OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Lost by Rinkal Chauhan | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. લોસ્ટ - Novels
લોસ્ટ by Rinkal Chauhan in Gujarati
Novels

લોસ્ટ - Novels

by Rinkal Chauhan Matrubharti Verified in Gujarati Horror Stories

(1.6k)
  • 69.7k

  • 137.2k

  • 41

"અંદર આવ રાવિ, જલ્દી આવ બેટા." એક સ્ત્રીનો અવાજ જર્જરિત ઇમારતની સામે ઉભેલી રાવિને બોલાવી રહ્યો હતો. એ અવાજ સાંભળતાંજ રાવિના પગ આપોઆપ હવેલી તરફ આગળ વધ્યા, ધૂળ અને કરોળિયાના જાળાથી વધુ જૂનો લાગતો વિશાળ દરવાજો ખુલ્યો અને રાવિએ ઇમારતમાં ...Read Moreમુક્યો. રાવિએ પહેલું ડગલું ઘરમાં મૂક્યું ને' જાણે આ ઘર રડવા લાગ્યું હોય એવો આભાસ થયો તેને, દીવાલોમાંથી વહેતા આંસુ, અને રડવાનો અવાજ સાંભળીને રાવિના મોતિયા મરી ગયા. ત્યાંથી પાછા વળી જવાની તીવ્ર ઈચ્છા છતાંય તેના પગ આગળ વધી રહ્યા હતા, તેં યંત્રવત દીવાનખંડના જમણા ખૂણે આવી અને દીવાલ ઉપર લટકાવેલી વિશાળ તસ્વીર ઉપર જામેલા ધૂળના થર સાફ કરવા આપોઆપજ તેનો હાથ ઉપડ્યો.

Read Full Story
Download on Mobile

લોસ્ટ - Novels

લોસ્ટ - 1
પ્રકરણ ૧"અંદર આવ રાવિ, જલ્દી આવ બેટા." એક સ્ત્રીનો અવાજ જર્જરિત ઇમારતની સામે ઉભેલી રાવિને બોલાવી રહ્યો હતો.એ અવાજ સાંભળતાંજ રાવિના પગ આપોઆપ હવેલી તરફ આગળ વધ્યા, ધૂળ અને કરોળિયાના જાળાથી વધુ જૂનો લાગતો વિશાળ દરવાજો ખુલ્યો અને રાવિએ ...Read Moreપગ મુક્યો.રાવિએ પહેલું ડગલું ઘરમાં મૂક્યું ને' જાણે આ ઘર રડવા લાગ્યું હોય એવો આભાસ થયો તેને, દીવાલોમાંથી વહેતા આંસુ, અને રડવાનો અવાજ સાંભળીને રાવિના મોતિયા મરી ગયા.ત્યાંથી પાછા વળી જવાની તીવ્ર ઈચ્છા છતાંય તેના પગ આગળ વધી રહ્યા હતા, તેં યંત્રવત દીવાનખંડના જમણા ખૂણે આવી અને દીવાલ ઉપર લટકાવેલી વિશાળ તસ્વીરઉપર જામેલા ધૂળના થર સાફ કરવા આપોઆપજ તેનો હાથ
  • Read Free
લોસ્ટ - 2
પ્રકરણ ૨"રાવિ ભારત નઈ જાય મતલબ નઈ જાય." જિજ્ઞાસાએ તેનો છેલ્લો નિર્ણય જણાવ્યો."ઠીક છે, રાવિ ભારત નઈ જાય. પણ જ્યારે રાવિ તને પૂછશે કે ભારત જવામાં શું પ્રોબ્લેમ છે, ત્યારે તું શું જવાબ આપીશ જિજ્ઞા?" રયાનએ ભવિષ્યમાં ઉભી થનાર ...Read Moreજિજ્ઞાસાને વાકેફ કરી."તો હું શું કરું રયાન? તુંજ કે' હું શું કરું?" જિજ્ઞાસા રડવા જેવી થઇ ગઈ."રાવિને જવા દે, તું તેને જવા દઈશ તો તેં મિટિંગ પતાવીને પાછી આવી જશે પણ જો રાવિ તેની મરજીથી ગઈ તો ત્યાં રહીને તેં તારી ના નું કારણ શોધશે." રયાનએ શાંતિથી જવાબ આપ્યો."રાવિ, તું જા બેટા." જિજ્ઞાસાએ રાવિકાના ઓરડામાં આવીને ખુશ અને સામાન્ય હોવાનો
  • Read Free
લોસ્ટ - 3
પ્રકરણ ૩"રાવિનો ફોન બંધ આવે છે, આપણે ભારત જઈશુ હાલજ." જિજ્ઞાસાએ રાવિના નંબર પર દસેક કોલ કરી લીધા હતા."અરે, રાવિની ફ્લાઇટ લેટ થઇ હશે. એમાં ભારત જવાની જરૂર શું છે?" જીયાને આશ્ચર્ય થયું."મેં બધી તપાસ કરાવી, રાવિ ફ્લાઈટમાં બેઠીજ ...Read Moreરાવિ જ્યાં રોકાણી હતીને, જે હોટેલમાં, ત્યાં પણ મેં પૂછપરછ કરાવડાવી." જિજ્ઞાસા જાણે પહાડ ચડીને આવી હોય એમ હાંફી ગઈ હતી."તો શું કહ્યું એમણે?" જીયાએ પાણીનો ગ્લાસ જિજ્ઞાસાને આપ્યો."રાવિ સવારે હોટેલથી નીકળી હતી ત્યારથી તેં પાછી હોટેલ ઉપર આવી જ નથી, તેં જે ગાડી લઈને ગઈ હતી એ ગાડી તો જુહું બીચ પરથી મળી આવી પણ રાવિ ત્યાં ન્હોતી." જિજ્ઞાસાના
  • Read Free
લોસ્ટ - 4
પ્રકરણ ૪જિજ્ઞાસા અને રયાન એરપોર્ટમાંથી બહાર આવ્યાં ત્યારે જીવન પહેલેથીજ ત્યાં ઉભો હતો, જિજ્ઞાસા દોડતી જઈને જીવનને ભેંટી પડી અને રડવા લાગી."અરે દીદી તમે કેમ રડો ? તમે તો મારી બહાદુર દીદી છો." જીવનએ જિજ્ઞાસાના આંસુ લૂંછ્યા."તું મુંબઈમાં? તને ...Read Moreકહ્યું કે અમે....."જિજ્ઞાસા આગળ કઈ બોલે તેના પહેલાંજ જીવન તેના ખભા પર હાથ મૂકીને બોલ્યો,"જીયાએ બધી વાત કરી મને ફોન પર, આપણે રાવિને શોધી લઈશું.""તેં મીરા અને ચાંદનીને આ વાત તો નથી કરીને?" જિજ્ઞાસાને ચિંતા થઇ રહી હતી."ના, તેં બન્નેને ચિંતા ન થાય એટલે એમને વાત નથી કરી." જીવનએ રયાનને આલિંગન આપ્યું, બન્નેનો સામાન ડેકીમાં મુક્યો અને ડ્રાઈવરને હોટેલ તાજ
  • Read Free
લોસ્ટ - 5
પ્રકરણ ૫"મિથિલાની સ્કૂલ ફી ભરવાની છે, રોજેરોજ બચત કરીને ફીના પૈસા ભેગા કરવાનો પ્રયત્ન કરીયે છીએ પણ તોય નથી પહોંચી વળાતું." રીનાબેનએ સ્કૂલમાંથી મળેલા નોટિસને જોઈને માથું કુટ્યું."કંઈક થઇ જશે રીના, બપ્પા પર વિશ્વાસ રાખ." કેશવરામ પત્નીને આશ્વાસન આપવા ...Read Moreકઈ કરી શકે એમ ન્હોતા અને એ વાતનો અફસોસ તેમના ચેહરા પર દેખાઈ આવતો હતો."બાળકોની વાત આવે એટલે આ વિશ્વાસ હલી જાય છે કેશવ, આપણે કોઈનું શું બગાડ્યું હતું કે બપ્પા આપણી સામે પાછું વળીને જોતાંય નથી? માબાપનું દિલ દુઃખવીને આ સંસાર માંડ્યો છે એ પાપની સજા તો નથીને આ?" રીનાબેનની આસ્થા તૂટવા લાગી હતી.ખરાબ સમયની આજ ખાસિયત હોય છે,
  • Read Free
લોસ્ટ - 6
પ્રકરણ ૬પાલનપુર પહોંચીને સૌથી પહેલાં રાવિકાએ ફોન રિસ્ટાર્ટ કર્યો, જિજ્ઞાસાના ૨૫ ફોન અને ૧૩ મેસેજ હતા. તેણીએ તરત જિજ્ઞાસાને પાછો ફોન કર્યો, પણ ફોન સ્વિચ ઑફ આવતો હતો.રાવિકાએ મેસેજ વાંચ્યા, જિજ્ઞાસા અને રયાન પહેલી ફ્લાઇટથી અમદાવાદ આવી રહ્યાં હતાં."હું ...Read Moreએરપોર્ટ પર તમારી રાહ જોઇશ." રાવિકાએ મેસેજ સેન્ડ કરીને ફોન રાધિકાને પાછો આપ્યો."મારા મનમાં એક પ્રશ્ન છે, પૂછું?" રાધિકાએ રાવિકા સામે જોયું.રાવિકાએ હકારમાં માથું હલાવ્યું, એટલે રાધિકા આગળ બોલી, "તારું નામ રાવિકા, મારું નામ રાધિકા. ચેહરો, અવાજ અને શરીર બધું એક જેવું અને આપણે બંનેઉ ગુજરાતી છીએ, તો આપણો સબંધ શું છે?""એક પ્રશ્ન મારા મનમાં પણ છે...." અચાનક કંઈક યાદ
