લોસ્ટ - 29

(32)
  • 3.1k
  • 4
  • 1.6k

પ્રકરણ ૨૯"મમ્મા....." રાધિના ગાલ પર એક આંસુ ધસી આવ્યું."હું તારી માં નથી, નથી હું તારી માં. તું કોઈ જ કામની નથી, તું નાલાયક છે." આધ્વીકા ગાયબ થઇ ગઈ."મમ્મા..... મમ્મા.....""શું થયું દીદી? આધ્વીકા માસીની યાદ આવે છે?" હમણાંજ ઓરડામાં આવેલી જીયાએ રાધિની બૂમો સાંભળીને પૂછ્યું.રાધિએ ન તો જીયા સામે જોયું અને ન તો તેના પ્રશ્નનો જવાબ આપ્યો, તેણીએ તેનાં આંસુ લૂંછ્યા અને ઓરડામાંથી બહાર નીકળી ગઈ."તું ક્યાં હતી?" રાવિએ રાધિને જોઈને પૂછ્યું."હું તને જવાબ આપવો જરૂરી નથી સમજતી." રાધિએ રાવિ સામે જોવાનું ટાળ્યું."તારા સમજવા ઉપર દુનિયા નથી ચાલતી, સમજી?" રાવિએ તીણી આંખો કરીને રાધિ સામે જોયું."શું છે?" રાધિએ તેની આંખો ગોળ