Last meeting in Gujarati Love Stories by Tru... books and stories PDF | છેલ્લી મુલાકાત

The Author
Featured Books
Categories
Share

છેલ્લી મુલાકાત

આ વાર્તા તદ્દન કાલ્પનિક છે.પ્રેમ ના ફક્ત એક પાસા ને જાહેર કરવાનો પ્રથમ પ્રયાસ કર્યો છે.ભૂલચૂક માફ કરશો




ઈશા ચાલતી ચાલતી ખૂબ જ આગળ એવી ગઈ હતી.બપોરના ધોમધખતા તાપ કરતા અંદરનો સંતાપ તેને વધુ અકળામણ કરાવતો હતો.હવે તે થાકી ગઈ હતી.ઊભી રહી ને ત્યાં જ તે ફસડાઈ પડી અને થોડી દૂર નદી ના પાણી તરફ જોવા લાગી.આ પાણીમાં જ સમાવવા તે આવી હતી,એ અહી કેમ અટકી પડી.આયુષ સાથે ના પ્રેમના મધુર પળો અને માતા-પિતાની તેમના પ્રેમ ને અસ્વીકાર કરવાનો મક્કમ નિર્ણય તેના હૃદયમાં અજંપો ઊભો કર્યો હતો.

સમીર હવે આ આપણી છેલ્લી મુલાકાત છે.ઈશાન કોણ માં આ શબ્દો પડ્યા અને એનું મન એ તરફ દોરાય ગયું. રીમા પ્લીઝ એમ ના બોલ ને,હું તને ખૂબ જ પ્રેમ કરું છું.રીમા એ કહ્યું,"ખબર છે,કદાચ તારા જેટલો પ્રેમ મને ક્યારેય કોઈ જ ના કરી શકે,તારા જેટલું કદાચ મને કોઈ સમજી પણ ના શકે અને હું પણ તને ખૂબ પ્રેમ કરું છું.આકાશ કરતા પણ ઊંડો અને સાગર કરતા પણ વિશાળ..... સમીરે ટોકતા કહ્યુ,"પાગલ, ઊંધું બોલે છે"અરે સીધું જ છે અને સાચું....પણ પણ આપની આસપાસના લોકો,આપણા વડીલો,આપણા માતાપિતા ને દુઃખી કરી ને આપણે એક તો ના થઈ શકીએ.અને આપને નક્કી તો કર્યું જ હતું ને પ્રેમ કરીશું પણ સાથે ત્યારેજ રહીશું જ્યારે બધા સહમત હોય.....નહિ તો રાધા કૃષ્ણ ની જેમ આપણે પણ..... ચાલ ને જવાદે વાત. રીમા એ પરાણે હસતાં કહ્યું,"આ છેલ્લી મુલાકાત ને આમ અઘરી ના બનાવ,જસ્ટ ચિલ યાર તને તો મિસ વર્લ્ડ પણ મળી જાય પાગલ.સમીરે રડમસ અવાજે કહ્યું,"પણ તું કેમ નહિ"અરે સમીર,તું ત્યાં જ કેમ અટકે છે. પ્લીઝ મને બવ ના અકળાવ ઘણી હિંમત કરી ને છેલ્લી વાર મળવા એવી છું,તું એવું કરીશ તો હું ભાંગી પડીશ.હૃદયમાં આંસુ નો દરિયો ઉમટયો છે હિમ્મત થી બાંધી ને રાખ્યો છે.....કેમ કે...જીવનમાં સૌથી ખાસ બની રહેલ વ્યક્તિ સાથે નો આ સમય અંતર ના આનંદ થી માણવો છે. આમ કહેતા રીમા સમીર ને વળગી જ પડી.સમીરે પણ પોતાની બાહો માં રીમા ને જકડી લીધી જાણે ક્યારેય એને જવા નહી દે....બંને ના સ્મિત આપતા ચહેરા પાછળ ની વેદના બંને સમજતા જ હતા અને છુપાઈ ને આ બધું જોતી અને સંભાળતી ઈશા પણ.હવે શું થશે એ જાણવા ઈશા બેચેન થઈ ગઈ હતી.પ્રેમ હોવા છતાં શું આ બંને પણ છુટા પડી જશે.
રીમા, તું અદ્ભુત છું.તને કરેલું આલિંગન એક તરફ ને દુનિયાનો બધો જ સંતોષ એક તરફ.હવે રીમા થી ના રરહેવાયું તે રડવા લાગી અને બોલી,"ખરેખર આ આપણી છેલ્લી મુલાકાત છે.સમીરે તરત જ તેનો હાથ પકડી ને કહ્યું, ચાલ ભાગી જઈએ,લગ્ન કરી લઈએ અથવાતો આ રહી નદી, સમાઈ જઈએ એકસાથે.રીમા થોડી સ્વસ્થ થઈ ને સ્મિત સાથે બોલી, આપણે પ્રેમ કર્યો છે પ્રેમી છીએ કાયર નહિ અને મરી ને ઉપર મળશું જ એવી કોઈ ગેરંટી પણ નથી. આપણે બનતા બધા પ્રયત્નો કર્યા પણ હવે સાથે વિતાવેલી ક્ષણો ને હૃદયના એક ખૂણે સાચવી નવી સફરમાં નીકળી જઈશું.ખુશ રહીશું અને આસપાસના લોકો ને ખુશ રાખીશું.ક્યાંક ફરીથી મળીશું તો સ્મિત સાથે એકબીજાના હલચલ પૂછી લઈશું.પણ આપણાં સ્વજનોને દુઃખી નઈ જ કરીએ જેને આપણી પાછળ પોતાના જીવન નો એક મોટો હિસ્સો વિતાવી દીધો.રીમા તું કેમ આવી છે?ખરેખર તો મારી જ ના હિંમતના કારણે આપણે છુટા પડીએ છીએ.હું કોઈ ને ના મનાવી શક્યો. હું તારો ગુન્હેગાર છું તો પણ તું મને અનહદ પ્રેમ કેમ કરી શકે.કેવી રીતે મને અને પરિસ્થિતિ બંને ને સંભાળી શકે છે?યાર ,આઇ એમ સોરી"
અરે પાગલ,"I love you more and more,truly love"અને સાચો પ્રેમ ક્યારેય કોઈ ને દુઃખી કરતો પણ નથી અને દુઃખી થતો પણ નથી.તો મારા પ્રિય સમીર ચાલ આઈસ્ક્રીમ ખવડાય કે ફક્ત રોવડાવિસ જ.ફરીવાર સમીરે તેને બાહો માં જકડી લીધી અને બંને આગળ ચાલી નીકળ્યા. ઈશા ના મનમાં ઘણું બધું ચાલી રહ્યુ હતું.પણ હવે એ સ્વસ્થ હતી.મારવાનો વિચાર હવા બની ક્યાંક પસાર થઈ ગયો હતો
સાંજ થઈ ગઈ હતી.વાતાવરણમાં ઠંડક હતી અને ઈશા ના મન માં પણ અને એના ચહેરા પર એક શાંતિ હતી.રીમા અને સમીર ની છેલ્લી મુલાકાત ઈશા માટે કંઇક ખાસ કામ કરી ગઈ હવે બસ એક જ વાક્ય ઈશાન હૃદયમાં ગુંજી રહ્યું હતું"સાચો પ્રેમ કોઈ ને દ્દુઃખી કરતો નથી અને દુઃખી થતો પણ નથી."