પ્રેમ ની સગાઈ

  • 3.6k
  • 1
  • 1.2k

તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસે રમવાને વહેલો આવજે...તારા વિના શ્યામ એકલડું લાગે... વ્રજ વાટિકા સોસાયટી માં ગરબા ની ધૂમ હતી, આસપાસ ની એક બે સોસાયટી ના લોકો પણ ત્યાં ગરબા રમવા આવતા,નાના મોટા સૌ ભેગા મળી ને ખૂબ આનંદ અને ભક્તિ થી માની આરાધના કરતા,અને ગરબે રમતા. નાની બાળાઓ તો સાક્ષાત માતાજી નું રૂપ જ લાગતી. અને નવરાત્રી ના બહાને મોટેરાઓ ને પણ પોતાના જુના દિવસો જીવવાનો લહાવો મળતો,પણ સૌથી વધુ આનંદ તો યુવા વર્ગ માં જોવા મળતો,આમ પણ ભારત માં યુવા વર્ગ વધુ હોય,એટલે હમેશા દરેક તહેવાર માં એક અલગ રોનક આવતી. અમા