તલાશ - 25

(64)
  • 5.4k
  • 2
  • 3.3k

સલમાની આખો ફાટી રહી હતી. જીતુભા આવું પગલું ભરશે એ એને કલ્પના ન હતી. અમીચંદ બેહોશ થઈને જીતુભાનાં હાથમાં ઝૂલી રહ્યો હતો. "ચાચા પાછળનો દરવાજો ખોલો" જીતુભાએ કહ્યું. ટેક્સી ડ્રાઇવરે દોડીને દરવાજો ખોલ્યો અને અમીચંદને પાછલી સીટ પર સુવડાવવામાં જીતુભાને મદદ કરી. અને પછી પૂછ્યું સ"સાહેબ હવે આપણે નીકળીએ?' "બસ, પાંચ મિનિટમાં આ બહેનનું શું કરવું એ વિચારી લઉ પછી નીકળી એ.".કહીને જીતુભા સલમા તરફ ફર્યો. અને પૂછ્યું "શું આજ હતી શેઠજીની વ્યવસ્થા.અને તું શું ફોડી લેવાની હતી? એમણે તો પોતાના લાખો રૂપિયાના લાભ માટે તને ફસાવી દીધી." દાંત ભીસતાં એણે કહ્યું. કોઈ સ્ત્રી આવી પરિસ્થિતિમાં મુકાય એ એને ભયંકર રીતે ખટક્યું હતું. "ભાઈ એમાં એવું છે ને કે,ઓલ 2 ડોબાઓ ક્યાંક રહી ગયા લાગે