જટાશંકર જટાયુ યક્ષ સાથે ભેટો - ભાગ 1

(11)
  • 3.7k
  • 1
  • 1.8k

જટાશંકર જટાયુ 'યક્ષ સાથે ભેટો' 'માનનીય મુરબ્બી શ્રી જટાશંકરજી ઊભા થાઓ. આ ધરતીલોક ઉપર આપનો સમય પૂર્ણ થઇ ગયો છે.' ગેબી અવાજ સાંભળી જટાશંકરે આંખો લૂછતાં-લૂછતાં જોયું એક કાળા વસ્ત્રમાં સજ્જ પડછંદ દેખાતી વ્યક્તિ હાથમાં કાળા દોરડા સાથે, માથા પર સુવર્ણ મુકુટ, શરીરે કાળો વાન અને લાલ આંખો સાથે એમની બરાબર સામે ઊભેલો દેખાયો. તમે યમરાજ છો? જટાશંકરે ડરતાં ડરતાં પૂછ્યું. 'ના, હું યમરાજ નથી, તેમનો યક્ષ છું. સાલા તમે બધાં માણસો એવું સમજો છો કે તમને લેવા સ્વયં યમરાજ પધારે? આમ તમે સાયન્સની અને ગણિતની વાતો કરો છો પણ એટલી સમજ નથી પડતી આ પૃથ્વીલોક પર એકસાથે કેટલાંય