પદમાર્જુન - (ભાગ-6)

  • 3.1k
  • 1
  • 1.5k

શાંતિ આશ્રમશ્લોક પોતાની કુટિરમાં આરામ કરી રહ્યો હતો. શારદાદેવી તેની સામે બેઠા હતા.“અરે તું લેપ લઇ આવી?”શારદાદેવીએ કહ્યું.શ્લોકને લાગ્યું કે પદ્મિની લેપ લઈને આવી હશે. તેથી તેણે ઉત્સાહપૂર્વક પાછળ ફરીને જોયું પરંતુ પદ્મિનીનાં બદલે મેઘાને જોઈને તેનો ઉત્સાહ ઘટી ગયો.મેઘાએ શ્લોકનો ઘાવ સ્વચ્છ કરી ફરીથી લેપ લગાવી દીધો.“ગુરુમાં, બધા આવી ગયા છે.”મેઘાએ કહ્યું.“પુત્ર શ્લોક, આજનો દિવસ તું આરામ કરજે. હું નગરમાંથી કોઈકને બોલાવી લઇશ કઇ કામ પડશે તો.”શારદાદેવીએ કહ્યું અને તેઓ અને મેઘા કુટિરની બહાર નીકળ્યા.એકલો પડેલો શ્લોક વિચારવા લાગ્યો, “મેઘાતો મારા બાળપણની સખી છે અને મને તેનો સાથ ગમે છે. છતાં પણ અત્યારે પદ્મિનીનાં બદલે મેઘા લેપ લગાડવા આવી