દાન, દક્ષિણા અને ભિક્ષા

  • 4.6k
  • 2
  • 1.9k

હિંદુ ધર્મમાં કોઇપણ વસ્તુ બીજાને આપવાના ત્રણ રસ્તા છે: દાન, દક્ષિણા અને ભિક્ષા સામાન્ય રીતે લોકો આ ત્રણેય શબ્દોને સરખા સમજી બેસે છે અને તેમની ભેળસેળ કરી નાંખે છે. પણ હકિકતમાં તેમનાં અર્થ અલગ અલગ છે. સાચા અર્થમાં દાન એ એક પ્રકારનો ધર્માદો છે. તેના બદલામાં આપણે બીજી કોઇ વસ્તુ પરત મેળવવાની આશા રાખતા નથી. ભીક્ષા એ આધ્યાત્મિક દાન છે. જેના બદલામાં આપણે સ્પિરિચ્યુઅલ રીપેયમેંટ્સ એટલેકે સારુ કર્મ, આશીર્વાદ.. મેળવીએ છીએ. અને અંતે દક્ષિણા એ કોઈ સેવાના બદલામાં કરાતી ચુકવણી છે. આ ગુંચવાડો વિસ્તારપુર્વક:- દાન એટલે ધર્મ માટે આપેલી વસ્તુ. દાનના બદલામાં માણસ કોઇપણ જાતની અપેક્ષા રાખતો નથી. વ્યક્તિ તેની