  • Read Free
લોસ્ટ - 7
પ્રકરણ ૭એ દિવસે ન તો રાધિકાનો ફોન આવ્યો ન તો રાધિકા આવી. રાવિકાને લઈને તરત ન્યૂયોર્ક પાછા વળવાના ઈરાદાથી ભારત આવેલ જિજ્ઞાસા અને રયાન માટે અહીં રહેવું કે જવુ એ નિર્ણય લેવો ખુબ આકરો થઇ પડ્યો હતો.અહીં રોકાય તો ...Read Moreભૂતકાળ તેની સામે આવી જવાનો ડર હતો અને અહીંથી જાય તો રાધિકાને ન મળી શકવાની ચિંતા હતી.રયાન પપ્પાના છેલ્લા વાક્યનો મતલબ સમજવાનો પ્રયત્ન કરતી રાવિકા એટલું તો સમજી જ ગઈ હતી કે આ ઘરમાં હાજર એકેય જણ તેના પ્રશ્નનો જવાબ નઈ આપે.વિચારોમા અટવાયેલી રાવિકાની નજર પરસાળમાં નિરાશ ચેહરે બેઠેલી જિજ્ઞાસા ઉપર પડી.જિજ્ઞાસાની બાજુમાં બેસીને તેનાં ખભા ઉપર માથું ઢાળીને રાવિકા
  • Read Free
લોસ્ટ - 8
પ્રકરણ ૮"તમે શું બોલી રહ્યાં છો દીદી, મમ્મી અમને મારી નાખશે." નિવાસ અને નિગમ એકીસાથે બોલી ઉઠ્યા."તમે બન્ને મારી હેલ્પ કરશો કે મિશન ઓલ્ડ હાઉસમાં?" રાવિકાએ બન્ને સામે વારાફરતી જોયું."પણ દીદી, બાળપણથી અમને સખત મનાઈ કરવામાં આવી છે આપણા ...Read Moreઘરે જવાની." નિવાસ બોલ્યો."ઠીક છે, હું એકલી જતી રઈશ. હું તમને હજુ કાલેજ મળી છું તો તમે મારી મદદ સુકામ કરશો." રાવિકા નકલી આંસુ વહાવીને તેના ઓરડામાં જતી રહી, તેં જાણતી હતી કે તેનો ઈમોશનલ અત્યાચાર કામ લાગશે જ.બીજા દિવસે સવારે નિવાસ અને નિગમ રાવિકા પાસે આવ્યા અને અંગુઠો ઉપર કરીને કહ્યું કે બન્ને રાવિકાની હેલ્પ કરશે.નાસ્તો કર્યા પછી જીવનની
  • Read Free
લોસ્ટ - 9
પ્રકરણ ૯"રાધિ બેટા......" તસ્વીરમાંથી નીકળેલી સ્ત્રીએ પ્રેમથી રાધિકાને બોલાવી, તેણીના અવાજમાં જાણે કે કોઈ જાદુ હોય એમ રાધિકા તેની તરફ ખેંચાઈ."તમે કોણ છો? તમેં મારું નામ કેવી રીતે જાણો છો?" રાધિકાના મનનો ડર ઓછો થઇ ગયો હતો."હું આ ઘરની ...Read Moreઆધ્વીકા રાઠોડ છું, અને તારું નામ મેં જ તો તને આપ્યું હતું બેટા." આધ્વીકાએ પ્રેમાળ સ્મિત રેલાવ્યું."આધ્વીકા... આ નામ મેં ક્યાંક સાંભળેલું છે, પણ ક્યાં?" રાધિકા ગણગણી અને અચાનકજ કંઈક યાદ આવતા તેં ચમકી,"રાવિકા...... રાવિકાની મમ્મીનું નામ પણ આધ્વીકા જ હતું. તમે રાવિકાના મમ્મી છો?""હા, રાવિ મારી દીકરી છે અને તું પણ મારી....." આધ્વીકા તેની વાત પુરી કરે એના પહેલાંજ
  • Read Free
લોસ્ટ - 10
પ્રકરણ ૧૦રાવિકા ઘરે પાછી આવી ત્યારે જિજ્ઞાસા, રયાન, જીવન અને આસ્થા માથે હાથ દઈને બેઠાં હતાં."રાવિ દીદી....." નિવાસ રાવિકાને અંદર આવતા જોઈને બોલ્યો."ક્યાં ગઈ હતી તું? તને અમે કઈ બોલતા નથી તો ફાયદો ઉઠાવીશ તું એ વાતનો?" જિજ્ઞાસાનો અવાજ ...Read Moreથઇ ગયો.રાવિકા અપલક જિજ્ઞાસા સામે જોઈ રહી હતી, રાવિકાને આમ ચુપચાપ જોઈને જિજ્ઞાસાને નવાઈ લાગી."ક્યાં ગઈ હતી બેટા?" રયાનએ પ્રેમથી પૂછ્યું."વ્હાય? વ્હાય પપ્પા વ્હાય?" રાવિકાએ રયાન સામે ભાવનાવિહીન ચેહરે જોયું."શું કે'વા માંગે છે?" રયાનને રાવિકાનો પ્રશ્ન સમજાયો નઈ."તમને બધાને કોણે હક આપ્યો મને મારી બેનથી દૂર રાખવાનો? શું સમજીને તમેં મને હકીકતથી અજાણ રાખી?" રાવિકાએ બુમ પાડી.રાઠોડ નિવાસમાં સોંપો પડી
  • Read Free
લોસ્ટ - 11
પ્રકરણ ૧૧મુંબઈ એરપોર્ટથી ટેક્ષી લઈને ત્રણેય જણ મીરાના ઘરે આવ્યાં, મીરા બધાંને ગળે મળી."તું તો સાવ બદલાઈ ગઈ છે મીરુ." રયાનએ મીરાના માથા પર હાથ મુક્યો."દીદીના ગયા પછી ઘણું બધું બદલાઈ ગયું છે." મીરાનો અવાજ લાગણીવિહીન હતો."આધ્વીકા દીદીને ગયાને ...Read Moreવર્ષ થઇ ગયાં છે, પણ આ ૨૧ વર્ષનો લાંબો સમય પણ મીરાના દુઃખને ઓછું નથી કરી શક્યો." મીરાના પતિ કિશનએ કહ્યું.મીરાની દીકરી મેઘા રાવિને તેના ઓરડામાં લઇ ગઈ, મેઘાની નાનો ભાઈ રોહન પણ બન્નેની સાથે ગયો."ક્યારે જાઓ છો ન્યૂ યોર્ક?" મીરાએ જિજ્ઞાસા તરફ જોયું."રાત્રે સાડા અગ્યારની ફ્લાઇટ છે." જિજ્ઞાસાએ ધીમેથી કહ્યું."રાવિના જન્મદિવસ પછી તો કોઈ ચિંતા નથી ને?" મીરાના અવાજમાં
  • Read Free
લોસ્ટ - 12
પ્રકરણ ૧૨"રાવિકા જ્યાં પણ હશે એને શોધી લઈશુ." માધવ દવેએ રાવિકાનો ફોન ટ્રેસ કર્યો."પણ અનઓફિશ્યિલી, રાવિ ગુમ થઇ ગઈ છે એવી ખબર બા'ર આવી તો કંપનીને ખુબજ નુકસાન જશે." રયાનએ ટકોર કરી.માધવએ હકારમાં માથું હલાવ્યું અને રાવિકાની શોધખોળ ચાલુ ...Read Moreબધી આપણી જ ભુલ છે, રાવિને અહીંથી લઇ જવાના ચક્કરમાં આપણે રાવિને કિડનેપ કરવાવાળી ઘટનાને અવોઇડ કરી." જિજ્ઞાસાએ તેના બન્ને હાથથી તેનું માથું પકડી લીધું."તું ચિંતા ના કર જિજ્ઞા, આપણી રાવિ ખુબજ સમજદાર અને બહાદુર છોકરી છે. એને કઈ નહિ થાય." રયાનએ જિજ્ઞાસાના ખભા પર હાથ મુક્યો."ચિંતા તો હવે એ કરશે જેણે આપણી રાવિને કિડનેપ કરી છે, હવે એ માણસને
  • Read Free
લોસ્ટ - 13
પ્રકરણ ૧૩ઓફિસથી ઘરે આવેલા મેહુલએ પહેલું પગલું ઘરમાં મૂક્યું કે તરત તેના પિતા નવીનભાઈએ પૂછ્યું, "મિટિંગ કેવી રઈ?""ગુડ." મેહુલ ડીલ કેન્સલ કરવાવાળી વાત કઈ રીતે જણાવવી એ વિચારી રહ્યો હતો."આજે તારો પહેલો દિવસ હતો એટલે મને તારી ચિંતા થતી ...Read Moreમેં આટલા વર્ષ મેહનત કરીને આ કંપની ઉભી કરી છે અને આજથી એ કંપની તું સંભાળીશ."નવીનભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને ફરી બોલ્યા,"ડગલે ને' પગલે તારી પરીક્ષા થશે, દરેક ક્ષણે તારી તુલના મારી સાથે થશે એટલે આજ તને એક સલાહ આપવા માંગુ છું. વ્યવહારિક જીવન અને સાંસારિક જીવનને હંમેશા અલગ રાખજે, અને તારું બેસ્ટ આપજે.""જી, હું મારું બેસ્ટ આપીશ." મેહુલ
