ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-40

(61)
  • 3.9k
  • 2
  • 1.9k

(એલ્વિસ તેના એક મિત્રના વીડિયો સોંગનું શુટીંગ કિઆરાની કોલેજમાં ગોઠવે છે.તે કિઆરાને અવગણીને અન્ય છોકરીઓ સાથે વાત કરીને અને સેલ્ફી લઇને તેને જલાવે છે.અહીં કિઆરા આ બધું સહન નથી કરી શકતી અને તે એલ્વિસ,વિન્સેન્ટ ,અર્ચિત અને અહાના સાથે ફિલ્મ સીટી અકીરાને મળવા ગઇ.જ્યાં અકીરાએ સત્ય સ્વીકારી લીધું પણ તેણે કિઆરાનો મોબાઇલ તોડી નાખ્યો.કિઆરાએ તેને કહ્યું કે આ બધું એલ્વિસ લાઇવ જોઇ રહ્યો છે.) કિઆરાની વાત સાંભળીને અકીરાને પરસેવો વળ્યો. "એલ્વિસજી,આ કીઆરા ખોટું બોલે છે.મે કશુંજ નથી કર્યું.તે મને ધમકી આપે છે.તે મને નુકશાન પહોંચાડશે,તમે પ્લીઝ કિઆરાથી દુર રહો.તે તમારા માટે યોગ્ય નથી."એલ્વિસ બધું લાઇવ જોઈ રહ્યો છે તેવું સાંભળીને અકીરાએ