અપશુકન - ભાગ - 23

(17)
  • 3.1k
  • 1
  • 1.5k

જયારે એ લોકો ઘરે પહોંચ્યાં ત્યારે હજુ પર્લ જાગતી હતી. દાદી અને દીકરી ટીવી જોઈ રહ્યાં હતાં. “તમે લોકો આટલી જલ્દી આવી ગયાં?” માલિની બેનને થોડી નવાઈ લાગી. “હા, મારી પર્લ ઘરે એકલી બેઠી હોય તો અમને થોડી મજા આવે? કહેતાં શાલુદાદી પર્લની બાજુમાં બેઠાં. “ઓહ માય ગોડ! હું પર્લ માટે જે વસ્તુઓ લાવી છું એ તો તેને આપવાનું જ ભૂલી ગઇ... અંતરા, એક કામ કર ને! મારી બેગ અહી લઇ આવ ને, પ્લીઝ.” “માસી, અત્યારે રહેવા દો. બહુ મોડું થઇ ગયું છે. કાલે બેગ ખોલજો.” અંતરા બોલી. “ના, ના... હું ગઇ કાલની આવી છું અને મે હજી સુધી પર્લને