડા દિવસ મમ્મી-પપ્પાની સાથે તેમના ઘરે જા પછીથી હું તને લેવા માટે આવીશ પરંતુ આન્યાના મનમાં એક જ વાત છે કે, ...Read Moreતેમનાં ઘરે નહીં જવું" અને આન્યા ડૉ. વિરેન મહેતા તેમજ મોનિકા બેન સાથે જવાની ચોખ્ખી "ના" પાડી દે છે એટલું જ નહીં દિપેનને વળગીને રડવા લાગે છે. આન્યાની આ પરિસ્થિતિથી ડૉ. વિરેન મહેતા સમજી જાય છે કે, આન્યા દિપેનને જ પોતાનો સગો ભાઈ માને છે અને તેના ઘરને જ પોતાનું ઘર માને છે અને આ હકીકતમાંથી બહાર તેને લાવવી હશે
  • Read Free
જીવન સાથી - 23
ડૉ. જીનલ શાહ આન્યાને સમજાવવાની કોશિશ કરે છે, " આન્યા બેટા, સાંભળ આ તારા મમ્મી-પપ્પા છે અને તારે થોડા સમય માટે અહીં તેમની સાથે રહેવું પડશે કારણ કે આ તારો ભાઈ દિપેન છે ને તેને એક મહિના માટે બહારગામ ...Read Moreથયું છે તો તું તારા મમ્મી-પપ્પાની સાથે રહીશને બેટા ? "અને આન્યા ફરીથી નકારમાં માથું ધુણાવતી ધુણાવતી દિપેનને વળગી પડે છે જાણે કે તે કહેવા માંગતી હોય કે, ભાઈ મને પણ સાથે લઈને જ જા...ફરીથી આ ની આ જ વાત ડૉ. જીનલ શાહે આન્યાને સમજાવવાની કોશિશ કરી અને છેવટે આન્યાએ દિપેનને પોતાના ઘરે જવાની સંમતિ આપી અને સાથે એવી શર્ત
  • Read Free
જીવન સાથી - 24
મોનિકા બેન આન્યાના મોંમાંથી સરી પડેલા "મોમ" શબ્દથી ભાવવિભોર થઈ જાય છે અને આન્યાને માથે હાથ ફેરવતાં કહે છે કે, " ધીમે ધીમે તને બધું જ યાદ આવી જશે બેટા અત્યારે તું નાહી ધોઈને તૈયાર થઈ જા અને તારા ...Read Moreકપડા પહેરી લે આજે તને મળવા માટે તારા ફ્રેન્ડસ આવવાના છે. " અને આન્યા રેડી થવા માટે પોતાના વોશરૂમમાં જાય છે. મોનિકા બેન તેમજ ડૉ. વિરેન મહેતા ઘણી રાહત અનુભવે છે.. આન્યાને મળવા માટે તેના ફ્રેન્ડસ સંયમ, કંદર્પ અને સીમોલી જે તેની સાથે હોંગકોંગ બેંગકોકની ટૂરમાં ગયા હતા તે ત્રણેય આવે છે એટલે મોનિકા બેન આન્યાને કહે છે કે, તું
  • Read Free
જીવન સાથી - 25
મોનિકા બેન આન્યાને પોતાના બેડરૂમમાં લઈ ગયા જ્યાં ડૉ. વિરેન મહેતા પોતાના ક્લિનિક ઉપર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. આન્યા પોતાના ડેડને વળગીને ખૂબજ રડવા લાગી. ડૉ‌ વિરેન મહેતાની આંખમાં પણ આંસુ આવી ગયા અને એક હ્રદયદ્રાવક દ્રશ્ય ...Read Moreગયું.ડૉ‌. વિરેન મહેતાએ આન્યાને શાંત પાડી અને મોનિકા બેનને તેની દવા તેને આપવા કહ્યું જેથી આ બધી વાતોની આડ અસર તેના દિલોદિમાગ ઉપર ન પડે અને તે બિલકુલ નોર્મલ જ રહે.અને પછી ડૉ. વિરેન મહેતા આન્યાને પૂછવા લાગ્યા કે, " હવે આગળ શેમાં એડમિશન લેવાનું છે આ મારા વાઘને..? "અને આન્યાએ જવાબ આપ્યો કે, હું વિચારીને તમને કહું ડેડ...આન્યા પોતાના
