OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Apshukan by Bina Kapadia | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. અપશુકન - Novels
અપશુકન by Bina Kapadia in Gujarati
Novels

અપશુકન - Novels

by Bina Kapadia Matrubharti Verified in Gujarati Novel Episodes

(548)
  • 34.2k

  • 78.5k

  • 43

ડોરબેલ વાગી. અંતરાએ દરવાજો ખોલ્યો તો સામે પર્લ આંખમાં ચોધાર આંસુ સાથે ઊભી હતી. “શું થયું પર્લ? તું કેમ રડે છે?” અંતરા આગળ કંઈ પૂછે એ પહેલાં તો પર્લ દોડતી બેડરૂમમાં જતી રહી અને બેડરૂમનો દરવાજો ધડામ કરીને બંધ કરી ...Read Moreપર્લ... શું થયું બેટા? તું કેમ રડે છે? દરવાજો તો ખોલ. શું થયું?” અંતરા બૂમો પાડતી રહી. રૂમની અંદરથી પર્લનો જોરજોરથી રડવાનો અવાજ આવતો હતો. કેટલીયવાર માથાકૂટ કરવા છતાં પર્લ દરવાજો નહોતી ખોલતી. અંતરા ટેન્શનમાં આવી ગઈ.મનમાં કેટલાય વિચારો દોડવા માંડ્યા. અંતરાએ માલિનીબેનને બૂમ મારી, “મમ્મી, મમ્મી... જુઓને પર્લને શું થયું? કંઈ બોલતી નથી. માત્ર રડ્યા જ કરે છે.” લાઈટ પિંક કલરની કોટનની સાડી, સફેદ વાળનો મોટો અંબોળો, હાથમાં સોનાની બે બંગડીઓ અને ગળામાં કંઠી, ગોળમટોળ મોઢું અને રૂઆબદાર વ્યક્તિત્વ ધરાવતાં માલિનીબેન પોતાના રૂમમાં હાથમાં તુલસીની માળા ફેરવતાં હતાં ત્યાં જ અંતરાનો અવાજ સાંભળીને માલિનીબેન હાંફળા-ફાંફળા રૂમમાંથી બહાર આવ્યાં. “શું થયું પર્લ? તું કેમ રડે છે? કોઈ સાથે ઝઘડો થયો?”

Read Full Story
Download on Mobile

અપશુકન - Novels

અપશુકન - ભાગ - 1
ડોરબેલ વાગી. અંતરાએ દરવાજો ખોલ્યો તો સામે પર્લ આંખમાં ચોધાર આંસુ સાથે ઊભી હતી. “શું થયું પર્લ? તું કેમ રડે છે?” અંતરા આગળ કંઈ પૂછે એ પહેલાં તો પર્લ દોડતી બેડરૂમમાં જતી રહી અને બેડરૂમનો દરવાજો ધડામ કરીને બંધ ...Read Moreદીધો. “પર્લ, પર્લ... શું થયું બેટા? તું કેમ રડે છે? દરવાજો તો ખોલ. શું થયું?” અંતરા બૂમો પાડતી રહી. રૂમની અંદરથી પર્લનો જોરજોરથી રડવાનો અવાજ આવતો હતો. કેટલીયવાર માથાકૂટ કરવા છતાં પર્લ દરવાજો નહોતી ખોલતી. અંતરા ટેન્શનમાં આવી ગઈ.મનમાં કેટલાય વિચારો દોડવા માંડ્યા. અંતરાએ માલિનીબેનને બૂમ મારી, “મમ્મી, મમ્મી... જુઓને પર્લને શું થયું? કંઈ બોલતી નથી. માત્ર રડ્યા જ કરે
  • Read Free
અપશુકન - ભાગ - 2
મુંબઈના કાંદિવલી પરાસ્થીત મહાવીર નગરના વિસ્તારમાં આવેલા મધરકેર મેટરનિટી હોમના સેકન્ડ ક્લાસના રૂમમાં અંતરા બેડ પર સૂતી હતી. આખી નંખાઈ ગયેલી. બાર કલાક તો એ લેબર પેઇનમાં કણસી રહી હતી. જોર કરી-કરીને તે લોથપોથ થઈ ગઈ હતી. ત્યાર બાદ ...Read Moreકલાક એ ભાનમાં ન હતી. જ્યારે ભાનમાં આવી ત્યારે સિસ્ટર દીકરીનું મોઢું દેખાડી ગઈ. ત્યાં જ મમતા- ગરિમા હૉસ્પિટલમાં આવી અને ખળભળાટ શરૂ કરી દીધો. વિનીત અને તેની બંને બહેનો મમતા અને ગરિમા બેડને ઘેરીને અંદરોઅંદર ચર્ચા કરી રહી હતી: “ના,ના... આવી છોકરીને રખાય જ નહિ. અપશુકન ગણાય. વિનીત ક્યાંયનો નહિ રહે.” સ્થૂળ કાયા, થોડો શ્યામ વર્ણ, લાંબો ચહેરો, વાળની
  • Read Free
અપશુકન - ભાગ - 3
