ભજિયાવાળી - 12

(16)
  • 4.4k
  • 1
  • 1.9k

હૉસ્પિટલ ચાંદની રાતમાં ટમટમતા તારાઓની નીચે હું અને ગ્રીષ્મા અગાસીએ બેઠા બેઠા વાતો કરતા હતા. ચંદ્રના અજવાળાથી ગ્રીષ્માના કાનની બુટ્ટી ચમકતી હતી. 'હવે ક્યારે પાછો જવાનો છે ?' પોતાના વ્યક્તિને રોકી રાખવાના ભાવ સાથે ગ્રીષ્માએ પૂછ્યું. મેં કહ્યું, 'ખબર નહીં, પણ જલદી જઉં જ પડશે...બધા કામ અધૂરા મૂકીને આવ્યો છું ! ગ્રીષ્માએ કહ્યું, 'ગુડ...પણ કામ અધૂરા મૂકીને ન જતો !' ગ્રીષ્માના આ ફિલોસોફીકલ જવાબનો હું કેમ જવાબ આપું એ ન સમજાયું. આજે ગ્રીષ્માનો મૂડ ઘણો સારો હતો બાકી તો એ વાત જ ન કરે ! 'તારા પણ કંઈ ફ્યુચર પ્લાન્સ્ હશે જ ને ?' મેં પૂછી જ લીધું.