  • Read Free
જીવન સાથી - 26
સ્મિત તો ખૂબજ ખુશ થઈ ગયો તેને તો પોતાના નસીબ આગળથી જાણે દુઃખનું પાંદડું ખસી ગયું હોય અને સુખની લીલીછમ ચાદર છવાઈ ગઈ હોય અને ઈશ્વરે પોતાની વર્ષો જૂની ઈચ્છા પૂરી કરી દીધી હોય તેમ તે ઉપર જોઈને પરમાત્માને ...Read Moreકહેવા લાગ્યો અને એકીટસે આન્યાને નીહાળી રહ્યો. કદાચ આન્યા શું બોલી રહી છે તે સાંભળવામાં તેને રસ ન હતો તેનાથી વધારે રસ તેને આન્યાની વાળની લટ જે તેના ગુલાબી ગાલ સાથે અથડાતી હતી અને આન્યા તેને વારંવાર પોતાના કાન પાછળ ધકેલી રહી હતી તે જોવામાં હતો. આન્યા આ વાતથી બિલકુલ અજાણ હતી અને એટલામાં તો વાત વાતમાં સ્મિતે આન્યાને એમ
  • Read Free
જીવન સાથી - 27
સ્મિત કારમાંથી નીચે ઉતરીને આન્યા તરફ ગયો અને દરવાજો ખોલીને તેને નીચે ઉતરવા માટે કહ્યું. આન્યા ચૂપચાપ નીચે ઉતરી ગઈ. બંને જણાં સી સી ડીમાં પ્રવેશ્યા. સ્મિતે કોર્નરવાળુ ટેબલ બેસવા માટે પસંદ કર્યું અને બંને માટે કોફી ઓર્ડર કરી. ...Read Moreઆટલી બધી નર્વસ જોઈને સ્મિત થોડો ઉદાસ થઈ ગયો હતો કે, મેં સંયમના સમાચાર આન્યાને અત્યારે ન આપ્યા હોત તો સારું હતું..!! પણ હવે જે થઈ ગયું તે થઈ ગયું...!! સ્મિતે પોતાનો હાથ પ્રેમથી આન્યાના હાથ ઉપર મૂક્યો અને શાંતિથી આન્યાને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો કે, " આન્યા સોરી યાર મને ખબર ન હતી કે તને નથી ખબર કે સંયમ
  • Read Free
જીવન સાથી - 28
સ્મિત આન્યાને તેના ઘરે મૂકવા માટે ગયો. આન્યાની મમ્મી મોનિકાબેને સ્મિતને બેસવા માટે કહ્યું અને ચા-પાણી કરીને જવા માટે કહ્યું પરંતુ આન્યાની આ હાલતને લઈને સ્મિત થોડો ડિસ્ટર્બ હતો તેથી તે નેક્સ્ટ ટાઈમ આવીશ આન્ટી, મારી ચા તમારે ત્યાં ...Read Moreતેમ કહી નીકળી ગયો.એટલામાં આન્યાના ડેડ આવી ગયા એટલે ઘણાં સમયથી ડિસ્ટર્બ આન્યા તેના ડેડને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને સંયમના સમાચાર તેને ન મળ્યા તેની ફરિયાદ કરવા લાગી.ડૉક્ટર વિરેન મહેતાએ આન્યાને ખૂબજ પ્રેમથી અને શાંતિથી સમજાવી અને શાંત પાડી. મોનિકા બેને તેને પ્રેમથી જમાડીને સુવડાવી દીધી જેથી તેના મનના સ્ટ્રેસની અસર તેની તબિયત ઉપર ન પડે.બીજે દિવસે સવારે
  • Read Free
જીવન સાથી - 29
