Online Love books and stories free download online pdf in Gujarati

ઓનલાઈન લવ

Hitesh Parmar SPECIALS

ઓનલાઈન લવ

એનો મેસેજ આવ્યો તો હું સફાળો બેઠો થઈ ગયો. હા... હું એના દરેક મેસેજ ને આટલું જ મહત્ત્વ આપતો!

"કેમ આજે લેટ ઓનલાઈન?!" સામેથી વોટ્સેપ પર મેસેજ આવ્યો.

"કંઇ નહીં... બસ એ તો થોડું માથું દુઃખતું હતું..." મેં સચ્ચાઈ કહી.

"ઓહ... હા તો દવા લઈ લે ને પણ!" સામેથી આવો ચિંતા ભર્યો મેસેજ પણ આવશે એ તો ખુદ મને પણ નહોતી ખબર!

"હા... બાબા લઈ લઉં છું..." મેં મેસેજ માં જ કહ્યું તો સામેથી વધારે ચિંતા દર્શાવતા મેસેજ આવ્યા.

"જો હવે ફોન તો તું મૂકી જ દે! આખો દિવસ બસ ઓનલાઈન... ઓનલાઈન..." એને મેસેજ માં એવું લખ્યું તો હું તો એના અસલી ચહેરા ને યાદ કરી રહ્યો. જો એ પાસે હોત તો પણ તો આવું જ કહેત ને!

"ઓફ્લાઈન થાય છે કે..." સામેથી મેસેજ આવ્યો.

"અરે બાબા... હમણાં જ ઉઠ્યો ઊંઘીને તો સારું લાગે છે!" મેં કહ્યું તો પણ એ તો ના જ માની!

આખીર મેં એને ગોળી નો પિક મોકલ્યો તો એના જીવ ને સારું લાગ્યું!

"બસ હવે બહુ દિવસ નહિ સાહેબજી! આવી જઈશ તારા ઘરે... તારી પત્ની થઈને!" એને મેસેજ કર્યો અને શરમ વાળું ઇમોજી મોકલી દીધું.

"ઓય વાત તો કર તું પણ તારા પપ્પા ને આપના વિશે..." મેં સિરિયસ થતા કહ્યું.

"જો તું આટલું સરસ કમાય છે તો એ મને ના તો નહિ જ પાડે! બસ થોડી શંકા મને મમ્મી પર જાય છે... તારા ગામના કોઈ સગું એમ ને કઈ કહે ના તો સારું!" એને મને કહ્યું.

"ઓ મેડમ! શું મતલબ?! હું એવો તે કેવો છું કે..."

"અરે એટલે એવું નહિ... મીનસ કે ઊંધું ઊંધું ના કહે એમ યાર!" એને મારા typing ને ઇજ્ઞોર કરતા એના જ મેસેજ કર્યા તો મારે તો સીન કરવા જ પડ્યા.

"સારું... જમી લઉં હું..." કહીને એ થોડી વાર ઑફલાઈન થઈ તો હું એની ડીપી (display picture) જોવા લાગ્યો. કેટલી ક્યૂટ પિક હતી! મારી પસંદ નો જ પિક એને ડિપી માં રાખ્યો હતો.

ડેટા ચાલુ રાખી ને જ હું થોડું ઊંઘી લેવા બેડ પર સૂતો. પાંચેક જ મિનિટ થઈ કે મેસેજ ટોન વાગી. મારા ફોનમાં બસોથી ઉપર નંબર હશે પણ જ્યારે મેસેજ ટોન વાગે ત્યારે મને તો એવું જ લાગે કે પેલી નો જ મેસેજ હશે!

આ વખતે પણ એવું જ હતું! મેસેજ એનો જ હતો.

"ઓ સાહેબ... ક્યાં ગયા... ઓનલાઈન થા... રિપ્લાય તો આપ..." એ મેસેજ પર મેસેજ કરી રહી હતી.

"હા તો બોલો મેડમ..." મેં મારા દર્શન ઓનલાઈન આપ્યા!

"એક બહુ જ મસ્ત ન્યુઝ છે..." એને મને મેસેજ કર્યો.

"આ જો..." મેસેજ સાથે એને એક સ્ક્રીન શોટ પણ મોકલ્યો જે એના મોટા ભાઈ સાથેની વાતનો હતો. જેમાં એ મારી તારીફ કરતા હોય છે કે ઘરબાર સારું છે... ઈવન આ રવિવારે એ લોકો ઘર જોવા પણ આવશે!

"ઓહ વાઉ! આઇ એમ સો હેપ્પી!" મેં પણ એને મેસેજ કર્યો.

"હા... તો! દુનિયામાં બહુ જ ઓછા લકી લોકો એવા હોય છે જેમના મેરેજ ત્યાં જ થાય જ્યાં એ લોકો ના દિલ મળ્યા હોય!" એને મને મેસેજ કર્યો.

"હા... એ જ ને તો! હું બહુ જ ખુશ છું! આઇ લવ યુ!" હું ગાંડાની જેમ એને દિલના અને હસતા ચહેરા વાળા ઇમોજી મોકલી રહ્યો હતો!

"ઓય પછી તો હું તમને વોટ્સેપ યુઝ નહિ કરવા દઉં!" એને મેસેજ કર્યો.

"ઓક્કે... બાબા! બાય ધ વે, હું તો ઓનલાઈન આવતો હતો જ તારા માટે!" મે પણ મેસેજ કર્યો.