“કેમ તારી વાત અલગ છે? તું એનો પિતા છે. તને છ આંગળીઓ છે તો સ્વાભાવિક છે કે તેને છ આંગળીઓ જીન્સમાં આવી છે. તું અપશુકનિયાળ નથી ને? તો એ કેવી રીતે અપશુકનિયાળ થઈ ગઇ? હજુ તો આજે તેણે પૃથ્વી ...Read Moreજનમ લીધો છે. સતત બાર કલાકના લેબર પેઇન બાદ તે મારા પેટમાંથી બહાર આવી છે. હું ભાનમાં નહોતી, જ્યારે હું ભાનમાં આવી અને સિસ્ટરે મને તેનો ચહેરો દેખાડ્યો તો મારું બધું પેઇન જાણે ગાયબ થઈ ગયું! કેટલી શાંતિથી સૂતી હતી એ. ગુલાબી ચહેરો, નાજુક હોઠ, વાળ ઘુંઘરાળા થઈને કાનની પાછળ વળેલા. સિસ્ટરે તેને સફેદ રૂ જેવા કપડામાં વીંટી હતી. કેટલી
  • Read Free
અપશુકન - ભાગ - 4
બધું સમેટીને ફરી પાછી લાંબી થઈ ત્યારે નીચે આવેલા પાંચ ટાંકા દુખ્યા. અંતરાને ત્યારે ભાન થયું કે એને તો ટાંકા આવ્યા છે. ડિલિવરી નોર્મલ થઈ હતી, પણ બેબીનું માથું બહાર નહોતું આવતું એટલે વેક્યુમથી ખેંચવામાં વજાઈનાનો ભાગ થોડો ખૂલી ...Read Moreહતો. હા, બેસવા- ઊઠવામાં દુખાવો થયો હશે, પણ અંતરા દીકરીને ન મેળવી શકવાના ગમમાં એટલી ડૂબેલી હતી કે ટાંકાનો દુઃખાવો તેને ધ્યાનમાં જ ન રહ્યો! અંતરા બેડ પર સૂતી એવી વિચારોમાં ખોવાઈ ગઈ. અંતરા અંધેરીની એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી. દરરોજ સ્ટેશન જવા માટે ૮.૩૦ની બસ પકડતી. સ્વાભાવિક રીતે એ સમયે ગિરદી બહુ જ રહેતી. અંતરા દેખાવમાં ખૂબ
  • Read Free
અપશુકન - ભાગ - 5
અંતરા અને વિનીતનાં લગ્નને ત્રણ વર્ષ થયાં હતાં. લગ્ન બાદ જોબ છોડી દીધી હતી. વિનીત એક પ્રાઇવેટ બેંકમાં ઇન્શ્યોરન્સ ડિપાર્ટમેન્ટમાં જોબ કરતો હતો. સસરા માધવદાસની કપડાંની દુકાન હતી. સ્વભાવે ખૂબ જ પ્રેમાળ, ખાવા અને ખવડાવવાના ખૂબ જ શોખીન.ચટપટી ચીજો ...Read Moreબહુ જ ભાવે. તેમનો રોજ સાંજનો નિયમ, ગુપ્તાની તીખી- તમતમતી ભેલ ખાય તો જ તેમની સાંજ પસાર થાય. અઠવાડિયે એકાદવાર ઘરે પણ ડબ્બો ભરીને ભેલ લઇ જ આવે. અંતરા ના પાડે કે, ‘પપ્પા નથી ખાવી.’ તો તરત જ ખિજાય, “કેમ નથી ખાવી દીકરા? અરે! બહુ ટેસ્ટી છે. તું એકવાર ખાઈ તો જો.” કહીને ધરાર પ્લેટ હાથમાં થમાવી જ દે. સાસુ
  • Read Free
અપશુકન - ભાગ - 6
વિચાર કરતાં કરતાં જ અંતરા બેડ પર લાંબી પડી. 'વિનીતને મનાવવો સહેલો છે, પણ મમતાબેન અને ગરિમાબેન? એમને કેવી રીતે મનાવીશ?' અંતરા ફરી ભૂતકાળમાં સરી પડી. પહેલેથી જ આ બંને નણંદોનું ઘરમાં રાજ ચાલે. મમતાબેન મોટાં અને ગરિમા બેન ...Read Moreસાસુના વધુપડતા લાડ, ચાગ અને દીકરીની બધી જ વાતોમાં હા એ હા કરવાની જીદને કારણે આ બંને નણંદો સ્વભાવે જીદ્દી અને બોલવામાં આકરા બની ગયાં હતાં. જયારે આ ત્રણેય ભેગા થાય ત્યારે સસરાનું તો કંઈ જ ન ચાલે. સસરાના નાના ભાઈ ભગવાનદાસ સાથે પપ્પાને ખૂબ જ લગાવ હતો. બંને ભાઈઓ વીસ વર્ષ સાથે રહ્યા હતા. એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ,
  • Read Free
અપશુકન - ભાગ - 7
“અંતરા, અંતરા, ઊઠ... ચા નાસ્તો લઇ આવ્યો છું.” વિનીતે અંતરાને ઝંઝોળી ત્યારે અંતરા ઊઠી. શરીર અને મનથી થાકેલી અંતરા બેડ પર જેવી બેઠી કે તરત જ વિનીત તેની બાજુમાં બેસી ગયો. “લે, તારા માટે ચા અને ગરમ ગરમ બટાટા ...Read Moreલઇ આવ્યો છું.” અંતરાએ થોડી ગુસ્સાવાળી આંખોથી વિનીત સામે જોયું, પણ વિનીતની આંખોના કોઇ ભાવ એ વાંચી શકી નહી. વિનીતે અંતરાથી આંખો હટાવીને ડિશમાં બટાટા પૌંઆ કાઢ્યા. ગ્લાસમાં ચા કાઢીને ટેબલ અંતરા તરફ કરતાં બોલ્યો, “લે, ગરમ ગરમ છે, હમણાં જ ખાઈ લે.” અંતરાએ એકદમ ગુસ્સામાં આવીને કહ્યું, “મને ભૂખ નથી લાગી.” વિનીતે તરત જ અંતરાનો હાથ પોતાના હાથમાં લીધો.