  • Read Free
લોસ્ટ - 14
પ્રકરણ ૧૪"રાવિ..... રાવિ......." એક સ્ત્રીનો અવાજ રાવિકાના કાને પડ્યો."કોણ છે?" રાવિએ આજુબાજુ નજર કરી પણ ઓરડામાં રાધિકા સિવાય કોઈજ ન્હોતું."રાધિ તો ઊંઘી ગઈ છે, વહેમ હશે મારો." રાવિકાએ મનોમન વિચાર્યું અને ફરીથી લેપટોપ પર કામ કરવા લાગી."રાવિ.... મદદ કર ...Read Moreમદદ કર....." ફરીથી એજ અવાજ આવ્યો.રાવિકાએ પાછળ ફરીને જોયું અને તેના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ. તેની સામે એક પ્રોઢ સ્ત્રી ઉભી હતી, તેનો અડધો ચેહરો બળેલો હતો અને શરીરના કેટલાયે અંગો પર ચામડીને બદલે માંસના લોચા દેખાતા હતા."આ કોણ છે? રાવિ આ કોણ છે?" રાવિકાની ચીસ સાંભળીને રાધિકા ઉઠી ગઈ."શું થયું બેટા? રાવિ....રાધિ...." જિજ્ઞાસા અને રયાન પણ રાવિકાની ચીસ
  • Read Free
લોસ્ટ - 15
પ્રકરણ ૧૫"આ કોણ છે રાવિ? શું થયું બેટા?" જિજ્ઞાસા અને બાકી બધાં પણ બુમાબુમ સાંભળીને બહાર દોડી આવ્યાં હતાં."માસી, કેરિન.....એ લોહી...." રાવિકાની જીભ અટકાઈ ગઈ હતી."હું ગાડી લઈને આવું છું." મીરા દોડતી અંદર ગઈ અને ગાડી લઇ આવી.રયાનએ બેત્રણ ...Read Moreમદદથી કેરિનની ગાડીમાં નાખ્યો, જિજ્ઞાસા અને રાવિકા ગાડીમાં બેઠાં અને ગાડી હોસ્પિટલ તરફ ભાગી."મારા કારણે કેરિન....મારા કારણે આ હાલતમાં..." રાવિકા આઈસીયુની બહાર બેસીને હિબકા ભરી રહી હતી."રડ નઈ દીકરા, ડૉક્ટર કેરિનને જોઈ રહ્યા છે અને કેરિન ઠીક થઇ જશે." જિજ્ઞાસા મીરાને રાવિકા પાસે રે'વાનું કહી હોસ્પિટલ ની બહાર આવી અને કેરિનના સામાનમાંથી તેના ઘરનો નંબર શોધી તેના ઘરે ફોન કર્યો."કેરિન
  • Read Free
લોસ્ટ - 16
પ્રકરણ ૧૬રાધિકા મેહુલની ઓફિસમાં પહોંચી, હજુ એ કઈ પૂછે એ પહેલાંજ ત્યાંના કર્મચારીએ તેને રાવિકા રાઠોડ સમજીને પ્રેમથી આવકારી અને મેહુલ મેહરાના કેબીન સુધી મૂકી ગયો."રાવિનો તો વટ છે." રાધિકા મનોમન હસી અને કેબીનના દરવાજા પર બે ટકોરા માર્યા."કમ ...Read Moreઅંદરથી એક યુવાનનો અવાજ આવ્યો.રાધિકા કેબીનમાં પ્રવેશી અને ફાઈલ આપવા હાથ લંબાવ્યો જ હતો ને' ખુરશીમાં બેઠેલા યુવાનને જોઈને તેના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, "તું? તું અહીં શું કરે છે?""તમને કંઈક તકલીફ હોય એવુ લાગે છે મિસ રાઠોડ, કાલે તમે મને ભૂલી ગયાં હતાં અને આજે હું તમને અચાનક યાદ આવી ગયો." મેહુલએ રાધિકાના હાથમાંથી ફાઈલ લીધી."એટલે? રાવિ તારી સાથે
  • Read Free
લોસ્ટ - 17
પ્રકરણ ૧૭રાધિકાને રાત્રે જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળી ગયો, બીજા દિવસે સવારે ઉઠતાજ રાવિકા અને મીરા વચ્ચે એક વાતને લઈને બબાલ થઇ ગઈ."કિશન તમે સમજાવોને આ બન્નેને." મીરાએ છેલ્લું હથિયાર વાપર્યું."હા માસા, તમેજ માસીને સમજાવો કે અમારું ગુજરાત જવુ કેટલું ...Read Moreછે." રાવિકા વાકચતુર્યની ધની હતી."રાવિ સાચું કે છે મીરા, અને ગુજરાતમાં આપણું કોઈ સગું ના રહેતું હોત તો હું બન્ને છોકરીઓને તારા કહેવા પેલાજ રોકી લેત. આ સમસ્યા જ્યાંથી શરૂ થઇ છે ખતમ પણ ત્યાંજ થશે, એમને જવા દે મીરા.""અમે ગુજરાત જઇયે છીએ અને ગુજરાતમાં તમારા પર બેન નથી લાગેલો." રાવિકા હસી પડી."તમે બન્ને મને મળવા આવજો અને હું પણ
  • Read Free
લોસ્ટ - 18
પ્રકરણ ૧૮"મમ્મા..." રાવિ અને રાધિ એકસાથે બોલી."૨૧ વર્ષથી હું તમારી રાહ જોઈ રહી છું બેટા, મારી આશા મરે એ પહેલાં તમે બન્ને આવી ગઈ." આધ્વીકાએ રાવિ અને રાધિના માથા પર હાથ મુક્યો અને બન્ને છોકરીઓ આધ્વીકાને વળગી પડી."માસીએ કહ્યું ...Read Moreકે તમે.... તમે આ દુનિયામાં નથી." રાવિએ આધ્વીકાનો હાથ પકડ્યો."જિજ્ઞાએ સાચું કહ્યું હતું, હું તમારી દુનિયામાં નથી. હું તો એક ભટકતી આત્મા છું, કોઈની લાલચને કારણે વર્ષોથી આ ઘરમાં કેદ છું અને...... જાઓ અહીંથી હાલજ.... જાઓ...." આધ્વીકા તેની વાત પુરી કર્યાં વગરજ ગાયબ થઇ ગઈ."મમ્મા.... મમ્મા...." રાવિ અને રાધિએ એકીસાથે બુમ પાડી."રાવિ ચાલ.... રાવિ..." રાધિએ આ જગ્યામાં એક વિચિત્ર ભય
  • Read Free
લોસ્ટ - 19
પ્રકરણ ૧૯"તું કેમ અમારાથી દૂર જવા માંગે છે?" રીનાબેનએ કેરિનને તેમની પાસે બેસાડ્યો."મને સારી ઑફર મળી છે નોકરીની, અને અમદાવાદ ક્યાં બઉ દૂર છે?" કેરિનએ રીનાબેન સામે જોવાનું ટાળ્યું."પણ..."રીનાબેન કંઈ બોલે એ પહેલાં કેરિન બોલી ઉઠ્યો,"આજે તો હું ઇન્ટરવ્યૂ ...Read Moreજઉ છું, મને આશીર્વાદ નઈ આપે કે હું ઇન્ટરવ્યૂમાં પાસ થઇ જઉ.""પણ તું રઈશ ક્યાં?" રીનાબેનએ છેલ્લો પ્રયત્ન કર્યો કેરિનને રોકવા."નોકરી મળી જશે તો રેવાનું ઠેકાણું પણ કરી લઈશ." કેરિન એ તેનાં સર્ટિફિકેટ બેગમાં ગોઠવ્યા અને અમદાવાદ જવા તૈયાર થયો."તું સાચે નોકરી માટેજ જઈ રહ્યો છે ને?" રીનાબેનએ દહીં અને સાકર લઇ આવ્યાં."હા." કેરિનએ ટૂંકમાં જવાબ આપ્યો પણ અહીંથી જવાનું
  • Read Free
લોસ્ટ - 20
પ્રકરણ ૨૦રાધિ ઓફીસથી ઘર સુધી આધ્વીકા વિશે વિચારી રહી હતી, ઘરે પહોંચીને તે સીધી તેને અને રાવિને આપેલા ઓરડામાં ગઈ."સાચી ફાઈલ હતીને?" રાવિ લેપટોપ પર કામ કરી રહી હતી."હા." રાધિ પલંગ પર આડી પડી."તું કાલે ફ્રી છે? ફ્રી હોય ...Read Moreઆપણે તારા ડોક્યુમેન્ટનું કામ પતાવી દઈએ. જેથી તને તારા હકની ઓળખાણ મળી જાય." રાવિએ કામ કરતાં કરતાં કહ્યું."મારા હકની ઓળખાણ?" રાધિ ઉભી થઇ ગઈ."આપણે ભલે ટ્વિન્સ છીએ, પણ તારી પોતાની સ્વતંત્ર ઓળખાણ હોવી જ જોઈએ. સત્તાવાર રીતે તું રાધિકા રાઠોડ બની જઈશ, પછી આપણે તારો પાસપોર્ટ બનાવશું, હું તને ગાડી શીખવીશ અને આપણે ફરવા જઈશુ." રાવિએ લેપટોપ બંધ કર્યું અને
