આપણાં મહાનુભાવો - ભાગ 21 - ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ

  • 7.3k
  • 5
  • 2.4k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931નાં રોજ મદ્રાસ રાજ્ય (હાલ તમિલનાડુ)નાં રામેશ્વરમ તીર્થ સ્થળ પાસેના પામ્બન દ્વીપ પર એક તમિલ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમનુ પૂરું નામ અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ હતું. તેમના પિતા જૈનુલાબ્દીન એક હોડીના માલિક અને સ્થાનિક મસ્જિદના ઈમામ હતા. તેમના માતા આશિઅમ્મા ગૃહિણી હતા. તેમના પિતા તેમની હોડીમાં હિન્દુ તીર્થયાત્રીઓને રામેશ્વરમ લાવવા લઈ જવાનું કામ કરતા હતા. ડૉ. કલામ તેમના પરિવારમાં ચાર ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના હતા. તેમનો પરિવાર ગરીબ હોવાથી બાળપણમાં આવકપૂર્તિ માટે તેઓ સમાચારપત્ર વહેંચવાનું કામ કરતા હતા. તેઓ કોઈ ખૂબ