લોસ્ટ - 20

(28)
  • 3.3k
  • 2
  • 1.8k

પ્રકરણ ૨૦રાધિ ઓફીસથી ઘર સુધી આધ્વીકા વિશે વિચારી રહી હતી, ઘરે પહોંચીને તે સીધી તેને અને રાવિને આપેલા ઓરડામાં ગઈ."સાચી ફાઈલ હતીને?" રાવિ લેપટોપ પર કામ કરી રહી હતી."હા." રાધિ પલંગ પર આડી પડી."તું કાલે ફ્રી છે? ફ્રી હોય તો આપણે તારા ડોક્યુમેન્ટનું કામ પતાવી દઈએ. જેથી તને તારા હકની ઓળખાણ મળી જાય." રાવિએ કામ કરતાં કરતાં કહ્યું."મારા હકની ઓળખાણ?" રાધિ ઉભી થઇ ગઈ."આપણે ભલે ટ્વિન્સ છીએ, પણ તારી પોતાની સ્વતંત્ર ઓળખાણ હોવી જ જોઈએ. સત્તાવાર રીતે તું રાધિકા રાઠોડ બની જઈશ, પછી આપણે તારો પાસપોર્ટ બનાવશું, હું તને ગાડી શીખવીશ અને આપણે ફરવા જઈશુ." રાવિએ લેપટોપ બંધ કર્યું અને