લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-21 “કેટલાં બધાં દિવસો થઈ ગયાં....! અને આ છોકરાંએ ના તો મેસેજ કર્યો ના તો ફોન કર્યો...!” કેન્ટીન તરફ જવાં કોરિડોરમાં લાવણ્યા ચાલતાં-ચાલતાં આરવનાં વિચારોમાં ખોવાયેલી હતી. “નવરાત્રિ પણ પૂરી થઈ ગઈ...!” જોકે નવરાત્રિ પૂરી થઈ ગઈ હોવાં છતાં, નાં આરવ આવ્યો કે નાં તેનો ફોન કે મેસેજ આવ્યો. પહેલાં બે-નોરતાં પછી આરવ કશું પણ કીધાં વગર કોલેજમાં ગેરહાજર હતો. ત્યાર પછીનાં બધાંજ નોરતાં લાવણ્યાએ આરવ વગર કાઢ્યાં હતાં. જેમ જેમ દિવસો વિતતા ગયાં હતાં તેમ-તેમ આરવ વિના લાવણ્યાનો જીવ રઘવાયો થવાં લાગ્યો હતો. નવરાત્રિમાં ગ્રૂપનાં મિત્રોનું મન રાખવાં લાવણ્યા ગરબા ગાવાં તો જતી પણ મન વગરની.