  • Read Free
અપશુકન - ભાગ - 8
અંતરાએ વીનિતની સામે જોયું, તે હજુ પણ નીચું મોઢું કરીને જ બેઠો હતો. અંતરાને ત્યારે વિનીત પર ખૂબ જ દયા આવી રહી હતી. તેણે વિનીતને પૂછ્યું, “તે નાસ્તો કર્યો છે ઘરે?” વિનીતે માત્ર ગરદન હલાવીને ના પાડી. અંતરાએ પોતાના ...Read Moreપકડેલી પૌંઆની ડિશમાંથી એક ચમચી પૌંઆ વિનીતને ખવડાવ્યા. વિનીત થોડો હળવો થયો. “ તું પણ ખા” તેણે અંતરાને કહ્યું. બંનેએ ચા – નાસ્તો કરી લીધો એટલે અંતરાએ વિનીતને કહ્યું, “એમ કર, તું ઘરે જઈને ન્હાઈ ધોઈ લે. બપોરનું ટિફિન લઈને ફાવે તો આવજે. હું પણ રાત્રે બરાબર સૂતી નથી તો બે ત્રણ કલાકની ઉંઘ કરી લઉં...” વિનીતે તરત જ અંતરાની હામાં હા
  • Read Free
અપશુકન - ભાગ - 9
ઘડિયાળમાં બારના ટકોરા થયા એવા વિનીત, મમતાબેન અને ગરિમાબેને અંતરાની રૂમમાં પગ મૂક્યો. “ શુ કહી ગયા ડૉકટર? કેમ તાત્કાલિક અમને હોસ્પિટલમાં બોલાવ્યા? હજુ તો મનોજના ટિફિનની રોટલી પણ બનાવવાની બાકી હતી... શિફોનના વાયોલેટ કલરના અનારકલી સ્ટાઈલના ડ્રેસ ...Read Moreસ્લિંગબેગ હલાવતાં હલાવતાં ગરિમા બબડી. સારું થયું મમતા તું માં પાસે જ રોકાઇ ગઇ હતી. નહિ તો સાંતાક્રુઝથી ક્યારે અહીં આવત?” મમતા ચૂથેલા કોટનના બાંધણી ડ્રેસમાં જ આવી ગઈ હતી. તેના વાળ આખા વિખરાયેલા હતા. ત્યાં જ સિસ્ટર રૂમમાં આવીને બોલી, “ આપકો ડૉકટર સાહબ બુલા રહે હૈ... જલ્દી ચલો, ઉનકો એક ઇમરજન્સી ઓપરેશન કે લિયે જાના હૈ” સિસ્ટરની સાથોસાથ
  • Read Free
અપશુકન - ભાગ - 10
મમતા, ગરિમા અને વિનીત ડોક્ટરની કેબિનમાંથી બહાર નીકળ્યાં. બંને બહેનો અંદરો અંદર વાતો કરતાં કરતાં અંતરાની રૂમમાં આવી. મમતાએ મમ્મીને ફોન લગાડ્યો, “મમ્મી ડોક્ટર તો બેબીને ન અપનાવીએ તો પોલીસ કમ્પલેઇન કરી નાખશે, એવું કહે છે... ના, ના, ઘરની ...Read Moreફિકર અમને પણ છે... સમાજમાં તમારા ઘરનું નામ થોડી ખરાબ થવા દઈશું? પણ મમ્મી, પાછું વિનીત જન્મ્યો હતો ત્યારે જે થયું હતું એવું રીપિટ થશે તો? તને યાદ છે ને આપણે કેવા દિવસો કાઢ્યા હતા... તો શું કરવું? બેબીને લઇ લેવી? ઠીક છે મમ્મી, હું ગરિમા સાથે વાત કરું છું અને પછી ડોક્ટરને કહી દઇએ. ચાલ જય શ્રીકૃષ્ણ...” “ ગરિમા
  • Read Free
અપશુકન - ભાગ - 11
કાંદિવલી, મહાવીર નગરના ‘બ્લોસમ’ બિલ્ડિંગના બીજા માળે અંતરા દરવાજાની બહાર દીકરીને હાથમા લઇને ઊભી છે. સામે માલિનીબેન આરતીની થાળી લઇને ઊભાં છે. પાછળ માધવદાસ ખુશખુશાલ દેખાઇ રહ્યા હતા. આરતી ઉતારીને માલિનીબેને અંતરાને કહ્યું, “હવે અંદર આવ.” હોલમાં મમતાબેન ...Read Moreગરિમાબેન પોતાની વાતોમાં મશગુલ હતાં. અંતરા કે નવી દીકરીના ગૃહ આગમનની કોઇ ખુશી બંનેના ચહેરા પર દેખાતી નહોતી. વિનીત અંતરાને પોતાના રૂમ તરફ લઇ ગયો. રૂમ બંધ હતો. વિનીતે દરવાજો ખોલીને કહ્યું, “સરપ્રાઇઝ..” અંતરાએ જોયું તો આખો રૂમ બલૂનથી સજાવેલો હતો. કોર્નરના ટેબલ પર ગુલાબનો બુકે ગોઠવેલો હતો. પિંક કલરની સુંદર બેડશીટ પાથરેલી હતી. બેડની બાજુમાં બેબી માટે ઝૂલો તૈયાર
  • Read Free
અપશુકન - ભાગ - 12
“છે વટાણા... હું કાલે જ લઇ આવી છું.” અંતરાએ જવાબ આપ્યો. “ઠીક છે, તો લાવ, હું ફોલીને રાખું છું... પર્લ સ્કૂલમાંથી આવશે ત્યારે તેને ભૂખ લાગી હશે.” દાદીની પૌત્રી માટેની ફિકર સાફ સાફ દેખાતી હતી. અંતરા- વિનીત અને પર્લ ...Read Moreબહાર નીકળ્યાં એટલે દાદા - દાદી બંને પર્લને લિફ્ટ સુધી ‘બાય બાય’ કહેતાં છોડવા આવ્યાં. “ રડતી નહિ હો...” છેલ્લે માલિનીબેને ટહુકો કર્યો ત્યાં સુધીમાં લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી ગઈ હતી... પર્લને છોડીને વિનીત – અંતરા પાછાં આવ્યાં ત્યારે એક બે વટાણા ફોલેલા થાળીમાં પડ્યા હતા અને માલિનીબેન પોતાના બેડરૂમમાં ફોન પર મમતા સાથે વાતોના ગપાટા મારી રહ્યાં હતાં.