  • Read Free
લોસ્ટ - 21
પ્રકરણ ૨૧"રાવિ તું મને પ્રેમ નથી કરતી, માત્ર વિઝા માટે લગ્ન કરવા એ ખોટું છે." કેરિનએ રાવિને સમજાવવાનો પ્રયત્ન કર્યો."માત્ર વિઝા માટે હું લગ્ન કરી લઉં એવી લાગુ છું હું તને? મારું ભારતમાં રે'વું બઉજ જરૂરી છે તું સમજતો ...Read Moreનથી, અને ખબર નઈ કેમ પણ મને તારા પર વિશ્વાસ છે કે તું ક્યારેય મારી મજબૂરીનો ગેરલાભ નઈ ઉઠાવે." રાવિની આંખો થોડી ભીંજાઈ ગઈ."હું જાણી શકું કે તારી એવી શી મજબૂરી છે જેના કારણે તારે એક અજાણ્યા પુરૂષ સાથે આમ લગ્ન કરવા માટે મનાવવો પડી રહ્યો છે?" કેરિન રાવિને રડતા જોઈને પીગળી ગયો હતો."મારે આ બધી વાત નથી કરવી, મને
  • Read Free
લોસ્ટ - 22
પ્રકરણ ૨૨વિશાળ જંગલની વચ્ચોવચ આવેલી એક નાનકડી ગુફામાં ખુલતું વિશાળ ભોંયરુ આજે લાવાની જેમ ધગધગી રહ્યું હતું, ભોંયરાના તળિયે વેરવિખેર પડેલી નિર્જીવ ખોપડીઓ પણ ડરની મારી ધ્રુજી પડે એટલો ભયકંર ગુસ્સો આ ભોંયરાના કર્તાધર્તા અને માલિક કાળીનાથને ચડ્યો હતો."કુંદરએ ...Read Moreસાથે દગો કર્યો, મેં એને મોકલેલો રાવિને મારી પાસે લાવવા અને એ રાવિ સાથે પ્રણયફાગ ખેલવા માંગે છે. અરે એ બેવકૂફને કોણ સમજાવે કે રાવિનું કોમાર્ય મારા માટે કેટલું જરૂરી છે." કાળીનાથએ તેમના બીજા બે પ્રેત ચેલાઓને કુંદરને ઉપાડી લાવવા મોકલ્યા."જોઈ રહી છે આધ્વીકા? આ બધું તારા કારણે થઇ રહ્યું છે, પેલો રાક્ષસ જેવો કુંદર હવે રાવિની પાછળ પડ્યો છે
  • Read Free
લોસ્ટ - 23
પ્રકરણ ૨૩"હું તને જોઈ લઈશ, રાધિકા." સુશીલાએ રાધિના પંજામાંથી છૂટવાની ઘણી કોશિષ કરી પણ તેં નિષ્ફળ રહી."મારા એક હાથની પકડમાંથી છૂટવાની ત્રેવડ નથી તારી અને મને ધમકી આપી રહી છે. જા જોઈ લેજે મને." રાધિએ સુશીલાને છોડી એવીજ એ ...Read Moreથઇ ગઈ."આ બધું શું હતું? તું કોની સાથે વાત કરી રહી હતી? અને હું તારી પાસે કેવી રીતે ખેંચાઈ આવ્યો?" મેહુલની નજર રાધિના હાથ પર પડી અને તેં વધારે ચોંક્યો, "તારા હાથમાંથી આ રોશની કંઈ રીતે નીકળે છે? કોણ છે તું?""હું રાધિકા છું, હમણાં તો કીધું હતું." રાધિએ તેના બન્ને હાથ પાછળ છુપાવી દીધા.મેહુલએ રાધિના હાથ ખેંચ્યા અને તેના હાથમાંથી
  • Read Free
લોસ્ટ - 24
પ્રકરણ ૨૪"કમાલ છે, રાધિકાને મુંબઈમાં બેઠા બેઠા ખબર પડી ગઈ કે મિસ રાઠોડ મુસીબતમાં છે." મેહુલ બોલ્યો."હા, બન્ને આઇડેન્ટિકલ ટ્વિન્સ છે એટલે." કેરિન ફિક્કું હસ્યો."બન્ને એકબીજાની ઝેરોક્ષ કોપી લાગે છે, નઈ?" મેહુલ રાધિકા અને રાવિકા વચ્ચે રહેલી સમાનતાઓ જોઈને ...Read Moreથઇ ગયો હતો."હા, સાચી વાત છે." કેરિનએ ટૂંકમાં જવાબ આપ્યો."બન્ને છોકરીઓ ક્યાં ગઈ?" આસ્થા નાસ્તો લઈને આવી ત્યારે હોલમાં કેરિન અને મેહુલ જ હતા."બહાર ગઈ હમણાં બન્ને." મેહુલએ જવાબ આપ્યો."તમે રાવિ સાથે કામ કરો છો?" આસ્થાએ ચાનો કપ મેહુલને આપ્યો."તમે રાવિ સાથે કામ કરો છો?" કેરિન ચોંક્યો."હા, એની પ્રોબ્લેમ?" મેહુલએ કેરિન સામે આશ્ચર્યથી જોયું."ના, ના. અમને શું પ્રોબ્લેમ હોય?" આસ્થાએ
  • Read Free
લોસ્ટ - 25
પ્રકરણ ૨૫"આધ્વીકાનું બાળક જન્મે ત્યાં સુધી તેને આ બધી પળોજણથી દૂર રાખી શકાશે?" આરાધનાબેનએ નંખાઈ ગયેલા અવાજે પૂછ્યું."હા, એ થઇ શકે." બાબાએ તેમની ઝોળીમાંથી એક તાવીજ કાઢ્યું અને તેના પર અમુક મંત્રોચાર કરીને આધ્વીકાના બાવડે બાંધ્યું.બાબાના ગયા પછી થોડીવારમાં ...Read Moreભાનમાં આવી, આધ્વીકા ભાનમાં આવે એ પહેલાંજ બધાએ આધ્વીકાને આ બાબત વિશે કાંઈજ ન જણાવવાનું નક્કી કરી લીધું હતું."તું મને આવી રીતે કેમ જોઈ રહ્યો છે?" આધ્વીકાએ આંખો ખોલતાજ રાહુલને જોયો."તું ઊંઘી હોય ત્યારે કેટલી રૂપાળી લાગે છે." રાહુલએ હસવાનો પ્રયત્ન કર્યો."હું ક્યારે ઊંઘી ગઈ? આ તાવીજ? તાવીજ કેમ બાંધ્યું છે અને ક્યારે બાંધ્યું?" આધ્વીકાએ તાવીજ છોડવાનો પ્રયત્ન કર્યો પણ
  • Read Free
લોસ્ટ - 26
પ્રકરણ ૨૬રાધિ પાછી તેના ઓરડામાં આવી ત્યારે આધ્વીકા પહેલેથી ત્યાં હતી, આધ્વીકાને જોઈને રાધિ દોડતી જઈને તેને વળગી પડી, "મમ્મા તમે રાવિ સાથે આવું વર્તન કેમ કર્યું? રાવિને જિજ્ઞા માસીએ ઉછેરીને મોટી કરી છે તો તેનો જિજ્ઞામાસી તરફનો લગાવ ...Read Moreનથી?""છે, પણ રાવિ જે કરી રહી છે એ ખોટું છે." આધ્વીકાનો ચેહરો ગંભીર હતો."શું કરી રહી છે રાવિ?" રાધિ મુંજવણમાં હતી."રાવિ તારા હકની મિલકત જીયાને આપી દેવા માંગે છે, સ્નેહ તેની સાથે જ હોય જેની સાથે સૌથી વધારે સમય ગાળ્યો હોય અને રાવિએ તેની આખી જિંદગી જિજ્ઞા, રયાન અને જીયા સાથે ગાળી છે. એ જીયા અને તારામાંથી જીયાને જ ચૂઝ
  • Read Free
લોસ્ટ - 27
પ્રકરણ ૨૭મેહુલએ રાધિનો આખો ચેહરો ચુમ્યો, છેલ્લે ગરદન ઉપર એક તસતસતું ચુંબન ચોડ્યું અને તેને કમરથી પકડીને તેની નજીક ખેંચી, "કરે છે ને? પ્રેમ?""પ્રેમ?" રાધિના ગાલ શરમથી લાલ થઇ ગયા હતા."સારું ચાલ મત આપ જવાબ, પણ એમ તો કે ...Read Moreતું અચાનક અહીં કેવી રીતે? તું તો અમદાવાદ રે' છે ને?" મેહુલનો એક હાથ રાધિના ચેહરા પર ફરી રહ્યો હતો."રાવિ કે'તી હતી કે જીયા અને મેહુલ સાથે કામ કરશે એટલે મને ઈર્ષ્યા થઇ અને તારી પાસે આવી ગઈ હું અચાનક." રાધિએ મનોમન કહ્યું."કંઈ કીધું?" મેહુલએ તેનો કાન આગળ કર્યો."ના, છોડ મને." રાધિએ મેહુલને હળવો ધક્કો માર્યો."આ હાથ છોડવા માટે નથી
