લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-26 “આ બધું શું થઈ ગ્યું કરણભાઉ...!?” હોસ્પિટલમાં આરવના રૂમમાં એક બાજુ સોફામાં બેઠેલાં કરણસિંઘને નેહાના પપ્પા વિજયસિંઘ નિરાશસ્વરમાં કહી રહ્યાં હતાં. મોડી રાત્રે બરોડાથી કરણસિંઘ અને રાગિણીબેન આવી પહોચ્યાં હતાં. આરવની હાલત જોઈને રાગિણીબેન ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં. કરણસિંઘે માંડ પોતાની જાતને ભાંગી પડતાં સંભાળી હતી. સુરેશસિંઘ, કરણસિંઘ, સિદ્ધાર્થ અને સરગુનબેને માંડ રાગિણીબેનને શાંત કરાવ્યાં હતાં. બધાંની હાજરીમાં આરવ ફરીવાર ભાંગી પડ્યો હતો અને રડી પડ્યો હતો. આરામ ન મળવાને લીધે આરવને ફરીવાર દુ:ખાવો ઊપડતાં તેને પેઈન કીલરનું ઈંજેકશન તેમજ તે ઊંઘી શકે એટલાં માટે ઘેનનું ઈંજેકશન અપાયું હતું.