  • Read Free
અપશુકન - ભાગ - 13
અંતરા- વિનીતનાં લગ્નને દસ વર્ષ થઈ ગયાં હતાં અને પર્લ સાત વર્ષની થઈ ગઈ હતી.. અંતરા આજે પોતાના ઘરમા (સાસરામાં) એટલી વ્યસ્ત થઈ ગઈ હતી કે હવે તેને મમ્મીનાં ઘરે જવાનો સમય જ નહોતો મળતો.. મમ્મીની લાડકી અંતરા મમ્મીનું ...Read Moreપંદર મિનિટના અંતરે હોવા છતાં ફુરસદ કાઢીને જઇ નહોતી શકતી. આજે એક મહિને અંતરા મમ્મીને ત્યાં આવી હતી. અંતરાને જોઇને જ હેમલતાબેન મલકાયાં, “ ઓ હો હો! આજે સૂરજ કઈ બાજુ ઊગ્યો છે? અંતરાને મમ્મીની યાદ આવી આજે?” અંતરા માંને ભેટી.. તેનો હાથ પકડીને માં સાથે જ સોફા પર બેસતાં બોલી, “ માંને ક્યારેય ભુલાય? પણ હું શું કરું?
  • Read Free
અપશુકન - ભાગ - 14
વિનીતે સ્કૂટર ચાલુ કર્યુ. અંતરા બેસી ગઇ. વિનીત સ્કૂટર ચલાવતાં ચલાવતાં અંતરા સાથે વાતો કરી રહ્યો હતો, પણ અંતરા મમ્મીના ટેન્શનમાં ખોવાયેલી હતી.. વિનીતની વાતમાં તેનું ધ્યાન જ ન ગયું.. “ અંતરા, અંતરા... શું થયું?” વિનિતના થોડા મોટા અવાજથી ...Read Moreચોંકી ગઈ.. “ હ...વિનીત, મમ્મી ખૂબ જ ટેન્શનમાં છે.” “ શું થયું?” વિનીતે બાઈક ચલાવતાં ચલાવતાં જ અંતરાને પૂછયું.. “થોડી લાંબી વાત છે. ઘરે પહોંચીને તને કહું છું.” અંતરાએ કહ્યું.. ઘરની ચાવીથી વિનીતે દરવાજો ખોલ્યો તો પર્લ મમ્મી પાસે જ સૂઈ ગઈ હતી. માલિનીબેન ટીવી જોતાં હતાં.. વિનીત સીધો બેડરૂમમાં ગયો.. અંતરા રસોડામાં બધું આટોપવા માંડી. માલિનીબેને હોલમાંથી જ
  • Read Free
અપશુકન - ભાગ - 15
સાંજના પાંચ વાગ્યા હતા. ડોરબેલ વાગી.અંતરાએ દરવાજો ખોલ્યો તો સામે મમતાબેન તેના દીકરા કુણાલ સાથે ઊભાં હતાં. “ઓ હો! મમતા બેન તમે? આવો, આવો...કેમ છો? હાય કુણાલ? બહુ દિવસે આવ્યો બેટા?” “ હાય મામી? હું એકદમ મજામાં છું. તમે ...Read Moreછો?” કુણાલે ખૂબ જ નમ્રતાથી મામી સાથે વાત કરી. “ મમ્મી, મમતાબેન અને કુણાલ આવ્યાં છે.” અંતરાનો અવાજ સાંભળતાં જ માલિની બેન પોતાના રૂમમાં સૂતાં હતાં ત્યાંથી ઊઠીને બહાર આવ્યાં. “ અરે, મમતા, કુણાલ, આવ આવ...બેસ, હું બાથરૂમ જઈ આવું હો. અંતરા તું ચા મૂકી દે અને કુણાલને દુધ પીવું હોય તો બનાવી દે.” દીકરીના આવવાનો હરખ માલિની બેનના અવાજમાં
  • Read Free
અપશુકન - ભાગ - 16
અંતરા પર્લની સ્કૂલના બસસ્ટોપ પર ઊભી હતી. પર્લનો આવવાનો સમય થઈ ગયો હતો. બસ આવી. પર્લ ઉદાસ ચહેરે બસમાંથી ઊતરી. તેના વાળ વિખરાયેલા હતા. અંતરા થોડી ડઘાઇ ગઇ. તેણે તરત જ પર્લને પૂછ્યું... “શું થયું પર્લ? તારા વાળ આટલા ...Read Moreકેવી રીતે ગયા?” પર્લ કંઈ જ ન બોલી, પણ તેના ચહેરાના હાવભાવ પરથી અંતરા સમજી ગઇ કે તે ખૂબ જ ગુસ્સામાં છે, એટલે એ સમયે અંતરાને મૌન રહેવાનું જ ઉચિત લાગ્યું. કપડાં બદલીને પર્લ હોલમાં આવી. તેણે ટીવી ચાલુ કર્યું. અંતરાએ તેના હાથમા જમવાની થાળી આપી. “મને ભૂખ નથી.” છેલ્લા થોડા દિવસથી સ્કૂલમાંથી આવીને પર્લ આ જ ડાયલોગ બોલતી હતી..
