જીવન સાથી - 23

(31)
  • 5.9k
  • 1
  • 4.1k

ડૉ. જીનલ શાહ આન્યાને સમજાવવાની કોશિશ કરે છે, " આન્યા બેટા, સાંભળ આ તારા મમ્મી-પપ્પા છે અને તારે થોડા સમય માટે અહીં તેમની સાથે રહેવું પડશે કારણ કે આ તારો ભાઈ દિપેન છે ને તેને એક મહિના માટે બહારગામ જવાનું થયું છે તો તું તારા મમ્મી-પપ્પાની સાથે રહીશને બેટા ? "અને આન્યા ફરીથી નકારમાં માથું ધુણાવતી ધુણાવતી દિપેનને વળગી પડે છે જાણે કે તે કહેવા માંગતી હોય કે, ભાઈ મને પણ સાથે લઈને જ જા...ફરીથી આ ની આ જ વાત ડૉ. જીનલ શાહે આન્યાને સમજાવવાની કોશિશ કરી અને છેવટે આન્યાએ દિપેનને પોતાના ઘરે જવાની સંમતિ આપી અને સાથે એવી શર્ત