અપશુકન - ભાગ - 17

(20)
  • 3.2k
  • 1.5k

'મેં કેમ પર્લ માં આ ફરક નોટિસ ન કર્યો?? હા, હમણાં એ ઘરે આવીને સ્કૂલની બહુ વાતો નહોતી કરતી...નહિ તો જેવી ઘરે આવે એવી, ‘ આજે સ્કૂલમાં આ કર્યું... આજે ટીચરે આમ કહ્યું... મારે કાલે ચાર્ટ પેપર લઇ જવાનું છે... બ્લા, બ્લા...’ સ્કૂલની તેની વાતો જ ખૂટતી નહોતી. છેલ્લા થોડા દિવસોને યાદ કરતાં અંતરાને એ વાત રિઅલાઈઝ થઈ કે પર્લ ચૂપ -ચૂપ રહેવા લાગી છે. ઉદાસ રહે છે. ઘરે પણ ખૂબ જ ઓછું બોલવા માંડી છે.’ આ બધું વિચારીને અંતરાનું મન વધુ જોરથી ધબકવા લાગ્યું. તેણે સીધો વિનીતને ફોન લગાડયો... “હેલો વિનીત, તારી સાથે થોડી વાત કરવી છે... તું બિઝી