જીવન સાથી - 16

(24)
  • 6k
  • 1
  • 4.5k

અને એ દિવસે રાત્રે જ જાણે કંઈ ચમત્કાર થયો હોય તેમ આન્યા અડધી રાત્રે ફરીથી ઝબકીને જાગી ગઈ અને મનમાં ને મનમાં કંઈક ને કંઈક બબડવા લાગી.દિપેન પણ સફાળો જાગી ગયો અને તેની બાજુમાં જઈને ઉભો રહી ગયો અને આન્યાના બોલેલા શબ્દો ધ્યાનથી ઉકેલવા પ્રયત્ન કરી રહ્યો હતો.આન્યા: પપ્પા બચાવો, પપ્પા બચાવો બચાવો, પપ્પા મને બચાવી લો...અને પાછી ચૂપ થઈ ગઈ.દિપેનને આજે ખૂબજ નવાઈ લાગી અને આનંદ પણ થયો અને આશા પણ બંધાઈ કે, હાશ હવે કદાચ આન્યાને બધું જ યાદ આવી જશે.અને થોડી વાર તે આન્યા ફરીથી કંઈ બોલે છે તે સાંભળવા માટે ત્યાં જ ઉભો રહ્યો પરંતુ એટલીવારમાં