Prayshchit book and story is written by Ashwin Rawal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prayshchit is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રાયશ્ચિત - Novels
by Ashwin Rawal
in
Gujarati Fiction Stories
જામનગર જતો સૌરાષ્ટ્ર મેઈલ સુરત સ્ટેશન ઉપર રાત્રે 12:30 વાગે આવતો હતો. કેતન સાવલિયા પોતાના તમામ સામાન સાથે રાત્રે બાર વાગ્યે જ પ્લેટફોર્મ પર આવી ગયો હતો. ફર્સ્ટ ક્લાસ એસી નું રિઝર્વેશન હતું એટલે એને બીજી કોઈ ચિંતા ન હતી. કુલીને એડવાન્સ પૈસા પકડાવીને તમામ સામાન ટ્રેઈનમાં ગોઠવી દેવાની જવાબદારી સોંપી દીધી હતી.
કેતનના મોટાભાઈ અને ભાભી પણ કેતન ને વિદાય આપવા માટે પ્લેટફોર્મ ઉપર હાજર હતા.
" ભાઈ તું તારી આ જિદ છોડ. હજુ પણ સમય છે. ઘરે પાછા જઈએ. ઈશ્વરે આટલી બધી સમૃદ્ધિ આપણને આપી છે. તને જોઈએ તો મારા હિસ્સામાંથી પણ તું ભાગ લઈ લે પણ આ રીતે બધું છોડીને વનવાસ જવાની વાત ના કર !! " સિદ્ધાર્થ બોલ્યો.
પ્રકરણ ૧ જામનગર જતો સૌરાષ્ટ્ર મેઈલ સુરત સ્ટેશન ઉપર રાત્રે 12:30 વાગે આવતો હતો. કેતન સાવલિયા પોતાના તમામ સામાન સાથે રાત્રે બાર વાગ્યે જ પ્લેટફોર્મ પર આવી ગયો હતો. ફર્સ્ટ ક્લાસ એસી નું રિઝર્વેશન હતું એટલે એને બીજી કોઈ ...Read Moreન હતી. કુલીને એડવાન્સ પૈસા પકડાવીને તમામ સામાન ટ્રેઈનમાં ગોઠવી દેવાની જવાબદારી સોંપી દીધી હતી. કેતનના મોટાભાઈ અને ભાભી પણ કેતન ને વિદાય આપવા માટે પ્લેટફોર્મ ઉપર હાજર હતા. " ભાઈ તું તારી આ જિદ છોડ. હજુ પણ સમય છે. ઘરે પાછા જઈએ. ઈશ્વરે આટલી બધી સમૃદ્ધિ આપણને આપી છે. તને જોઈએ તો મારા હિસ્સામાંથી પણ તું ભાગ લઈ લે
પ્રકરણ 2 કેતને સ્વામીજીને મળવા જવા માટે ચાર વાગે કાર સ્ટાર્ટ કરી. રમણભાઈ મિલવોકી એરિયા માં રહેતા હતા. ૪૦ મિનિટમાં તો એ પહોંચી ગયો. સમય કરતા દસ પંદર મિનિટ વહેલા પહોંચી જવું સારું. રમણભાઈ પટેલ કેતનને સારી રીતે ઓળખતા ...Read Moreએટલે એમણે હસીને એનું સ્વાગત કર્યું અને ડ્રોઈંગરૂમ માં વેઇટ કરવાનું કહ્યું. સ્વામીજીને એક અલગ રૂમ આપેલો હતો અને અત્યારે એમની સાથે કોઈની વાતચીત ચાલુ હતી. ડ્રોઇંગરૂમમાં બીજી પણ એક વ્યક્તિ વેઇટિંગમાં હતી. એ સમય કરતાં થોડા વહેલા આવી ગયા હતા. રમણભાઈ એની સાથે સ્વામીજીની વાતો કરતા હતા. " આમ તો છેલ્લા ત્રણ વર્ષથી હું સ્વામીજી ને ઓળખું છું. ઇન્ડિયા
પ્રકરણ- ૩ સ્વામીજીના આદેશને માથે ચડાવીને કેતન અજાણ્યા માર્ગ ઉપર ચાલી તો નીકળ્યો પરંતુ આગળની કોઈ દિશા એને સૂઝતી ન હતી. ' જામનગરમાં રહેવાની વ્યવસ્થા તો થઈ ગઈ છે પરંતુ ત્યાં જઈને હું કરીશ શું ? માની લો કે ...Read Moreકોઈ પ્રોબ્લેમ નથી પરંતુ કોઈ પ્રવૃત્તિ વિના સમય કેવી રીતે પસાર થશે ? ત્યાં નથી કોઈ સગાં વ્હાલાં કે નથી કોઈ મિત્ર ! નવી દુનિયા મારે જ વસાવવાની છે. કરોડો રૂપિયા લોકોના કલ્યાણ માટે વાપરવાના છે પરંતુ એનો કોઈ જ નકશો મારી પાસે નથી.' ' ચાલો.. પડશે એવા દેવાશે. જે દિવ્યશક્તિએ સ્વામીજીની અચાનક મુલાકાત કરાવરાવી એ જ આગળ ઉપર મારું
પ્રકરણ ૪ પટેલ કોલોની શેરી નંબર ૪ માં મારુતિ વાને પ્રવેશ કર્યો અને જે મકાન ભાડે રાખ્યું હતું એની આગળ જઈને માલવિયાએ વાન ને ઉભી રાખી. નીચે ઊતરીને એણે દરવાજો ખોલ્યો. ડેલીબંધ મકાન હતું. એસ્ટેટ બ્રોકરે બંગલો શબ્દ ...Read Moreહતો પરંતુ ખરેખર આ કોઈ બંગલો ન હતો પરંતુ એક વિશાળ ટેનામેન્ટ હતું !!મોટુ એવું કમ્પાઉન્ડ હતું જેમાં ગ્રે કલરના પોલીશ પથ્થર જડેલા હતા. એક નાનો તુલસીક્યારો હતો અને આસોપાલવ નું એક ઝાડ પણ હતું. મકાન ગઈકાલે જ સાફ કરાવ્યું હતું એટલે એકદમ સ્વચ્છ હતું. અંદરથી પણ મકાન ખૂબ વિશાળ હતું. મોટો ડ્રોઈંગ રૂમ એક બેડરૂમ અને કિચન હતું. ગેસનો બાટલો અને સ્ટવ
પ્રાયશ્ચિત - પ્રકરણ ૫ મનસુખ કિચનમાં ગયો અને દૂધની બે થેલીમાંથી એક થેલી ફ્રીજ માં મૂકી. બીજી થેલીમાંથી અડધા દૂધની ચા બનાવી અને બાકીના અડધા દૂધ ને સ્ટવ ઉપર ગરમ કરવા મુક્યું. મનસુખને ચા બનાવવાની સારી ...Read Moreપ્રેક્ટિસ હતી અને જયેશભાઈ ની ઓફિસમાં પણ રોજ એ જ ચા બનાવતો. " સાહેબ ખાંડ કેટલી ? મીઠી બનાવું કે થોડી મોળી ? " ચામાં ખાંડ નાખતા પહેલાં મનસુખે પૂછ્યું. " અરે ભાઈ હજુ તો હું જવાન છું. ચા તો આપણને મીઠી જ ભાવે. " અને કેતને મમ્મીએ પેક કરેલું નાસ્તાનું મોટું બોક્સ ખોલ્યું. એક ડબ્બામાં ઘણાં બધાં મેથીનાં થેપલાં મૂક્યાં હતાં. એક