અપશુકન - ભાગ - 31

(20)
  • 3k
  • 1
  • 1.3k

“ હા, એ વાત તો બરાબર છે કે બંને એકબીજાને પસંદ કરે છે... આજકાલ છોકરાવને ગમે તે સાચું... એમણે સાથે ઝિંદગી વિતાવવાની છે. પણ માત્ર મહારાજના કહેવાથી તમે તમારો અભિપ્રાય બદલ્યો છે. ભવિષ્યમાં એવું કાંઇ ન થાય કે અમારી પર્લને સાંભળવું પડે...” માલિનીબેને એક વડીલ તરીકે પોતાનો પોઇન્ટ એ લોકો સમક્ષ રાખ્યો. “ ના, ના... તમે એ બાબત નિશ્ચિંત રહો બા... અમારી હા છે, એનો મતલબ અમે બધો વિચાર કરીને પછી જ હા પાડી છે... પર્લ અમારા ઘરમાં સુખેથી રહેશે એની ગેરંટી મારી...” પ્રણવભાઈએ ખૂબ જ શાલીનતાથી હાથ જોડીને કહ્યું. “એકચુલ્લી, પર્લ તમારા ઘરેથી આવી ત્યારબાદ ખૂબ જ અપસેટ હતી,