છેલ્લી મુલાકાત

  • 3.2k
  • 1.3k

આ વાર્તા તદ્દન કાલ્પનિક છે.પ્રેમ ના ફક્ત એક પાસા ને જાહેર કરવાનો પ્રથમ પ્રયાસ કર્યો છે.ભૂલચૂક માફ કરશો ઈશા ચાલતી ચાલતી ખૂબ જ આગળ એવી ગઈ હતી.બપોરના ધોમધખતા તાપ કરતા અંદરનો સંતાપ તેને વધુ અકળામણ કરાવતો હતો.હવે તે થાકી ગઈ હતી.ઊભી રહી ને ત્યાં જ તે ફસડાઈ પડી અને થોડી દૂર નદી ના પાણી તરફ જોવા લાગી.આ પાણીમાં જ સમાવવા તે આવી હતી,એ અહી કેમ અટકી પડી.આયુષ સાથે ના પ્રેમના મધુર પળો અને માતા-પિતાની તેમના પ્રેમ ને અસ્વીકાર કરવાનો મક્કમ નિર્ણય તેના હૃદયમાં અજંપો ઊભો કર્યો હતો.