અપશુકન - ભાગ - 20

(16)
  • 3.2k
  • 1.5k

તારી માં મને અંદર આવવા દે તો ને!”( કહીને શાલુએ અટ્ટહાસ્ય કર્યું) “કેમ છો બનેવીલાલ? (માધવદાસ અને માલિનીનાં લગ્ન થયાં ત્યારે જ શાલુએ માધવદાસને કહી દીધું હતું: તમારું નામ ઓલ્ડ ફેશન છે, એટલે તમને હું બનેવીલાલ જ કહીશ )આઇ એમ સો સોરી... ફ્લાઇટ અડધો કલાક લેટ હતી અને પછી લગેજ આવવામાં ટાઈમ લાગી ગયો. તમારી ઊંઘ ખરાબ થઈ ને?” “માલિની, તે બનેવીલાલને કેમ જગાડી રાખ્યા? હું કંઈ મહેમાન થોડી છું? સવારે તો એમને મળવાની જ હતી ને!” બોલતાં બોલતાં શાલુ સોફા ઉપર બેઠી. “તું તારા બનેવીને નથી ઓળખતી? કોઈ પણ આવવાનું હોય ત્યારે એમને ક્યાં મનને શાંતિ હોય છે? ગમે