  • Read Free
લોસ્ટ - 28
પ્રકરણ ૨૮"શું થયું? શું થયું?" બધાં બહાર દોડી આવ્યાં."આ રાવિ નથી, આ ભૂત છે.... રાવિએ મને ગળાથી પકડીને હવામાં લટકાવી દીધો હતો, એ રાવિ નથી....." કેરિનએ રાવિ સામે આંગળી ચીંધી."તમે કોઈ ખરાબ સપનું જોયું હશે જીજું, રાવિ સ્ટ્રોંગ છે ...Read Moreપણ એ તમને હવામાં ઉંચકી શકે એ તો અશક્ય છે." રાધિ ન્હોતી ઇચ્છતી કે તેમની શક્તિઓ વિશે કોઈ જાણે."હા, કેરિન. તેં કોઈ સપનું જોયું હશે, રાવિ આવો વ્યવહાર ન કરી શકે." રીનાબેનએ પણ રાવિનો પક્ષ લીધો."જીજુ, રાવિ ક્યાંથી તમને ભૂત દેખાય છે? આટલી રૂપાળી છે મારી બેન, તેનાં વખાણ કરવાને બદલે તમે તેને ભૂત કહો છો." જીયાએ કેરિનને હેરાન કરવા
  • Read Free
લોસ્ટ - 29
પ્રકરણ ૨૯"મમ્મા....." રાધિના ગાલ પર એક આંસુ ધસી આવ્યું."હું તારી માં નથી, નથી હું તારી માં. તું કોઈ જ કામની નથી, તું નાલાયક છે." આધ્વીકા ગાયબ થઇ ગઈ."મમ્મા..... મમ્મા.....""શું થયું દીદી? આધ્વીકા માસીની યાદ આવે છે?" હમણાંજ ઓરડામાં આવેલી ...Read Moreરાધિની બૂમો સાંભળીને પૂછ્યું.રાધિએ ન તો જીયા સામે જોયું અને ન તો તેના પ્રશ્નનો જવાબ આપ્યો, તેણીએ તેનાં આંસુ લૂંછ્યા અને ઓરડામાંથી બહાર નીકળી ગઈ."તું ક્યાં હતી?" રાવિએ રાધિને જોઈને પૂછ્યું."હું તને જવાબ આપવો જરૂરી નથી સમજતી." રાધિએ રાવિ સામે જોવાનું ટાળ્યું."તારા સમજવા ઉપર દુનિયા નથી ચાલતી, સમજી?" રાવિએ તીણી આંખો કરીને રાધિ સામે જોયું."શું છે?" રાધિએ તેની આંખો ગોળ
  • Read Free
લોસ્ટ - 30
પ્રકરણ ૩૦આજે રાધિકા અને રાવિકાના લગ્ન હતાં, બન્નેના લગ્ન દેશવિદેશની મીડિયા માટે એક મહત્વનો વિષય હતો. એક અઠવાડિયાથી સોશિઅલ મીડિયા અને મીડિયામાં રાઠોડ સિસ્ટર્સ વેડિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, રાવિ અને રાધિ તૈયાર થઈને એક ઓરડામાં બેઠી હતી.જિજ્ઞાસા અને ...Read Moreપણ બન્નેના લગ્ન માટે આવી ચુક્યાં હતાં, આખો પરિવાર લગ્નોત્સવ માણી રહ્યો હતો ત્યારે રાધિ અને રાવિ આધ્વીકા-રાહુલને યાદ કરી રહી હતી, "મમ્મા.... પપ્પા... આજે તમારી બહુ યાદ આવે છે.""યાદ તો આવશે જ ને, માબાપ કોને યાદ ન આવે?" જિજ્ઞા ઓરડામાં આવી અને બન્ને છોકરીઓના માથા પર હાથ મુક્યો."માસી...." બન્ને છોકરીઓ જિજ્ઞાસાને વળગીને રડી પડી."બસ બસ, મેકઅપ ખરાબ થઇ જશે."
  • Read Free
લોસ્ટ - 31
પ્રકરણ ૩૧"હા બેટા...." રાહુલએ ઉભા થવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો, તેનું શરીર સમય કરતા વહેલું ઘરડું થઇ ગયું હતું અને તેની દાઢી અને માથાના વાળ ખુબજ વધી ગયા હતા."પપ્પા...." રાધિ રાહુલને ભેંટીને રડવા લાગી."રડ નઈ બેટા, રડ નઈ." રાહુલએ રાધિના ...Read Moreપર હાથ ફેરવ્યો."રાવિ ક્યાં છે પપ્પા? માયા કોણ છે અને ક્યાં લઇ ગઈ છે રાવિને?" રાધિએ તેની આંખો લૂંછી."ચાલ મારી સાથે." રાહુલએ ધ્રુજતા હાથે રાધિનો હાથ પકડ્યો.ચારેય જણ થોડુંક ચાલ્યા હશે ત્યાં એક ગુફા નજરે ચડી.રાહુલએ ગુફા તરફ ઈશારો કર્યો, "રાવિ ત્યાં છે.""હું અંદર જઉ છું, હું બોલવું તો જ અંદર આવજો." રાધિ અવાજ ન થાય એમ અંદર ગઈ, ગુફામાં
  • Read Free
લોસ્ટ - 32
પ્રકરણ ૩૨રાહુલ દોડતો આધ્વીકાની ગાડી પાસે આવ્યો, એક વિશાળ શિલાને ટકરાઈને ગાડીના ભુક્કા નીકળી ગયા હતા અને આધ્વીકા લોહીના ખાબોચિયામાં પોઢી ગઈ હતી."એય, સોનું.... સોનું.... ઉઠ એય..." રાહુલએ આધ્વીકાની નાડ તપાસી, આધ્વીકાનું હૃદય બંધ પડી ગયું હતું.રાહુલએ રાધિને સાફ ...Read Moreબેસાડી અને આધ્વીકાને ઉપાડીને તેને છાતીસરસી ચાંપી."આપણી દીકરીઓને હું એકલો કેવી રીતે સાચવીશ? મને એકલો મૂકીને જતી રઈને તું? મેં કીધું હતું ને કે મને છોડીને ક્યારેય ન જતી, છતાંય......" રાહુલની વાત પુરી થાય એ પહેલાજ તેના માથા પર પ્રહાર થયો અને એ બેભાન થઇ ગયો.રાહુલની આંખો ભરાઈ આવી હતી, બધાંની આંખોમાં પણ આંસુ હતાં. રાહુલએ તેની આંખો લૂંછી અને
  • Read Free
લોસ્ટ - 33
પ્રકરણ ૩૩"૭ દિવસ પછી અમાસ છે, અમાસના દિવસે તું તારી મરજીથી તારી શક્તિઓ મને આપી દઈશ." માયાના આ શબ્દો રાવિના કાનમાં ગુંજી રહ્યા હતા."વહિની, વિચારાત હરવલે?" મિથિલાએ રાવિના ખભા પર હાથ મુક્યો."તું મને મરાઠી શીખવી દે થોડું, અમુકવાર તો ...Read Moreખબર જ નથી પડતી કે તું શું બોલતી હોય છે." રાવિ હસી પડી."વહિની, મારે તમને કંઈક પૂછવું છે પણ તમને મારો સવાલ ન ગમે કદાચ." મિથિલા થોડી ખચકાઈ રહી હતી."મને તારો સવાલ નઈ ગમે તો હું તને તોપથી ઉડાવી નઈ દઉં, શું પૂછવું છે પૂછ." રાવિ થોડી હસી."તમારા અને દાદા વચ્ચે બધું ઠીક છે? ખબર નઈ કેમ પણ મને એવુ
  • Read Free
લોસ્ટ - 34
પ્રકરણ ૩૪રાવિ ઝડપથી કૂદી, એક હાથથી વેલા પકડ્યા અને બીજા હાથથી રાધિને, "બેવકૂફ, ચાલ જલ્દી હવે."બન્ને બહેનો માંડ માંડ બીજા ઝુલા ઉપર આવી અને જેમ બને એમ ઝડપથી આગળ વધવા લાગી, બન્નેએ જે જે ઝૂલા પર પગ મુક્યો હતો ...Read Moreઝૂલા થોડી સેકન્ડ પછી તૂટી જતા હતા.કેટલાયે ઝૂલા પાર કર્યા પછી રાવિને જમીન દેખાઈ, બન્નેએ લાંબો કૂદકો માર્યો અને જમીન ઉપર આવી ગઈ."માયાએ જૂઠું બોલીને આપણને ફસાવ્યા છે એવુ તો નથી ને?" રાધિને શ્વાસ ચડી ગયો હતો."ના, માયાએ મને કીધું હતું કે મમ્મા સુધી પહોંચવા આપણે ખુબજ મુશ્કેલ રસ્તેથી પસાર થવું પડશે પણ આટલો મુશ્કેલ રસ્તો હશે એ ન'તી ખબર."
