અપશુકન - ભાગ - 19

(21)
  • 3.1k
  • 1.3k

ફોનની ઘંટડી વાગી. અંતરાએ ફોન ઉપાડ્યો... “હેલો, હા મમ્મી, જય શ્રી કૃષ્ણ...કેમ છે તું? કેમ છે ઘરે બધા?” “જય શ્રી કૃષ્ણ બેટા, અમે બધા મજામાં છીએ. બહુ દિવસથી તારો ફોન નથી એટલે મેં કહ્યું કે લાવ, તારા ખબર પૂછી લઉં.” “સાંભળ, ચારુ અને ટીનુ ઘરે આવી ગયાં છે. ચિરાગ ચારુની મમ્મીના ઘરે જઈને બંનેને લઇ આવ્યો. બંને હમણાં તો શાંત છે. ચિરાગના અટકેલા પૈસા થોડા થોડા પાછા આવી રહ્યા છે. એટલે તે પણ થોડો ખુશ રહે છે.” હેમલતા બેન એકીસાથે જ બધું બોલી ગયાં. અંતરાને વચ્ચે કંઈ બોલવાનો મોકો જ ન મળ્યો, પણ મમ્મીની વાતો સાંભળીને અંતરાના મોઢા પર ખુશીની