દિપેન માટે છોકરી જોવા જવાનું હોય છે તો દિપેન આન્યાને પોતાના ઘરે બોલાવે છે.એ દિવસે સાંજે છોકરીવાળા દિપેનના ઘરે આવે છે. લાંબી, પાતળી અને દેખાવમાં સુંદર બોલવામાં એકદમ શાંત અને મીઠી, સ્વભાવે સરળ છોકરી દિપેનને ખૂબ ગમી જાય છે ...Read Moreતે પસંદગી આન્યાની ઉપર છોડે છે. બોલવામાં મીઠી છોકરી આન્યાને પણ ખૂબ ગમે છે અને તે પણ "હા" પાડે છે.દિપેન અને સંજનાની સગાઈ નક્કી કરવામાં આવે છે. સંજનાની સાથે તેનો નાનો ભાઈ સુચિત આવેલો હતો જે આન્યાને લાઈન મારી રહ્યો હતો અને આન્યા તેને મનમાં જ ગાળો દઈ રહી હતી.બે દિવસ પછી દિપેન અને સંજનાની વિધિસર સગાઈની રસમનું આયોજન એક
  • Read Free
જીવન સાથી - 30
દિપેન તેમજ સંજનાના એન્ગેજમેન્ટનું ફંક્સન પૂરું થયું એટલે આન્યા, સુમિત, સંજના અને દિપેન બધાએ સાથે બેસીને જ લંચ લીધું અને ત્યારબાદ આન્યાને મૂકવા માટે જવાનું થયું તો દિપેને તે જવાબદારી સુમિતને સોંપી. સુમિત તો ખૂબજ ખુશ ખુશ થઈ ગયો ...Read Moreચહેરા ઉપર હાસ્ય છવાઈ ગયું અને ઉપર આકાશમાં જોઈને ભગવાનને થેંક્યું કહેવા લાગ્યો. અને આન્યાને પોતાની કારમાં મૂકવા જવા માટે નીકળી ગયો. રસ્તામાં સુમિત આન્યાના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે તેને પૂછી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે, આન્યા બીજી બધી છોકરીઓ કરતાં કંઈક અલગ જ છે એવું કેમ હું ફીલ કરી રહ્યો છું કે પછી મને એ ખૂબ ગમી ગઈ
  • Read Free
જીવન સાથી - 31
અને ફરીથી આન્યા તેમજ સુમિત બંને વળી પાછા પોતાની મસ્તીમાં ખોવાઈ જાય છે. આન્યા તો તેણે પડાવેલા ફોટા કેવા આવ્યા છે તે જોવામાં તલ્લીન થઈ જાય છે એટલેસુમિત તેની નજીક આવે છે અને તેને જરા પ્રેમથી પૂછે છે કે, ...Read Moreતમારું ફોટો સેશન હવે પૂરું થયું હોય તો આપણે નીકળીશું ?અને આન્યા મોબાઈલમાં જોતી જોતી જ ચાલવા લાગે છે અને બોલતી જાય છે કે, " હા હા, સ્યોર ચલ નીકળીએ "બંને ફરી પાછા કારમાં ગોઠવાઈ જાય છે. સુમિતને મનમાં થાય છે કે આન્યા હવે જશે પછી ફરીથી પાછી મને ક્યારે મળશે ?અને તે આન્યાને પૂછવા લાગે છે કે, " ફરી
  • Read Free
જીવન સાથી - 32
સુમિત આન્યા સાથે વિતાવેલા સમયની મીઠી યાદો મનમાં કેદ કરીને ખુશ થઈને આન્યાના ઘરેથી પાછો વળે છે.આન્યાના દિલને પણ સુમિત અને સુમિતની પ્રેમભરી વાતો ચૂમી જાય છે અને પોતે કપડાં બદલીને ફ્રેશ થઈને નિશ્ચિંતપણે પોતાના બેડ ઉપર લંબી તાણી ...Read Moreછે.બસ હવે તો સવાર પડજો વહેલી...બીજે દિવસે સવાર સવારમાં જ સ્મિતનો ફોન આવી જાય છે કે, " આજે મારી બર્થડે છે તો કોલેજથી છૂટ્યા પછી હું મારા બધાજ ફ્રેન્ડસને બર્થ-ડે પાર્ટી આપવાનો છું તો તારે પણ તેમાં આવવાનું છે અને પછી હું તને તારા ઘરે ડ્રોપ કરી જઈશ તો ઘરે મોમને કહીને આવજે. "આન્યા: ઓકે.બીજે દિવસે સવારે આન્યા તો બ્લેક
