રંગોળી - ભાગ 2

  • 3.8k
  • 1
  • 1.7k

લેખ:- રંગોળી ભાગ 2લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીરંગોળી ભાગ 1 હું રજુ કરી ચૂકી છું. આશા રાખું છું કે પસંદ પડ્યો હશે. બીજું કે બીજો ભાગ આટલો મોડો રજુ કરવા બદલ ક્ષમા આજે જોઈએ ભારતનાં જુદા જુદા વિભાગોમાં/પ્રાંતોમાં થતી રંગોળી. ભારતનાં મધ્ય ભાગમાં, ખાસ કરીને છત્તીસગઢમાં રંગોળી CHAOOK તરીકે ઓળખાય છે, જેને ઘરનાં, મંદિરનાં કે અન્ય મકાનનાં આંગણામાં કરવામાં આવે છે. CHAOOK દોરવા માટે કરોટી, ચોખાનો લોટ કે પછી કોઈ પણ પ્રકારનો સફેદ પાવડર વાપરવામાં આવે છે. CHAOOKની પરંપરાગત ભાત સિવાય પણ એને દોરનારની કલ્પનાશક્તિ પર એની અલગ અલગ ભાત આધાર રાખે છે. આ રંગોલીને ત્યાંના લોકોની માન્યતા મુજબ ઘર