  • Read Free
લોસ્ટ - 35
પ્રકરણ ૩૫"તું મને છોડીને કેમ ગઈ? કેમ?" રાહુલ નાના બાળકની જેમ ફરિયાદ કરી રહ્યો હતો."મને માફ કરી દે રાહુલ..." આધ્વીકાએ રાહુલનો ચેહરો ચુમ્યો અને ફરીથી બોલી,"હું ગયા ભવ કે આવતા ભવમાં નથી માનતી પણ તું માને છે અને સાચે ...Read Moreતું મને એવુ હોય તો હું દરેક જન્મની તારી પત્ની બનવા માંગીશ.""મત જા આધ્વી, પ્લીઝ." રાહુલની આંખો ભીંજાઈ ગઈ હતી."આપણો સાથ પૂરો થયો રાહુલ, મને મળવા બદલ તારો ખુબ ખુબ આભાર." આધ્વીકાની આત્મા તેના શરીરમાંથી નીકળી ગઈ અને તેનું શરીર રાહુલ ઉપર ઢળી પડ્યું."આધ્વીકાઆઆઆઆઆઆ....." રાહુલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો."પણ અચાનક..." રાવિની વાત વચ્ચેજ કાપીને માયા બોલી,"મને તારા ઉપર વિશ્વાસ છે
  • Read Free
લોસ્ટ - 36
પ્રકરણ ૩૬કેરિન દોડતો હોલમાં આવ્યો, રાવિ ક્યાય નજરે ન ચડી તો તરત તેણે તેનો ફોન ઓન કર્યો. ફોન ઓન કરીને તેણે તરત રાધિને ફોન લગાવ્યો, પહેલી જ રિંગે રાધિએ ફોન ઉપાડી લીધો."ક્યાં છો જીજુ તમે? કેટલા ફોન કર્યા? ક્યાં ...Read Moreતમે?" સામે છેડેથી રાધિએ પૂછ્યું."રાધિકા સાંભળ, રાવિ ત્યાં છે?" કેરિનનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું."ના, કેમ શું થયું?""તું જલ્દી અહીં આવી જા, રાવિ... રાવિ ક્યાંક... ક્યાંક ચાલી ગઈ છે." કેરિનએ ફોન મૂકી દીધો અને માથું પકડીને બેસી ગયો.થોડીજ વારમાં રાધિ ત્યાં પહોંચી, રાધિએ કેરિનને ઉભો કર્યો અને પૂછ્યું,"શું થયું છે જીજુ? તમે ખુબ ટેન્શનમાં લાગો છો, ફોન પર તમારો અવાજ
  • Read Free
લોસ્ટ - 37
પ્રકરણ ૩૭કુંદરના ગયા પછી માનસા બહાર આવી અને ખંધુ હસી, "તું રાવિકા અને રાધિકા સુધી પહોંચ તો ખરો, હું તારી પાછળ જ છું. એ બન્નેની શક્તિઓ પર માત્ર મારો અધિકાર છે.""મને બા'ર કાઢ માનસા..." ત્રિસ્તા બા'ર નીકળવા ધમપછાડા કરી ...Read Moreહતી."તું તારો સંયમ ખોઈ બેઠી છે, તારી નાની એવડી ઈચ્છા પુરી કરવામાં તેં આપણું પહાડ જેવડું લક્ષ્ય ભટકવાની ભૂલ કરી છે અને ભૂલની સજા તો ભોગવવી જ પડશે.""મને બા'ર કાઢ માનસા, જો હું જાતે બા'ર નીકળી તો તારા માટે સારુ નઈ રે." ત્રિસ્તાએ તેના દાંત પિસ્યા.માનસાએ ત્રિસ્તાની વાતને બીજા કાનથી કાઢી નાખી અને કુંદરની પાછળ ગઈ."બાબાજી, તમારા ચેહરા પર આ
  • Read Free
લોસ્ટ - 38
પ્રકરણ ૩૮"રાવિઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ....." રાધિની ચીસના પડઘા હિમાલયની ખીણમાં પડ્યા અને હિમાલય પણ રડવા માંગતો હોય એમ વરસાદ ચાલુ થયો."હું તને સાચે પ્રેમ કરું છું રાવિ.... સાંભળે છે તું?" કેરિનએ રાવિને ગળે લગાવી અને તેની આંખોમાંથી આંસુનો ધોધ છૂટ્યો.રાધિએ રાવિની આંખો ...Read Moreકરી, તેના ચેહરા પર હાથ ફેરવ્યો અને તેનો હાથ ચુમ્યો,"હું તને ક્યારેય માફ નઈ કરું રાવિ, ક્યારેય નઈ.""રાવિ ક્યાં છે?" જેવો રાધિએ ઘરમાં પગ મુક્યો કે તરત જિજ્ઞાસાએ પૂછ્યું.રાધિએ પાછળ વળીને કેરિન તરફ જોયું, તેની ગોદમાં રાવિ આરામથી પોઢી હતી જાણે તેને કોઈની પરવા જ ન હોય.કેરિનએ રાવિને આધ્વીકાની બાજુમાં સુવડાવી, રાવિનું લોહીલુહાણ શરીર જોઈને જિજ્ઞાસાએ રાધિ સામે જોયું,"શું થયું
  • Read Free
લોસ્ટ - 39
પ્રકરણ ૩૯"કેરિન, દીકરા ક્યાં સુધી તું આમ રાવિનું દુઃખ મનાવીશ?" રીનાબેનએ કેરિનના ખભા પર હાથ મુક્યો.કેરિનએ રીનાબેન સામે જોયું અને ફરી આકાશ તરફ નજર માંડી,"પસ્તાવો ખુબજ ખરાબ વસ્તુ છે માં.""જાણું છું, પણ આવી રીતે જિંદગી કેમ નીકળશે દીકરા?" રીનાબેનની ...Read Moreભીંજાઈ ગઈ."મારા મનમાં ભરાઈ ગયેલા વ્હેમને કારણે હું મારી રાવિથી દૂર રહ્યો, તેં જે ખુશીઓને લાયક હતી એમાંથી કાંઈજ ન આપી શક્યો તેને. હું તો રાવિને એમ પણ ન કઈ શક્યો કે હું તેંને પ્રેમ કરું છું, રાવિ ચાલી ગઈ કાંઈજ જાણ્યા વગર, કાંઈજ જીવ્યા વગર, કાંઈજ મેળવ્યા વગર." કેરિન રડી પડ્યો."દાદા, હું એટલી મોટી નથી કે તમારી જેમ સારુનરસુ
  • Read Free
લોસ્ટ - 40
પ્રકરણ ૪૦"તમે બન્ને પણ રાવિકાની શક્તિઓ છીનવવા માંગતાં હતાં, તો તમે સાચાં અને હું ખોટી કંઈ રીતે?" માયા કદાચ તેના પ્રશ્નનો જવાબ જાણતી હતી છતાંય તેં તેના મનનો ભાર હળવો કરવા હવાતિયાં મારી રહી હતી."અમે બન્ને માત્ર રાવિકાની શક્તિઓ ...Read Moreમાંગતાં હતાં, તેની બલી ચડાવવાનો ઈરાદો નહોતો અમારો. લક્ષ્યપૂર્તિ અને લાલચપૂર્તિમાં ઘણું અંતર હોય છે માયા." કાળીનાથએ બન્નેને આઝાદ કરી અને ત્યાંથી ચાલ્યો ગયો."હવે તું પણ મને ભાષણ આપવાની છે?" માયાએ માનસા સામે જોયું. માનસા કોઈજ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગઈ, માનસાના ગયા પછી માયા માથું પકડીને બેસી ગઈ,"હવે હું શું કરીશ? આધ્વીકા બન્ને છોકરીઓની શક્તિનો સ્ત્રોત હતી અને