  • Read Free
જીવન સાથી - 33
આન્યાને સ્મિતના એક ફ્રેન્ડે ખેંચી અને તેની સાથે કપલ ડાન્સ કરવાનું ચાલુ કર્યું. આન્યા હવે વધુ મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી તે છોકરાનાં મોંમાંથી આવતી ખરાબ દુર્ગંધથી તે અકળાઈ ગઈ હતી અને તેની હરકતોથી તે પરેશાન થઈ ગઈ હતી તેણે ...Read Moreપાસેથી છૂટવાની અને આ સર્કલમાંથી બહાર નીકળવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે નીકળી શકી નહીં. તેણે આજુબાજુ નજર કરી કે કોઈ તેની મદદ કરી શકે તેમ છે તેની મજબુર આંખો સ્મિતને શોધવાની કોશિશ કરી રહી હતી પરંતુ એટલામાં ક્યાંય સ્મિત હાજર ન હતો..!! પેલો અજાણ્યો છોકરો પોતાના શરીરને સ્પર્શ કરે તે પણ આન્યાને બિલકુલ ગમતું ન હતું જાણે તેના સ્પર્શ
  • Read Free
જીવન સાથી - 34
પૂજન ખૂબજ સારા ઘરનો છોકરો હતો તે આન્યાની પરિસ્થિતિ બરાબર સમજી ગયો હતો.પૂજન તેમજ આન્યા બંને કારમાં ગોઠવાઈ ગયા પછી પૂજને આન્યાને તેના ઘરનું એડ્રેસ પૂછ્યું અને જીપીએસ ચાલુ કરી તેમાં એડ્રેસ નાંખી દીધું.કારમાં બેઠા પછી આન્યાથી રડી પડાયું ...Read Moreતેને એકદમ રડતી જોઈને પૂજને કાર રસ્તામાં જ અટકાવી દીધી અને બાજુમાં પડેલી પાણીની બોટલ ખોલીને તેણે આન્યા તરફ ધરી અને તે આન્યાને શાંત પાડવાની કોશિશ કરવા લાગ્યો. પણ આન્યા સાથે આજે જે બન્યું હતું તે વાતથી જ તે ધ્રુજી ઉઠી હતી અને તે યાદ આવતાં જ તે વધારે જોરથી રડવા લાગી.પૂજને આન્યાને ખૂબજ પ્રેમથી અને શાંતિથી સમજાવી અને શાંત પાડી
  • Read Free
જીવન સાથી - 35
આન્યાની નજર સમક્ષ પોતાની સાથે પાર્ટીમાં જે બન્યું હતું તે તાદ્રશ્ય થઈ ગયું પરંતુ મોમને આ બધું કઈરીતે કહેવું તે વિચાર માત્રથી તેનાં હોઠ બીડાઈ ગયા કારણ કે, મોમને આ વાત કર્યા પછી ઘરમાં કેવું વાતાવરણ સર્જાશે..? અને પછી ...Read Moreક્યારેય આ રીતે ઘરમાંથી નીકળી નહીં શકાય.. તે વિચાર માત્રથી તે ધ્રુજી ઉઠી અને તેના હોઠ સીવાયેલા જ રહ્યા તે માત્ર એટલું જ બોલી શકી કે, " બસ વહેલી પાર્ટી પુરી થઈ ગઈ મોમ " અને તે ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. આજે તેને ઊંઘ પણ આવવાની ન હતી અને તે મનોમન વિચારી રહી હતી કે, " ક્યારે કોલેજ જવું
  • Read Free
જીવન સાથી - 36
