રક્ત ચરિત્ર - 27

(13)
  • 2.8k
  • 1
  • 1k

૨૭રાત્રે, સુરજ અને નીરજ સાંજને ઘરે લઇ આવ્યા. બધાં એકીસાથે જમવા બેઠાં, અરુણ પહેલો કોળિયો મોં માં મૂકે એના પહેલાંજ સાંજએ બંદૂક તેના કપાળ પર તાણી."આ તું શું કરે છે? ગાંડી થઇ ગઈ છે?" અરુણના હાથમાંથી કોળિયો પડી ગયો."બસ જોતી હતી કે તું કેટલો બહાદુર છે, આટલા ભયાનક કામ... આઈ મીન ગામ.... આટલા ભયાનક ગામમાં રહે છે તો બહાદુરી તો જરૂરી છે ને?" સાંજએ બંદૂક પોતાની થાળીની બાજુમાં મૂકી અને જમવા લાગી.અરુણ સિવાય બધાં શાંતિથી જમી રહ્યાં હતાં, અરુણને કપાળે પરસેવો બાજી ગયો હતો અને તેની નજર વારંવાર લોડેડ ગન પર પડતી હતી. જમ્યું ન જમ્યું કરીને અરુણ ઉભો થઇ