  • Read Free
લોસ્ટ - 40
પ્રકરણ ૪૧જીયાના હૃદયમાં કેરિન માટે કૂણી લાગણીઓ જન્મી રહી હતી, કેરિનને મળ્યાને આજે બે દિવસ થઇ ગયા હતા છતાંય તેના મનમાંથી એક પળ માટેય કેરિનનો ખ્યાલ ખસ્તો નહોતો.જીયા તેની લાગણીઓ માટે પોતાને દોષી માનીને પરેશાન થઇ રઈ હતી ત્યાંજ ...Read Moreફોન રણક્યો, સ્ક્રીન પર કેરિનનું નામ જોઈને જીયાનું હ્રદય જોરજોરથી ધબકવા લાગ્યું."હહહ... હેલ્લો.." ધ્રુજતા હાથે જીયાએ ફોન ઉપાડ્યો."તું ફ્રી છે?" કેરિનએ પૂછ્યું."હા, કેમ?""રાધિકાએ એક એડ્રેસ આપ્યો છે, માયા વિશે ત્યાંથી માહિતી મળવાની આશા છે તો તું આવવા માંગે છે?""હા, હા. કેટલા વાગે જવાનું છે?""તું તૈયાર થાય એટલે મને ફોન કર, હું તને પીક કરી લઈશ." કેરિનએ ફોન મૂકી દીધો.અડધા કલાક
  • Read Free
લોસ્ટ - 42
પ્રકરણ ૪૨"જીયા..." કેરિન ઝડપથી ઉભો થઇ ગયો અને ગુફાની બહાર નીકળી ગયો.જીયાને હવે પસ્તાવો થઇ રહ્યો હતો, કેરિન તેના વિશે શું વિચારશે એ વિચારમાત્ર જીયાને ગભરાવી ગયો."રાવિ સાથે મેં દગો કર્યો છે, મારી બેનનો પતિ છે કેરિન છતાંય મેં ...Read Moreપ્રેમ કર્યો... રાવિ મને ક્યારેય માફ નઈ કરે, કેરિન ક્યારેય મારો ચેહરો નઈ જુએ હવે." જીયાનું માથું શરમથી જુકી ગયું.સવાર પડતાજ બન્ને જણ ગાડી પાસે આવ્યાં, બન્નેમાંથી એકેયે એકબીજા સાથે ન વાત કરી ન વાત કરવાનો પ્રયત્ન કર્યો.કેરિનએ જીયાને રાઠોડ હાઉસ આગળ ઉતારી, આસ્થા ગેટ પાસે જ ઉભી હતી તો કેરિન ઉતરીને આસ્થા પાસે આવ્યો અને આસ્થાને પગે લાગ્યો."તમે બન્ને
  • Read Free
લોસ્ટ - 43
પ્રકરણ ૪૩માનસા, મેહરબાની કરીને મને આઝાદ કરીદે નહીં તો અનર્થ થઇ જશે." ત્રિસ્તાએ હાથ જોડ્યા.માનસાએ ત્રિસ્તાની વાતને એક કાને સાંભળીને બીજા કાનથી કાઢી નાખી, ત્રિસ્તાએ કેટલીયે વાર પોતાને બાર કાઢવા શાંતિથી માનસાને વિનંતી કરી પણ પરિણામ શૂન્ય."માનસા, હું છેલ્લીવાર ...Read Moreકરી રઈ છું મને બા'ર કાઢ." ત્રિસ્તાએ રાડ પાડી."નહીં તો શું કરી લઈશ?" માનસાએ હસતા હસતા પૂછ્યું."ઠીક છે, હું હવે કરી લઈશ મારી રીતે જે કરવાનું છે એ. હવે હું તને કાંઈજ નઈ કઉં માનસા." ત્રિસ્તા ચૂપ થઇ ગઈ."સારુ, તું મારી જૂની દોસ્ત છે એટલે હું તને આઝાદ કરી દઉં છું. આમેય હવે તને કેદ રાખવાનો કોઈ મતલબ નથી, યજ્ઞ
  • Read Free
લોસ્ટ - 44
પ્રકરણ ૪૪"રાવિ..." જીયા અને કેરિનની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ."હા, હું સમજી ગઈ મારી ઓરિજિનલ કૉપી." રાવિકાએ રાધિકાને વળતું આલિંગન આપ્યું."હમણાં અચાનક મને એવો આભાસ થયો કે તું આજુબાજુમાં ક્યાંક છે, અને જો." રાધિકાએ ફરીથી રાવિકાને આલિંગન આપ્યું."રાવિ..." કેરિનએ ...Read Moreખેંચીને છાતીસરસી ચાંપી,"તું સાચેજ મારી રાવિ છે, તું ક્યાં હતી? તું જીવે છે... પણ..""તું જીયાને લઈને અહીંથી જા, અમે બન્ને એક જરૂરી કામ પતાવીને આવીએ પછી વાત કરીએ." રાવિકાએ કેરિનને જીયાનો હાથ પકડાવ્યો."હું હોટેલ ઉપર વેઇટ કરીશ તમારો બન્નેનો, જલ્દી આવજો." કેરિન અને જીયા ત્યાંથી નીકળી ગયાં.જીયા અને કેરિન તેમની હોટેલ પર પહોંચ્યાં ત્યાં સુધી જીયા ચૂપ હતી, કેરિનએ વાત
  • Read Free
લોસ્ટ - 45
પ્રકરણ ૪૫રાવિકા અને રાધિકા તેમની હોટેલ પર આવી ગઈ હતી, માનસા તેમની નજીક આવે એ પહેલાંજ બન્ને છોકરીઓ ત્યાંથી ગાયબ થઈને સીધી હોટેલ પર પહોંચી ગઈ હતી.બન્નેની હાલત ખુબજ ખરાબ હતી, રાધિકા સીધી તેના રૂમમાં પહોંચી હતી પણ રાવિકા ...Read Moreન વિચારી શકવાને કારણે કોરીડોરમાં આવી ગઈ હતી.રાવિકાએ તેના શરીરમાં બચી હતી એટલી બધીજ હિમ્મત ભેગી કરી અને ઉભી થવાનો પ્રયત્ન કર્યો પણ તેની હિંમત જવાબ દઈ ગઈ અને તેં નીચે પડવાની જ હતી ત્યાંજ બે મજબૂત હાથ તેની કમર પરતે લપેટાયા અને તેં પડતા બચી."હું ક્યાં છું?" રાવિકાની આંખ ખુલી ત્યારે તેં એક અજાણ્યા ઓરડામાં સૂતી હતી, તેના પલંગની
  • Read Free
લોસ્ટ - 46
પ્રકરણ ૪૬"કોણ હતી? આટલી બૂમો કેમ પાડતી હતી એ?" રાવિકાએ પૂછ્યું."જવા દે ને, ગાંડી હતી એક." રાધિકા પલંગ પર બેઠી અને આગળની વાત જાણવા રાવિકા સામે જોયું."હા, હું ક્યાં હતી.... યાદ આવ્યું... આપણા ઘરેથી નીકળી હું મહાલ્સા પાસે ગઈ, ...Read Moreપાસેથી મને જાણવા મળ્યું કે માયાએ દગાથી મહાલ્સાની શક્તિઓ છીનવી લીધી હતી. મહાલ્સા પાસેથી એમ માયાના ઘણાં કાંડ જાણવા મળ્યા મને." રાવિકાએ તેની વાત પુરી કરીને ત્રણેય સામે જોયું."મહાલ્સાએ તને આટલી બધી માહિતી કેમ આપી? અમે ગયાં હતાં તો અમને તો કંઈ ન જણાવ્યું." કેરિનએ પૂછ્યું."મહાલ્સાએ મને કંઈ નથી જણાવ્યું, મેં મારી શક્તિઓનો ઉપયોગ કરીને તેની પાસેથી માહિતી કઢાવી લીધી."