દરરોજની જેમ આજે પણ સ્મિત આન્યાની રાહ જોતો પોતાની કારને ટેકો દઈને ઉભો હતો પરંતુ આજે તે થોડો ડિસ્ટર્બ હતો તેને ખબર હતી કે આજે મારું આવી જ બનવાનું છે છતાં બેસબરીથી આન્યાની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે ...Read Moreમળું અને "સોરી" કહી દઉં. આન્યાને દૂરથી આવતાં જોઈને સ્મિત, આન્યાના ચહેરા ઉપરના ભાવ પારખવાની કોશિશ કરી રહ્યો હતો. આન્યા તેની નજીક આવી પણ તે આન્યાની આંખમાં આંખ ન મીલાવી શક્યો પોતે જે કર્યું હતું તેને માટે તે શરમિંદા હતો પણ હવે જે થઈ ગયું તે થઈ ગયું તે થઈ ગયું તેનું કોઈ ઓપ્શન નથી તેવું તે વિચારી રહ્યો હતો
  • Read Free
જીવન સાથી - 37
સ્મિત: હા મને મંજૂર છે.એટલું બોલીને સ્મિતે પ્રેમભરી દયામણી નજરે આન્યાની સામે જોયું અને બોલ્યો કે, " તને ઘરે મૂકી જવું ને હવે કે કોઈ લેવા માટે આવવાનું છે ? "આન્યા: ના ભઈ ના કોઈ નથી આવવાનું. મૂકી જતો ...Read Moreતો મૂકી જાને ભઈ...સ્મિત: એ, ભઈ ના કહેતી હોં.આન્યા: મારે જે કહેવું હોય તે કહું મારી મરજી..!સ્મિત: તો હું ઘરે નહીં મૂકી જવું જા.આન્યા: નહીં કહું બસ, ચાલ હવે મૂકી જા..અને બંને જણાં ખડખડાટ હસી પડ્યા....એક બ્યુટીફુલ ગાડીમાં બ્યુટીફુલ કપલ પોતાની મંઝીલ સુધી પહોંચવા નીકળી ગયું....વાતો વાતોમાં ક્યારે આન્યાનું ઘર આવી ગયું તેની બંનેમાંથી કોઈને ખબર ન પડી અને સ્મિતની
  • Read Free
જીવન સાથી - 38
બીજે દિવસે સવારે આન્યા ઉઠી એટલે તેને તરત જ યાદ આવ્યું કે, ઑહ આજે તો અશ્વલ આવવાનો છે મને મળવા..!! દરરોજ કરતાં તે જરા બરાબર જ તૈયાર થઈ. આજે પેન્ટ ટી શર્ટ ને અલવિદા આપી તેણે પોતાનો લાઈટ પીંક ...Read Moreડ્રેસ પહેર્યો અને મીરર સામે ઉભી રહી પોતાની જાતને જોવા લાગી અને તેને પોતાને તે ગમવા લાગી અને મનમાં ને મનમાં વિચારવા લાગી કે, " ભગવાને મને કેટલી બધી બ્યુટીફુલ બનાવી છે..!! દરરોજ કરતાં આજે તે પોતાની જાતને જાણે નીરખી રહી હતી અને વધુ પસંદ કરી રહી હતી. તેને પણ થોડી નવાઈ લાગી કે હું આજે આમ તૈયાર કેમ થઈ
  • Read Free
જીવન સાથી - 39
બંને વચ્ચેની ચૂપકીદી વચ્ચે આન્યાનું ઘર આવી જાય છે એટલે આન્યા સ્મિતને બાય કહી, સી યુ ટુમોરોવ કહી કારમાંથી નીચે ઉતરી પોતાના ઘર તરફ જવા લાગે છે. સ્મિત આન્યાના આવા વર્તનથી થોડો નારાજ થઈ જાય છે પણ નારાજગી સિવાય ...Read Moreપાસે બીજો કોઈ રસ્તો પણ તો નથી. સ્મિત પણ આછું સ્માઈલ આપી બીજે દિવસે મળવાનું કહી ત્યાંથી રવાના થઈ પોતાના ઘરે જવા માટે નીકળી જાય છે. આન્યાએ જેમ વિચાર્યું હતું તેમ મોમ તેની રાહ જોઈને જ બેઠી હતી. આન્યાને ખુશ જોઈને મોમ તેને આજનો દિવસ ખૂબ સારો ગયો કે, તું આજે આટલી બધી ખુશ દેખાય છે ? પૂછવા લાગી... આજનો
  • Read Free
જીવન સાથી - 40