  • Read Free
અપશુકન - ભાગ - 17
'મેં કેમ પર્લ માં આ ફરક નોટિસ ન કર્યો?? હા, હમણાં એ ઘરે આવીને સ્કૂલની બહુ વાતો નહોતી કરતી...નહિ તો જેવી ઘરે આવે એવી, ‘ આજે સ્કૂલમાં આ કર્યું... આજે ટીચરે આમ કહ્યું... મારે કાલે ચાર્ટ પેપર લઇ જવાનું ...Read Moreબ્લા, બ્લા...’ સ્કૂલની તેની વાતો જ ખૂટતી નહોતી. છેલ્લા થોડા દિવસોને યાદ કરતાં અંતરાને એ વાત રિઅલાઈઝ થઈ કે પર્લ ચૂપ -ચૂપ રહેવા લાગી છે. ઉદાસ રહે છે. ઘરે પણ ખૂબ જ ઓછું બોલવા માંડી છે.’ આ બધું વિચારીને અંતરાનું મન વધુ જોરથી ધબકવા લાગ્યું. તેણે સીધો વિનીતને ફોન લગાડયો... “હેલો વિનીત, તારી સાથે થોડી વાત કરવી છે... તું બિઝી
  • Read Free
અપશુકન - ભાગ - 18
ઓપન હાઉસ હતું. અંતરા એકલી જ સ્કૂલમાં ગઇ. પર્લે ના પાડી, તેને નથી આવવું. વિનીતને એક ઇમ્પોર્ટન્ટ મિટિંગ અટેન્ડ કરવી હતી એટલે તેને ઓફિસે જલ્દી જવું હતું. “ગુડ મોર્નિંગ મે’મ... પર્લ રાયચુરા...” કહીને અંતરાએ અંજલિ મિસ પાસેથી પર્લની પેપરની ...Read Moreલીધી. પર્લના માર્ક્સ જોઇને અંતરાની આંખો પહોળી થઇ ગઇ. આટલા ઓછા માર્ક્સ?? એંસીમાંથી બધા જ સબ્જેક્ટસમાં પચાસની નીચે જ માર્ક્સ હતા!! અંતરાએ દરેક પેપર ખોલીને ક્વેશ્ચન સાથે આન્સર ટેલિ કરવાની કોશિશ કરી. પર્લે મોટાભાગના આન્સર બ્લેન્ક છોડી દીધા હતા! આન્સર પેપરના ઉપરના હાંસિયામાં આડીઅવળી ઉભી લાઈનો કરેલી દેખાઇ. મેથ્સના પેપરમાં તો લગભગ એક પણ દાખલો પૂરો કર્યો જ નહોતો.જે કરેલા
  • Read Free
અપશુકન - ભાગ - 19
ફોનની ઘંટડી વાગી. અંતરાએ ફોન ઉપાડ્યો... “હેલો, હા મમ્મી, જય શ્રી કૃષ્ણ...કેમ છે તું? કેમ છે ઘરે બધા?” “જય શ્રી કૃષ્ણ બેટા, અમે બધા મજામાં છીએ. બહુ દિવસથી તારો ફોન નથી એટલે મેં કહ્યું કે લાવ, તારા ખબર પૂછી ...Read More“સાંભળ, ચારુ અને ટીનુ ઘરે આવી ગયાં છે. ચિરાગ ચારુની મમ્મીના ઘરે જઈને બંનેને લઇ આવ્યો. બંને હમણાં તો શાંત છે. ચિરાગના અટકેલા પૈસા થોડા થોડા પાછા આવી રહ્યા છે. એટલે તે પણ થોડો ખુશ રહે છે.” હેમલતા બેન એકીસાથે જ બધું બોલી ગયાં. અંતરાને વચ્ચે કંઈ બોલવાનો મોકો જ ન મળ્યો, પણ મમ્મીની વાતો સાંભળીને અંતરાના મોઢા પર ખુશીની
  • Read Free
અપશુકન - ભાગ - 20
તારી માં મને અંદર આવવા દે તો ને!”( કહીને શાલુએ અટ્ટહાસ્ય કર્યું) “કેમ છો બનેવીલાલ? (માધવદાસ અને માલિનીનાં લગ્ન થયાં ત્યારે જ શાલુએ માધવદાસને કહી દીધું હતું: તમારું નામ ઓલ્ડ ફેશન છે, એટલે તમને હું બનેવીલાલ જ કહીશ )આઇ ...Read Moreસો સોરી... ફ્લાઇટ અડધો કલાક લેટ હતી અને પછી લગેજ આવવામાં ટાઈમ લાગી ગયો. તમારી ઊંઘ ખરાબ થઈ ને?” “માલિની, તે બનેવીલાલને કેમ જગાડી રાખ્યા? હું કંઈ મહેમાન થોડી છું? સવારે તો એમને મળવાની જ હતી ને!” બોલતાં બોલતાં શાલુ સોફા ઉપર બેઠી. “તું તારા બનેવીને નથી ઓળખતી? કોઈ પણ આવવાનું હોય ત્યારે એમને ક્યાં મનને શાંતિ હોય છે? ગમે
  • Read Free
અપશુકન - ભાગ - 21
સવારના અગિયાર વાગ્યા હતા. બધા હોલના ડાઇનિંગ ટેબલ ફાફડા ગાંઠીયા, જલેબી અને ચાની લહેજત માણી રહ્યા હતા. ત્યાં પર્લ ઊઠીને હોલમાં આવી. “જો તો પર્લ બેટા, આ કોણ આવ્યું છે આપણા ઘરે?” માલિની બેને પર્લને પોતાની પાસે બોલાવતાં પૂછ્યું... ...Read Moreમાસી” પર્લએ આંખો ચોળતાં ચોળતાં જવાબ આપ્યો. “તારી થોડી માસી થાય? એ તો તારા પપ્પાની માસી છે. તું તેમને શાલુદાદી કહેજે.” માલિનીબેને પર્લના માથા પર વ્હાલથી હાથ ફેરવતાં કહ્યું. “હાય બેટા...” કહીને શાલુ પર્લને ભેટી. “તું આટલી ઉદાસ કેમ છે? તબિયત તો ઠીક છે ને તારી?” શાલુએ પર્લના માથા- ગળા પર હાથ ફેરવતાં કહ્યું. “એ તો હમણાં ઉઠી છે ને