  • Read Free
લોસ્ટ - 47
પ્રકરણ ૪૭માનસા, તું ઠીક છે?" ત્રિસ્તાને માનસાની ચિંતા થઇ રહી હતી."રાવિકા અને રાધિકાએ મારી બેનને ખતમ કરી નાખી, હવે એની બેનનો વારો. બેનને બદલે બેન." માનસાની આંખોમાં બદલાની આગ હતી."તું શાંત થઇ જા, આપણે માયાની મોતનો બદલો લઈશું. પણ ...Read Moreનઈ, યોજના સાથે." ત્રિસ્તાએ આંખ મારી."એક વાત કે', તને કેમ ખબર પડી કે રાવિકા જીવે છે?" માનસાએ ત્રિસ્તા સામે જોયું."રાવિકાએ તેના જુઠા મૃત્યુની યોજના બનાવી ત્યારે હું તેના શરીરમાં જ હતી. પણ મારું ધ્યાન એ વાતમાં જ ગયું કે રાવિકા થોડા દિવસ અહીં નથી, તો હું કેરિનને મારો બનાવી લઉં." ત્રિસ્તા હસી."અને એવુ કરતાં મેં તને રોકી અને કેદ કરી
  • Read Free
લોસ્ટ - 48
પ્રકરણ ૪૮"આ કાંડ માનસા સિવાય કોઈ ન કરી શકે, તેણીએ જ કહ્યું હતું કે તેં આપણને બન્નેને છોડશે નઈ." રાધિકાએ ગુફામાં જે બન્યું હતું યાદ કર્યું."પણ જીયાનો શું વાંક આ બધામાં? એ જીયાને શુંકામ નુકસાન પહોંચાડશે?" રાવિકાએ દલીલ કરી."આપણે ...Read Moreબેનને મારી એટલે એ જીયાને નુકસાન પહોંચાડવા માંગતી હોય, આપણી સામે તો એ લડી શકે એમ નથી એટલે જ તેણીએ જીયાને ટાર્ગેટ બનાવી." રાધિકાએ ખભા ઉછાળ્યા અને ફરી બોલી,"તું જીવે છે એ ખુશખબરી બધાયને આપીએ એ પહેલાંજ આ મુસીબત આવી પડી, આપણી જિંદગી તો સર્કસ બની ગઈ છે.""સર્કસ હોય કે ગમે તેં, આપણા પરિવારને ક્યારેય નુકસાન નઈ પહોંચવા દઈએ." રાવિકાએ
  • Read Free
લોસ્ટ - 49
પ્રકરણ ૪૯"પ્રથમ? તું પ્રથમની દીકરી છે?" જીવનને જોરદાર આંચકો લાગ્યો."હા, હું પ્રથમ જોશીની દીકરી છું, મિષ્કા જોશી." મિષ્કાએ જવાબ આપ્યો."બેટા, તું જયારે જેલથી છૂટેને એટલે પે'લા જઈને તારી માંને પુછજે કે હકીકત શું હતી. તું સમજવાની નથી છતાંય એક ...Read Moreઆપીશ કે જે ઘટનાની પુરી જાણકારી ન હોય એના માટે બદલો લેવા હાલી ના નીકળાય. યાદ કરીને તારી માંને પુછજે કે હકીકતમાં શું બન્યું હતું અને તારા બાપએ શું કર્યું હતું એ ખાસ પુછજે." જીવનએ પોલીસને ઈશારો કર્યો કે તેઓ મિષ્કાને લઇ જાય."મામા..." રાવિકા દોડતી જઈને જીવનને વળગી પડી."ચલો ઘરે, આસ્થા વાટ જુએ છે તમારી." જીવન ત્રણેય છોકરીઓને લઈને ઘરે
  • Read Free
લોસ્ટ - 50
પ્રકરણ ૫૦ત્રિસ્તા અને માનસા મિષ્કાને રોકવા આવી પહોંચી, એજ સમયે મિષ્કાએ રાધિકાને મારવા ખંજર ઉગામ્યું અને દરવાજા સુધી પહોંચેલી રાવિકાએ માનસા, ત્રિસ્તા અને ખંજર લઈને ઉભેલી મિષ્કાને જોઈને એક ત્વરિત નિર્ણય લીધો.આ ત્રણેય ઘટનાઓ સમયની એકજ સેકન્ડમાં એકીસાથે બની ...Read Moreહતી, પોતાની પીઠ પાછળ આટલો બધો અવાજ શાનો છે એ જોવા રાધિકા પાછળ ફરી ત્યારે તેની સામે બનેલું દ્રશ્ય જોઈને તેની આંખો ફાટી ગઈ."મિષ્કા..." માનસા દોડતી મિષ્કા પાસે આવી રહી હતી પણ ત્રિસ્તાએ તેને રોકી અને તેને લઈને તેં ગાયબ થઇ ગઈ.મિષ્કાને રાધિકા પર ખંજર ઉગામતાં જોઈને રાવિકા ખુબજ ડરી ગઈ હતી અને હડબડાટમાં તેણીએ તેની શક્તિઓથી મિષ્કાને રાધિકાથી દૂર
  • Read Free
લોસ્ટ - 51
પ્રકરણ ૫૧"મને માફ કરી દે રાવિ, હું આપણા બાળકોનું ધ્યાન ન રાખી શકી." રાધિકાએ હાથ જોડીને રાવિકાની માફી માંગી.મિથિલાનો ફોન આવતાંજ રાવિકા પરિવારમાંથી કોઈને કંઈજ કીધા વગર દોડી આવી હતી. માનસાએ છોડેલી ચિઠ્ઠી વાંચીને રાવિકાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ...Read Moreહતો.રાધિકાના હાથ પકડીને તેં બોલી,"તારો કોઈ વાંક નથી રાધિ, તું ડર મત. હું છું તારી સાથે, આપણે બેય છીએ એકબીજા સાથે અને આપણે આપણા બાળકોને કંઈજ નઈ થવા દઈએ.""ચાલ, આપણે આપણા બાળકોને લઇ આવીએ." રાધિકાએ રાવિકાનો હાથ પકડ્યો."હું પણ આવીશ." મેહુલએ રાધિકાનો હાથ પકડ્યો."અને અમે પણ." કેરિન, મિથિલા અને જીયાએ રાવિકાનો હાથ પકડ્યો."હા..." રાવિકા આંખો બંધ કરવા જતી હતી ત્યાંજ
  • Read Free
લોસ્ટ - 52
પ્રકરણ ૫૨"રાવિકા ક્યાં છે માનસા?" કુંદર અચાનક કેરિનની આગળ આવીને માનસા સામે ઉભો રહી ગયો હતો.મિથિલાની યોજના મુજબ કેરિન ગુફામાં જઈને માનસા અને ત્રિસ્તાનું ધ્યાન તેની તરફ દોરી રાખવાનો હતો અને એટલા સમયમાં મિથિલા, મેહુલ અને જીયા બન્ને બાળકોને ...Read Moreબહાર લઇ જવાનાં હતાં.કેરિન તેની યોજના પુરી પાડવાને આરે હતો, તેં રાવિકા અને રાધિકા ક્યાં ગઈ છે એ જોવા આવી રહ્યો છે એવો ડોળ કરીને ગુફામાં જઈ રહ્યો હતો પણ અચાનક તેની આગળ એક ભયાનક પડછંદ પુરુષ પ્રગટ થયો હતો."રાવી? તું... તું તો રાધિકા સાથે હતો ને? તું અહીં કેમ આવ્યો, તારે તો રાધિકા સાથે હોવું જોઈતું હતું ને?" માનસા
  • Read Free
લોસ્ટ - 53
પ્રકરણ ૫૩"નોઓઓઓઓઓઓઓઓ...." કેરિન દોડતો રાવિકા સામે આવી ગયો, એજ વખતે માનસાએ ઉઠીને ત્રિસ્તા પર હુમલો કર્યો અને રાવિકાએ પણ પોતાને બચાવવા ત્રિસ્તા પર પલટવાર કર્યો હતો એ વાર કેરિન ઉપર થયો.ત્રણેય ઘટનાઓ એકજ સમયે ખુબજ ઝડપે ભજવાઈ હતી, રાવિકાએ ...Read Moreમાટે ત્રિસ્તા પર વાર કર્યો હતો પણ રાવિકાને બચાવવા માટે રાવિકા અને ત્રિસ્તા વચ્ચે એજ સમયે આવી પહોંચેલો કેરિન રાવિકાના વારનો શિકાર બન્યો.માનસા ત્રિસ્તા કરતાં વધારે શક્તિશાળી હતી, ત્રિસ્તાનો વાર તેને અમુકક્ષણો પૂરતો જ રોકી શકે એમ હતો અને એ ક્ષણો વીતી ચુકી હતી, માનસા જેવી ભાનમાં આવી કે તરત તેને યાદ આવ્યું કે ત્રિસ્તાએ તેના પર આકારણ હુમલો કર્યો
  • Read Free
લોસ્ટ - 54 - છેલ્લો ભાગ
પ્રકરણ ૫૪"તને શું લાગે છે? તું આટલી મોટી કુરબાની આપીને મહાન બની જઈશ અને તારા પાછળ હું તારા દીકરાનું ધ્યાન રાખીશ? રાવિકા અને રાધિકા એકીસાથે આ દુનિયામાં આવી હતી અને એકીસાથે જશે, તારી સાથે જ મારા શ્વાસ પણ જશે ...Read Moreમારું વચન છે તને." રાવિકાએ કહ્યું."રાવિ, તું સમજતી કેમ નથી? આપણા બાળકોને આપણી શક્તિઓ મળશે અને એમને પણ હેરાન થવું પડશે." "૨૫ વર્ષ પછી જે થવાનું છે એના માટે તું આધ્વીકનું વર્તમાન બગાડીશ? આધ્વીક પાસેથી તેની માં છીનવીશ?" રાવિકા હવે ખુબજ ગુસ્સે ભરાઈ હતી."પણ કંઈક તો કરવું ને? આ બધું ખતમ તો કરવું જ પડશે ને?" રાધિકા નિરાશ થઇ ગઈ હતી."ખતમ
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Horror Stories | Rinkal Chauhan Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Rinkal Chauhan

Rinkal Chauhan Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.