મોજીસ્તાન - 60

(20)
  • 3.7k
  • 1.6k

મોજીસ્તાન (60) બરવાળા પોલીસ સ્ટેશનમાંથી માંડ છૂટેલા જગા ભરવાડ અને નારસંગે હુકમચંદનું કંઈ હાલતું નથી એ નજરોનજર જોયું હતું.બે બદામનો વજો વાળંદ ઉલ્લુ બનાવી ગયો એ બંનેને બહુ કઠયું હતું.પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યા એટલે એ લોકોને રણછોડનો ભેટો થયો હતો.રણછોડે બંનેને જે ધમકી આપી હતી એને કારણે બેઉ ડરી ગયા હતાં. આવું કંઈ થાય એટલે એ બેઉ હંમેશા ક્યાંક દારૂ પીવા જતાં રહેતાં. બરવાળામાં ભોગીલાલનું પીઠું આખી રાત ખુલ્લું રહેતું. નારસંગે જીપ ભોગીલાલના ખલતા તરફ લેવડાવી. એક એક પોટલી પ્લાસ્ટિકના ગ્લાસમાં ઠાલવી મોટા ઘૂંટડે દેશી દારૂ ગળા નીચે ઉતારીને નારસંગે કહ્યું,"મારો બેટો આપડને ઉલ્લુ બનાવી જ્યો.જગા, એ વજીયાને તો હું નહિ