જીવન સાથી - 28

(29)
  • 5.4k
  • 2
  • 4k

સ્મિત આન્યાને તેના ઘરે મૂકવા માટે ગયો. આન્યાની મમ્મી મોનિકાબેને સ્મિતને બેસવા માટે કહ્યું અને ચા-પાણી કરીને જવા માટે કહ્યું પરંતુ આન્યાની આ હાલતને લઈને સ્મિત થોડો ડિસ્ટર્બ હતો તેથી તે નેક્સ્ટ ટાઈમ આવીશ આન્ટી, મારી ચા તમારે ત્યાં જમા તેમ કહી નીકળી ગયો.એટલામાં આન્યાના ડેડ આવી ગયા એટલે ઘણાં સમયથી ડિસ્ટર્બ આન્યા તેના ડેડને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને સંયમના સમાચાર તેને ન મળ્યા તેની ફરિયાદ કરવા લાગી.ડૉક્ટર વિરેન મહેતાએ આન્યાને ખૂબજ પ્રેમથી અને શાંતિથી સમજાવી અને શાંત પાડી. મોનિકા બેને તેને પ્રેમથી જમાડીને સુવડાવી દીધી જેથી તેના મનના સ્ટ્રેસની અસર તેની તબિયત ઉપર ન પડે.બીજે દિવસે સવારે