ઓનલાઈન લવ

  • 3.2k
  • 1
  • 868

ઓનલાઈન લવ એનો મેસેજ આવ્યો તો હું સફાળો બેઠો થઈ ગયો. હા... હું એના દરેક મેસેજ ને આટલું જ મહત્ત્વ આપતો! "કેમ આજે લેટ ઓનલાઈન?!" સામેથી વોટ્સેપ પર મેસેજ આવ્યો. "કંઇ નહીં... બસ એ તો થોડું માથું દુઃખતું હતું..." મેં સચ્ચાઈ કહી. "ઓહ... હા તો દવા લઈ લે ને પણ!" સામેથી આવો ચિંતા ભર્યો મેસેજ પણ આવશે એ તો ખુદ મને પણ નહોતી ખબર! "હા... બાબા લઈ લઉં છું..." મેં મેસેજ માં જ કહ્યું તો સામેથી વધારે ચિંતા દર્શાવતા મેસેજ આવ્યા. "જો હવે ફોન તો તું મૂકી જ દે! આખો દિવસ બસ ઓનલાઈન... ઓનલાઈન..." એને મેસેજ માં એવું લખ્યું તો