ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-17

(66)
  • 4.2k
  • 2
  • 2k

(કિઆરા એલ્વિસના ઘરે ધમાલ મચાવ્યા બાદ બાલ્કનીમાં સુઇ ગઇ હતી. એલ્વિસ તેને ઊંચકીને બેડ પર સુવાડે છે.કિઆરાના જાગતા જ એલ્વિસ તેને લાઇબ્રેરી બતાવે છે.કિઆરા એલ્વિસ સહિત બધાંની માફી માંગે છે.કિઆરા લાઇબ્રેરી જોઇને સમજી જાય છે કે તે લાઇબ્રેરી હમણાં જ બનાવવામાં આવી છે.કિઆરા કોલેજ ના આવતા અને તેનો ફોન સ્વિચઓફ બતાવતા તે જાનકીદેવીને ફોન લગાવે છે.) "હેલો,અહાના શું થયું બેટા?"જાનકીદેવી ફોન ઉઠાવતા બોલ્યા. "દાદી,કિઆરા નથી આવવાની આજે કોલેજ?"અહાનાએ પુછ્યું. "કેવા પ્રશ્નો પુછે છે?કોલેજ જ ગઇ છે.તે આજે સવાર સવારમાં છ વાગ્યામાં તેની કોઇ નવી ફ્રેન્ડના ઘરે લાઇબ્રેરી જોવા ગઇ છે પછી કોલેજ આવવાની હતી એટલે હજી કદાચ આવી નહીં હોય.તું