આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-51

(110)
  • 6.1k
  • 1
  • 3.6k

આઇ હેટ યુપ્રકરણ-51 રાજ એની મંમી સાથે ઓનલાઇન વાત કરી રહેલો અને ત્યાંજ પાછળ પાપાને જોયાં. એનાં પાપા ઊંઘવા જવાની તૈયારી કરતાં હોય એવું લાગ્યું. એણે જોયું કે પાપા થાકેલાં હતાં એનાં પાપાએ કહ્યું રાજ બેટા કેમ છે ? હું તારી સાથે કાલે વાત કરીશ આજે મને ખૂબ કામ પહોચ્યું છે તું મંમી સાથે વાત કર ઓકે બાય બેટા ટેક કેર... એમ કહી સૂવા જતા રહ્યાં. રાજે એની મંમીને પૂછ્યું પાપા કેમ આટલાં થાકેલા છે ? એમની તબીયત તો સારી છે ને ? મંમીએ કહ્યું છેલ્લા અઠવાડીયાથી ટેન્શનમાં ફરે છે કોઇ અટપટો કેસ છે પોલીટીશયનનો એમાં સ્ટ્રેસમાં ફરે છે આજે