પ્રાયશ્ચિત - 10

(89)
  • 9.3k
  • 7.9k

પ્રાયશ્ચિત પ્રકરણ ૧૦ કેતન અબજોપતિ બાપનો દીકરો હતો. ત્રણસો કરોડની પેઢીનો ભાગીદાર હતો. સુરતમાં ડાયમંડ માર્કેટમાં એ લોકોનું મોટું નામ હતું. જગદીશભાઈ ના બે દીકરા હતા. મોટા સિદ્ધાર્થના લગ્ન થઈ ગયેલા હતા જ્યારે કેતન હજુ કુંવારો હતો. મેનેજમેન્ટની ડિગ્રી લીધા પછી ઉચ્ચ અભ્યાસ અર્થે કેતન અમેરિકા ગયો હતો એટલે પોતાની કન્યા માટે ઘણા કરોડપતિ મા-બાપની નજર કેતન ઉપર હતી. કેતન દેખાવમાં પણ ઘણો હેન્ડસમ હતો. કેતન કોલેજમાં ભણતો ત્યારે પણ એની ફ્રેન્ડશીપ માટે સારા સારા ઘરની છોકરીઓ તરસતી હતી પરંતુ કોણ જાણે કેમ કેતનને આવી બધી બાબતોમાં રસ ઓછો હતો. એ લફરાબાજ ન હતો. આટલી ઉંમરે પણ એનું ચારિત્ર શુદ્ધ