  • Read Free
અપશુકન - ભાગ - 22
“ તું એની ફિકર ન કર. હું કહીશ કે પર્લને સિઝલર – બિઝલર ભાવતું નથી...એટલે તેને નથી આવવું.” માલિનીબેને ઠાવકાઈથી કહ્યું“"તને શું લાગે છે? તું આમ કહીશ અને શાલુમાસી માની જશે?” વિનીતે ફોળ પાડ્યો. “તો શું કહીશું બીજું? તારે ...Read Moreસચ્ચાઇ બતાવવી છે?” માલિની બેન વિનીત પર ઉકળ્યાં. “એ જ ઠીક રહેશે.” માધવદાસે પણ સંમતિ આપી. સાંજના સાત વાગ્યા હતા. શાલુ ન્હાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ હતી. અંતરાએ ઘર માટે મેથીના થેપલાં બનાવી લીધાં હતાં. “અંતરા ચાલ હવે...તારું રસોડા-પુરાણ પત્યું હોય તો પર્લને તૈયાર કર અને તમે બંને પણ તૈયાર થઈ જાવ.” શાલુમાસી બોલી. “બસ માસી, હું તૈયાર થવા જ
  • Read Free
અપશુકન - ભાગ - 23
જયારે એ લોકો ઘરે પહોંચ્યાં ત્યારે હજુ પર્લ જાગતી હતી. દાદી અને દીકરી ટીવી જોઈ રહ્યાં હતાં. “તમે લોકો આટલી જલ્દી આવી ગયાં?” માલિની બેનને થોડી નવાઈ લાગી. “હા, મારી પર્લ ઘરે એકલી બેઠી હોય તો અમને થોડી મજા ...Read Moreકહેતાં શાલુદાદી પર્લની બાજુમાં બેઠાં. “ઓહ માય ગોડ! હું પર્લ માટે જે વસ્તુઓ લાવી છું એ તો તેને આપવાનું જ ભૂલી ગઇ... અંતરા, એક કામ કર ને! મારી બેગ અહી લઇ આવ ને, પ્લીઝ.” “માસી, અત્યારે રહેવા દો. બહુ મોડું થઇ ગયું છે. કાલે બેગ ખોલજો.” અંતરા બોલી. “ના, ના... હું ગઇ કાલની આવી છું અને મે હજી સુધી પર્લને
  • Read Free
અપશુકન - ભાગ - 24
અંતરા ગઈ અને થોડી વારમાં પર્લ ઊઠી ગઈ. “મમ્મી, મમ્મી...” બોલતાં પર્લ બેડરૂમમાંથી હોલમાં આવી. “હાય મારા બચ્ચા... ગુડ મોર્નિંગ ડાર્લિંગ...’ શાલુએ ખૂબ જ વહાલથી હાથના ઇશારાથી પર્લને પોતાની પાસે બોલાવી. “મમ્મી ક્યાં છે?” પર્લની આંખો અંતરાને શોધી ...Read Moreહતી. “મમ્મી માર્કેટ ગઈ છે... થોડી વારમાં આવશે.” શાલુએ કહ્યું.. “અને દાદા- દાદી?” “એ લોકો દાદાના ફ્રેન્ડ હસમુખ અંકલ છે ને... એમની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ એટલે તેમને જોવા હોસ્પિટલ ગયા છે... તું અહીં બેસ.. લે આ રિમોટ... ટીવી જો... હું હમણાં તારા માટે બોર્નવિટા વાળું દૂધ બનાવીને લઈ આવું.” પર્લ એક શબ્દ પણ ન બોલી... દાદીના હાથમાંથી રિમોટ
  • Read Free
અપશુકન - ભાગ - 25
“અંતરા, અંતરા... ક્યાં ખોવાઈ ગઈ? મમ્મીનો અવાજ સાંભળીને અંતરા થોડી ચોંકી ગઈ. “હ મમ્મી?” “શું થયું? શું કહ્યું શાલુએ?” “મને એટલું જ કહ્યું છે કે કાલે એક જ્ગ્યાએ જવું છે... જ્યાં પર્લને ખાસ લઈ જવી છે. ક્યાં જવું છે, ...Read Moreનથી બોલ્યાં. પર્લને પૂછીને તરત જ ફોન કરવા કહ્યું છે.” અંતરા એક્સાઈટમેંટમાં એકસાથે બધું બોલી ગઈ. “પર્લે હા પાડી ને! તો કહી દે શાલુને ફોન કરીને...” માલિનીનો હરખ સમાતો નહોતો. અંતરાએ શાલુમાસીને ફોન લગાડયો. “હેલો, શાલુમાસી, પર્લે હા પાડી છે. અમે બંને કાલે પારલા આવી જઈશું. કેટલા વાગે પહોંચવાનું છે?” “ચાર વાગ્યે.” “ઓકે પણ એ તો કહો કે ક્યાં જવાનુ