આન્યાના મનમાં આજે વણથંભ્યા વિચારો અને પ્રશ્નોની હારમાળા ચાલી રહી હતી કે, કદાચ મને અશ્વલ સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને ? ના ના, આપણે પ્રેમ બ્રેમના ચક્કરમાં નથી પડવા માંગતા. અને આન્યા ઉભી થઈને બહાર દિવાનખંડમાં ગઈ ...Read Moreખોલીને તેમાંથી એક ઠંડા પાણીની બોટલ હાથમાં લઈને પાછી પોતાના રૂમમાં ગઈ અને આખી બોટલ મોઢે માંડીને એકજ શ્વાસે ગટગટાવી ગઈ. જાણે તે જજો અશ્વલના દિલમાં મારા માટે કોઈ જ ફીલીન્ગ્સ નથી તો તે મને મળવા માટે શું કામ આવ્યો હતો અને મારા માટે તેના દિલમાં કંઈ ફીલીન્ગ્સ છે તો તે મને કંઈ કહેતો કેમ નથી ? જે હોય તે
  • Read Free
જીવન સાથી - 41
અશ્વલે કેમ ફોન કર્યો હતો અને તે શું કહેવા માંગે છે તે જાણવા માટે આન્યાએ સામેથી અશ્વલને ફોન લગાવ્યો તો તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો..ઑહ નૉ યાર..આન્યાથી બોલાઈ ગયું. હવે તેણે જ ફરીથી અશ્વલનો ફોન ક્યારે આવે છે તેની ...Read Moreજોવી રહી અને તે પાછો ફોન બેડની નીચે જમીન ઉપર મૂકીને સૂઈ જવાનો નિરર્થક પ્રયત્ન કરતી રહી અને વિચારતી રહી કે, હવે પાછો ક્યારે આવશે અશ્વલનો ફોન ? અને એટલામાં ફરીથી રીંગ વાગી એટલે તેણે ઝડપથી ફોન હાથમાં લીધો અને ઉપાડી લીધો. હા, હવે તેના બેસબરીભર્યા ઈંતજારનો અંત આવ્યો હતો અને આ અશ્વલનો જ ફોન હતો. કદાચ બંને બાજુ એકબીજાની
  • Read Free
જીવન સાથી - 42
આન્યા: નો નો નો... આપણે કંઈ આ લવ બવના ચક્કરમાં પડવા માંગતા નથી. ઓકે ?અશ્વલ: અનુ, લવ કરવાનો ન હોય એ તો થઈ જાય.આન્યા: પણ મને તો કોઈની સાથે કંઈ લવ બવ થયો જ નથી અને થશે પણ નહીં...!!અશ્વલ: ...Read Moreસાથે નહીં મારી સાથે તને લવ થયો છે અને મને તારી સાથે લવ થયો છે.આન્યાએ તો પ્રેમનો એકરાર ન કર્યો. અશ્વલ તો ભોંઠો પડી ગયો અને વિચારવા લાગ્યો કે હવે આ છોકરીનું શું કરવું ?પછી તેને થોડો પસ્તાવો પણ થયો કે, મેં આન્યાને પૂછવામાં થોડી ઉતાવળ તો નથી કરી લીધી ને..? પણ વળી પાછો તે એમ વિચારવા લાગ્યો કે, પણ
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Love Stories | Jasmina Shah Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Novel Episodes
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Humour stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Social Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything
Jasmina Shah

Jasmina Shah Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2022,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.