  • Read Free
અપશુકન - ભાગ - 26
માહોલને હળવો કરવાની શરૂઆત શાલુએ જ કરી. “ઓટો? બાંદ્રા?” રિક્ષા ઊભી રહી. અંતરાએ પૂછ્યુ, “ માસી બાંદ્રા?” “અંતરા, તું અને પર્લ અહીં સુઘી આવ્યાં છો તો ચાલો બાંદ્રા એલ્કો માર્કેટ ફરી આવીએ. મારે ત્યાંથી થોડી શોપિંગ પણ કરવી છે.” ...Read Moreના માસી, અત્યારે બાંદ્રા જઇશું તો પાછા આવવામાં મોડું થઈ જશે. ઘરે બધા ફિકર કરશે.” “ઓહ, કમ ઓન અંતરા... કોઇ ફિકર નહિ કરે. માલિનીને હમણાં જ ફોન કરીને કહી દઉં છું કે આપણે બાંદ્રા જઈએ છીએ. અને વિનીતને કહી દઈએ કે વળતાં બાંદ્રા ઊતરી જાય. તમને બંનેને લઈને ઘરે જાય.” આટલું બોલતાંની સાથે જ શાલુમાસીએ માલિનીને ફોન કરીને કહી દીધું
  • Read Free
અપશુકન - ભાગ - 27
રાત્રે વિનીત આવ્યો ત્યારે અંતરાએ પર્લને તેની રૂમમાં બોલાવી.. “પર્લ, આજે પ્રિયાંકના ઘરે જે થયું તે બધી વાત પપ્પાને કર.” “પપ્પા, આજે પ્રિયાંક મને પોતાના ઘરે લઈ ગયો હતો.. તેનાં મમ્મી- પપ્પાને મળાવવા… ત્યાં એ લોકોએ પહેલાં તો મારી ...Read Moreસારી રીતે વાત કરી, પણ જેવી તેમને ખબર પડી કે મને છ આંગળીઓ છે… તરત જ તેમના મોઢાના હાવભાવ બદલાઈ ગયા. પહેલાં પાણી લઈ આવવાના બહાને પ્રિયાંકનાં મમ્મી રસોડામાં ગયાં. પછી તેમણે પ્રિયાંક અને તેના પપ્પાને પણ રસોડામાં બોલાવ્યા. હું હોલમાં જ બેઠી હતી. રસોડામાંથી પ્રિયાંકની મમ્મી મોટે- મોટેથી બોલી રહી હતી: “ પ્રિયાંક, પર્લને છ આંગળીઓ છે? તે આ
  • Read Free
અપશુકન - ભાગ - 28
“હા ડોક્ટર, તે લોકોનું માનવું છે કે વધારાની આંગળીવાળા લોકો અપશુકિયાળ હોય… એટલે એવી છોકરી તેમને નથી જોઈતી.” અંતરાના એક -એક શબ્દોમાં કટુતા હતી, જાણે એ બોલતાં બોલતાં પોતે વર્ષોથી પીધેલું ઝેર ઓકી રહી હતી. “અને માની લો કે ...Read Moreઆ ફિંગર કઢાવી નાખી, પછી પણ એ લોકો તમારી દીકરીને અપનાવવા તૈયાર ન થયા તો?” ડોક્ટરનો આ સવાલ સાંભળીને પર્લ, અંતરા અને વિનીતના પગ તળેથી જમીન જાણે સરકી ગઈ!! આ બાબતે તો તેમણે વિચાર્યું જ નહોતું! ત્રણેય સ્તબ્ધ થઈ ગયાં! પર્લને વર્ષો પહેલાં શાલુ માસીએ કરેલી સાત પૂંછડીવાળા ઉંદરની વાર્તા યાદ આવી ગઈ… મારી દશા સાત પૂંછડી કાપીને બાંડા બનેલા
  • Read Free
અપશુકન - ભાગ - 29
આજે મલયકુમારના સ્વર્ગવાસને તેર દિવસ પૂરા થઈ ગયા. તેમના તેરમાની અને વરસી વાળવાની વિધી પૂરી થઈ એટલે માલિનીબેન અને અંતરા મમતાને પોતાના ઘરે લઈ આવ્યાં. કુણાલ પણ સાથે આવ્યો હતો રોકાવા… સાથે ગરિમાને પણ કહ્યું હતું, ઘરે રોકાવા આવવા ...Read Moreમમતાને થોડો સધિયારો રહે. ગરિમાનાં સાસુ પ્રજ્ઞાબેનનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. ગરિમા અને મનોજને કોઇ સંતાન ન થયું. છેલ્લાં થોડાં વર્ષોથી મનોજનો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો ઠપ થઈ ગયો હતો. કસ્ટમરને આકર્ષવા માટે મોંઘી મોંઘી સ્કીમ રાખવામાં મનોજે ધંધામાં ઘણું નુકસાન વેઠવું પડયું. ઘર ચલાવવાના પણ ફાંફાં હતા, પણ ગરિમાનો રૂઆબ જરાય ઓછો થયો નહોતો. ફેશન પાછળ આજેય તે બેફામ
  • Read Free
અપશુકન - ભાગ - 30
અઠવાડિયું રોકાઈને મમતા, કુણાલ અને ગરિમા પોતપોતાના ઘરે ગયાં. અંતરાને હવે ઘર, ઘર જેવું લાગવા માંડ્યું હતું, જ્યાં તે ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે. બંને નણંદોની હાજરીમાં અંતરા સતત તણાવમાં રહેતી. તેમની સતત નેગેટિવ વાતો આખા ઘરને નેગેટિવ કરી ...Read Moreહતી. “મમ્મી, આજે પ્રિયાંકનો ફોન આવ્યો હતો.” પર્લે અંતરાને કહ્યું. “શુ વાત કરે છે? શું કહ્યું પ્રિયાંકે?” અંતરાએ અધીરાઇથી પૂછ્યું… (આટલા દિવસથી મમતા બેનના પુરાણમાં અંતરા એટલી અટવાઈ ગઈ હતી કે તે તો સાવ જ ભૂલી ગઈ હતી કે તેણે પર્લની ઝિંદગીનો મહત્ત્વનો નિર્ણય હજી કરવાનો બાકી છે) “પ્રિયાંકના ઘરેથી પાછી આવી પછી મેં પણ એને ફોન કર્યો નહોતો… મને
  • Read Free
અપશુકન - ભાગ - 31
“ હા, એ વાત તો બરાબર છે કે બંને એકબીજાને પસંદ કરે છે... આજકાલ છોકરાવને ગમે તે સાચું... એમણે સાથે ઝિંદગી વિતાવવાની છે. પણ માત્ર મહારાજના કહેવાથી તમે તમારો અભિપ્રાય બદલ્યો છે. ભવિષ્યમાં એવું કાંઇ ન થાય કે અમારી ...Read Moreસાંભળવું પડે...” માલિનીબેને એક વડીલ તરીકે પોતાનો પોઇન્ટ એ લોકો સમક્ષ રાખ્યો. “ ના, ના... તમે એ બાબત નિશ્ચિંત રહો બા... અમારી હા છે, એનો મતલબ અમે બધો વિચાર કરીને પછી જ હા પાડી છે... પર્લ અમારા ઘરમાં સુખેથી રહેશે એની ગેરંટી મારી...” પ્રણવભાઈએ ખૂબ જ શાલીનતાથી હાથ જોડીને કહ્યું. “એકચુલ્લી, પર્લ તમારા ઘરેથી આવી ત્યારબાદ ખૂબ જ અપસેટ હતી,
  • Read Free
અપશુકન - ભાગ - 32
“મમ્મી, તમે મમતા અને ગરિમાબેનને ફોન કરીને કહી દો.” “ હા,હા... એ લોકોને જ ફોન લગાડું છું. પછી તારી મમ્મીને પણ ફોન કરીને ખુશખબર આપી દઈએ. હું વાત કરી લઉં પછી તું તારી મમ્મી સાથે વાત કરી લેજે. વેવાણને ...Read Moreખુશખબર તો આપવા જોઈએ ને!” બોલતાં બોલતાં માલિનીબેને ગરિમાને ત્યાં ફોન લગાડયો. “ હેલો ગરિમા... જય શ્રીકૃષ્ણ બેટા... કેમ છે?” “ હા મમ્મી, બસ મજામાં, બોલ...” “ બેટા, પર્લનું સગપણ નક્કી થયું છે.” “ હેં! શું વાત કરે છે?? તમે લોકોએ સગપણ નક્કી કરી નાખ્યું ને મને જાણ પણ નથી કરતી?? અંતરા- વિનીતે તને ના પાડી હતી અમને કહેવાની??” ગરિમા
  • Read Free
અપશુકન - ભાગ - 33 (અંતિમ પ્રકરણ)
" અપશુકન" નું આજે આ છેલ્લું પ્રકરણ છે. બધાં વાચકોએ આ નવલકથાને પ્રેમથી વધાવી લીધી, એટલું જ નહિ, લાઈક, કમેંટ્સ અને સ્ટાર આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો, એ બદલ હું બધાં જ વાચકોની દિલથી આભારી છું. તમને આ નવલકથા ...Read Moreલાગી? શું વધારે ગમ્યુ? આ નવલકથાનો અંત તમને ગમ્યો? જો તમારી આસપાસ પર્લ જેવી બાળકી હોય તો તમે તેની સાથે કેવી રીતે વર્તશો? આ નવલકથા વાંચ્યા પછી આવી કોઈ તેજસ્વી બાળકી સાથે ઓરમાયું વર્તન નહિ જ કરો, તેવી આશા. આ સવાલોના જવાબ મને અચૂક કમેન્ટ બોક્સમાં આપશો, તો મને વાચકોના દિલ સુધી પહોંચ્યાંનો આનંદ થશે. અથવા binakapadia18@gmail.com પર ઈમેલ કરશો. શું અપશુકન
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Novel Episodes | Bina Kapadia Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Novel Episodes
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Humour stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Social Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything
Bina Kapadia

Bina Kapadia Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2022,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.